14 વર્ષની લાડલીનું ચાલતું હતું 34 વર્ષના પુરુષ જોડે લફરું…બાપે ગુસ્સામાં એવું પગલું ભર્યું કે
કહેવાય છે કે પ્રેમમાં કોઈ ઉંમરના બંધન નથી હોતા, પરંતુ ઘણા કિસ્સાઓમાં ઉંમરના પણ બંધનો હોય છે, પ્રેમ કરવા માટે કોઈ ઉમર ભલે ના હોય પણ લગ્ન કરવા માટે આપણે ત્યાં એક નિશ્ચિત ઉમર નક્કી કરવામાં આવી છે. પરંતુ ક્યારે તમે વિચાર્યું છે કે કોઈ 14 વર્ષની યુવતીને 34 વર્ષના પુરુષ સાથે પ્રેમ થઇ શકે?
હા, આ ઘટના સાચી છે, આ ઘટના સામે આવી છે ઇરાનમાંથી, જ્યાં 14 વર્ષની રોમીના ઇશરફીને થોડા સમય પહેલા જ 34 વર્ષના એક પુરુષ સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે તેની સાથે ભાગી પણ ગઈ હતી, જેની જાણ તેના પિતાને થઇ. 5 દિવસ બાદ પિતાએ તેની શોધ કરી લીધી.

રોમીનાની ખબર મળી જતા પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનેથી રોમીનાના પિતા તેને ઘરે લઇ ગયા હતા. પિતા તેની દીકરીના આ અફેરથી ગુસ્સે ભરાયેલા હતા અને જયારે તે સુઈ રહી હતી ત્યારે જ તેનું દાતરડાથી ગળું કાપી નાખ્યું હતું, પોલીસ દ્વારા રેજા અશરફીની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ ઘટના ઘડવા બાદ ઈરાનમાં લોકો રોષે ભરાયા છે અને જાહેરમાં લોકો પોતાની નારાજગી પણ જાહેર કરી રહ્યા છે. મીડિયા દ્વારા પણ આ ઘટનાને પ્રમુખ ઘટનાના રૂપમાં છાપવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ #ROMINAASHRAFIના નામે એક ટ્રેન્ડ પણ ચાલુ કર્યું છે.

ઈરાનમાં અત્યાર સુધી ઓનર કિલિંગ વિરુદ્ધ કોઈપણ કાનૂન નથી બન્યું, પરંતુ રોમીંણની હત્યા બાદ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની આવી હત્યાઓ વિરુદ્ધ એક કઠોર કાનૂન બનાવવાની પણ વાત જણાવી રહ્યા છે.