સુરતમાં 14 વર્ષની કિશોરીને બિભત્સ વિડીયો અને ફોટો બતાવી કર્યો કાંડ, કિશોરીના પિતાને ખબર પડતા જ નરાધમને…જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી યુવતિ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની સગીરાને પણ યુવકો પ્રેમજાળમાં ફસાવે છે અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરતા હોય છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં તો સુરત અગ્રેસર રહ્યુ છે. હાલમાં સુરતમાંથી જ વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 14 વર્ષની સગારીને યુવકે લગ્નની લાલચ આપી ચાર મહિના સુધી દુષ્કર્મ આચર્યુ હતુ.સુરતના અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી અને ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યુ હતું.

નરાધમે અંગતપળોનો વીડિયો ઉતાર્યો હતો અને બાદમાં આ વિડીયો બે મિત્રોને વોટ્સએપ પર મોકલાવવાની સાથે સોશ્યિલ મિડીયામાં વાયરલ કરી દેવાની કિશોરીને ધમકી આપી હતી. જે અંગે કિશોરીના પિતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલિસે ફરિયાદ બાદ આરોપીને જેલ હવાલે કર્યો હતો.ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તેણે ઇલેકટ્રીક વેપારીની 14 વર્ષની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી અને તેને લગ્નની લાલચ આપી હતી.

તે બપોરના સમયે સગીરાને પોતાના ઘરે મળવા બોલાવતો અને તેની સાથે દુષ્કર્મ આચરી હવસ સંતોષતો હતો. આ દરમિયાન આરોપીએ દુષ્કર્મ આચરતા સમયનો વિડીયો પણ ઉતાર્યો હતો અને આને લઇને તે કિશોરીને કહેતો હતો કે જો આ વાતની કોઇને જાણ કરશે તો તારો વિડીયો હું સોશ્યિલ મિડીયામાં વાયરલ કરી દઇશ.આ વાતથી સગીરા ડરી ગઇ હતી. ઉમંગે તેના બે મિત્રોને વોટ્સએપ પર આ વીડિયો પણ મોકલ્યો હતો.

જો કે, સગીરાના પિતાએ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલિસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પણ પાડ્યો હતો. જણાવી દઇએ કે, ઇલેકટ્રીક વેપારી એટલે કે પીડિતાના પિતા મુંબઇમાં ધંધો કરતો હતા અને તેઓ તાજેતરમાં જ સુરત શીફ્ટ થયા હતા. તેમના તેમની પત્ની સાથે છુટાછેડા થયા હોવાથી 14 વર્ષની પુત્રી, 8 વર્ષનો પુત્ર અને માતા સાથે સુરતમાં સ્થાયી થવાનું નક્કી કર્યુ હતું.

વેપારી 24 એપ્રિલના રોજ બંને બાળકોને લઇને મુંબઇ ગયા હતા જયાં રાતના સમયે દીકરીનો મોબાઇલ તેમણે ચેક કર્યો હતો અને તેમાં તેઓ ગંદા ગંદા મેસેજ જોઇને ચોંકી ગયા હતા. આ બાબતે તેમણે દીકરીની કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે ઉમંગ સાથે 4-5 વખત શરીરસંબંધ બાંધ્યાની અને અંગજપળોનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરતો હોવાનું સગીરાએ પિતાને જણાવ્યુ હતું.