તહેવાર ટાણે જ ડૂબી જવાની વધુ એક ઘટના, તળાવમાં 4 બાળકો નાહવા પડ્યા; મહેસાણાના 14 વર્ષીય માસુમનું મોત

દિવાળી અને નવા વર્ષના તહેવાર ટાણે જ રાજ્યમાં ડૂબી જવાથી 10 લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે, વધુ એક ડૂબી જવાની ઘટના મહેસાણાના વિસનગરથી સામે આવી છે. જ્યાં, વિસનગર તાલુકાના ગોઠવા ગામે આવેલા વાઘાજીપુરાના તળાવમાં ડૂબી જવાથી 14 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. માસુમનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મહેસાણા જિલ્લાનાં વિસનગરમાં એક ગોઝારી ઘટના બની છે. ગોઠવા ગામ નજીક આવેલા એક તળાવમાં બપોરના સમયે 4 બાળકો નાહવા ગયાં હતાં. તે દરમિયાન,  તળાવનાં ઊંડા પાણીમાં એક બાળક ડૂબવા લાગ્યો હતો. જ્યારે અન્ય 3 બાળકો પોતાનો જીવ બચાવી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ત્યારે, ધોરણ 8માં અભ્યાસ કરતો 14 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડની મદદથી બાળકનાં મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ, પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Twinkle