અમદાવાદમાં 27 વર્ષનો આ નરાધમ રોજ 14 વર્ષની સગીરાના કપડાં વગરના ફોટા વોટ્સએપથી મંગાવતો હતો, પછી તો…

બાળકો, બહેન કે દીકરીઓને મોબાઈલ આપતા પહેલા ચેતી જજો! અમદાવાદમાં 27 વર્ષિય યુવકે 14 વર્ષિય સગીરાના કપડાં ઉતારીને…જાણો વિગત

આજે મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે અને સ્માર્ટફોનમાં સોશિયલ મીડિયાનો પણ વપરાશ ખુબ જ વધ્યો છે. આજે નાની નાની ઉંમરના બાળકો પણ સોશિયલ મીડિયાનો  ઉપયોગ વધુ પડતો કરી રહ્યા છે. ઘણી ઘટનાઓ એવી પણ સામે આવે છે જે વાલીઓ માટે પણ ચેતવણીરૂપ હોય છે, હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં એક 14 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા વાપરવું ભારે પડી ગયું.

પ્રાપ્ત માહિતી અનુસાર 14 વર્ષની સગીરા એકાદ વર્ષ પહેલા સોશિયલ મીડિયા દ્વારા એક 27 વર્ષના અબ્દુલ કૈયુમ ખાન પઠાણ નામના વ્યક્તિના પ્રેમમાં પડી ગઈ. બંને સોશિયલ મીડિયા ઉપર જ મિત્રો બન્યા હતા, જેના બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક સગીરા પાસે કપડાં વગરની તેની તસવીરો પણ મંગાવતો હતો. જેના બાદ આરોપીએ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

યુવકે સગીરાને આ તસ્વીરોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને શહેરની અલગ અલગ હોટલોમાં લઇ જઈને પીંખી નાખી હતી. આ ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતા જ તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહે છે. પોલીસે આરોપીની બળત્કારના ગુન્હા હેઠળ ધરપકડ કરી છે.

મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે શિક્ષણ પણ ઓનલાઇન થયું હતું, જેના કારણે બાળકોને પણ મોબાઈલ દ્વારા જ શિક્ષણ મળતું હતું, એવામાં બાળકોના હાથમાં મોબાઈલ આવવાના કારણે શિક્ષણ ઉપરાંત તે કેટલાક ખોટા રવાડે પણ ચઢી ગયા હતા. જેની ઘણી ઘટનાઓ પણ સામે આવી છે. હાલ અમદાવાદમાંથી આવેલી આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે.

Niraj Patel