સુરતના સલાબતપુરામાં 14 વર્ષની સગીરા પર એક પછી એક બે કિશોરોનું દુષ્કર્મ, અન્ય બે બહાર ઉભા ઉભા…જાણો વિગત
ગુજરાતમાંથી છાસવારે યુવતિઓ અને સગીરા પર દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે. ઘણી સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી અથવા તો ધમકી આપી તેની પર બળાત્કાર ગુજારવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી 14 વર્ષિય સગીરા પર એક પછી એક એમ બે યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાના 22 દિવસ બાદ પીડિતાની માતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક યુવક જયારે દુષ્કર્મ આચરતો હતો ત્યારે બીજો તેનો વીડિયો બનાવતો હતો. આ વીડિયો હવસખોરોએ વાયરલ કરી દીધો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
આ ઉપરાંત બીજા બે યુવકો બહાર કોઇ આવી ન જાય તેની વોચ રાખતા હતા.ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના સલાબતપુરા માનદરવાજા વિસ્તારની 14 વર્ષિય સગીરા 7 એપ્રિલના રોજ બપોરે ત્રણેક વાગ્યા આસપાસ ઘરે હતી ત્યારે આ જ મહોલ્લામાં રહેતો કિશોર અને એક અન્ય કિશોરે તેને કહ્યુ ત્યાં આવ કામ છે. જે બાદ તેણે સગીરાને ધક્કો માર્યો અને જબરદસ્તી પહેલા માળે લઇ ગયો.
ત્યાં હાજર બે યુવકોએ સગીરાને બેડ પર બેસાડ્યા બાદ કહ્યુ કે, અમારી પાસે તારા અને તારા મિત્રના ફોટા છે, અમને કામ કરવા દે નહિ તો તારા માતા-પિતાને બતાવીશું. આવી ધમકી આપી બે ત્રણ લાફા ઝીંક્યા બાદ પહેલા એક નરાધમે તેની પર દુષ્કર્મ આચર્યુ, આ દરમિયાન બીજો તેનો વીડિયો ઉતારતો રહ્યો અને ત્યારે અન્ય બે મિત્રો બહાર કોઇન આવે તેની વોચ રાખતા હતા. જો કે, સગીરાએ આ બનાવની જાણ કોઇને કરી ન હતી.
પરંતુ હવસખોરોએ દુષ્કર્મનો વીડિયો વાયરલ કરી દીધો હતો, જેની જાણ સગીરાએ તેની માતાને કરી હતી. ત્યારે ઘટના બન્યાના 22 દિવસ બાદ સગીરાની માતાએ સલાબતપુરા વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી. પોલિસે દુષ્કર્મ, પોક્સો એક્ટ અને આઇટી એક્ટ તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ચાર યુવકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ તો ચારેયની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરાઇ છે.