ખબર

વાવાઝોડાના સૌથી ભયાનક સમાચાર: મુંબઈમાં એક જહાજ ડૂબાઈ ગયુ, 170થી વધુ લોકો….

કેરળ, કર્ણાટક અને ગોવાના તટીય વિસ્તારોમાં રવિવારે તબાહી મચાવ્યા બાદ ચક્રવાત તૌકતે મુંબઇમાં હવે તેની અસર દેખાડી રહ્યુ છે. સોમવારે જયારે તૌકતે તુફાન મુંબઇથી ગુજર્યુ ત્યારે એક જહાજ “બાર્જ P305” મુંબઇ હાઇમાં ફસાઇ ગયુ. આ જહાજ પર કુલ 273 લોકો સવાર હતા. હવે આ જહાજ ડૂબવાની ખબર સામે આવી છે.

Image source

તમને જણાવી દઇએ કે, મોટા સ્તર પર રેસ્કયુ ઓપરેશન ચલાવીને 146 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે, જહાજમાં સવાર 171 લોકોની હજી જાણકારી સામે આવી નથી.

Image source

જહાજને બચાવવા માટે પહેલાથી જ એલર્ટ નૌસેનાએ પૂરી કોશિશ કરી, તેના રેસ્કયુ માટે આઇએનએસ કોચ્ચિને રવાના કરી દેવામા આવ્યા, પરંતુ હાલાત ઘણા પ્રતિકૂલ છે. સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઉઠી રહી છે અને ઝડપી હવાઓ ચાલી રહી છે, રેસ્કયૂ ઓપરેશનમાં પણ પરેશાની આવી રહી હતી. બાદમાં આઇએનએસ કોલકાતાએ પણ આ અભિયાનમાં ભાગ લીધો.