14 વર્ષની માસૂમ બાળકી સાથે અચાનક એવું થયું કે થોડી જ વાર માં થયું મૃત્યુ, પરિવારજનો પર આભ ફાટ્યું

મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે એક અલગ જ પ્રેમ હોય છે. ઘણા લોકો પ્રાણીઓને પાળતા પણ હોય છે. પરંતુ સાપનું નામ આવે તો ? અને એમાં પણ કોબરા સાપ સામે તો કોઈ જવાની પણ હિંમત ના કરે. ત્યારે એક કોબરા સાપ જો ડંખ મારી દે તો કેવુ થાય એ તો તમે વિચારો ત્યારે જ પરસેવો છૂટી જાય.

હાલ આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 14 વર્ષની માસૂમ બાળકીને કોબરા સાપે ડંખ મારી દીધો અને બાળકીની મોત થઇ ગઇ. કોબરા સાપને પકડવા માટે સ્નેક મેનને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં જ પોલિસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારજનોને સોંપી દીધો છે.

14 વર્ષની બાળકીનું નામ મીનાક્ષી હતુ અને તે સાંજના સમયે ઘરની બહાર હતી અને ત્યાં જ રાખેલા ઉપલો અને ઇંટોમાં સાપ છૂપાયેલો હતો ત્યારે મીનાક્ષીને કોબરા સાપે ડંખ માર્યો હતો. મીનાક્ષીને તો પહેલા ઝાડ ફૂંકવાળા પાસે લઇ જવામાં આવી હતી અને તે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ તેણે સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.

પ્રતિકાત્મક તસવીર

સાપ પકડવા વાળાની ટીમે જયારે સાપની શોધ શરૂ કરી તો કોબરા ત્યાં જ મળ્યો, જે ફન મારીને બેઠેલો હતો. સાંપ નાનો હતો પરંતુ ઝેરીલો હતો. આ સાપને પકડીને લઇ જવામાં આવ્યો અને તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો.

Shah Jina