આ 14 વર્ષના ટેણીયાથી ઈમ્પ્રેસ થઇ ગયા એલોન મસ્ક, રાખી લીધો સ્પેસ એક્સમાં નોકરી પર, જાણો કોણ છે તે ?

જાણો કોણ છે આ 14 વર્ષનો છોકરો જેના ટેલેન્ટ પર ફિદા થયા એલોન મસ્ક, આપી દીધી પોતાની કંપનીમાં ફૂલ ટાઈમ નોકરી

Youngest employee at Elon Musk’s SpaceX :આજે મોટાભાગના યુવાનો સારો એવો અભ્યાસ કર્યો હોવા છતાં પણ બેરોજગાર હોય છે. ઘણા લોકો સારા ટકા પણ મેળવે છે તે છતાં તેમને યોગ્ય જોબ નથી મળતી, પરંતુ આજનો સમય બદલાયો છે અને આજના સમયમાં પ્રાઇવેટ કંપનીઓ નોકરીઓ અભ્યાસ નહિ પરંતુ ટેલેન્ટના દમ પર આપતી હોય છે.

ત્યારે હાલ એવું જ એક 14 વર્ષના છોકરા સાથે થયું. જેની ઉંમર હજુ ભણવાની છે, પરંતુ તેનામાં એવું ટેલેન્ટ છે કે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક એવા એલોન મસ્કે તેને પોતાની કંપનીમાં નોકરી પર રાખી લીધો છે. હવે આ ખબર લોકોને પણ હેરાન કરી રહી છે કે 14 વર્ષના આ ટેણીયામાં એવું તો શું હતું કે એલોન મસ્કે તેને નોકરી પર રાખી લીધો ?

આ 14 વર્ષનો છોકરો છે કેરન કાઝી. જેને એલોન મસ્કની કંપની સ્પેસએક્સમાં ફુલ ટાઈમ સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી મળી છે. 14 વર્ષની કેરન કાઝીએ હાલમાં જ અમેરિકાના કેલિફોર્નિયાની સાન્ટા ક્લેરા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. કેરન કાઝી સાન્ટા ક્લેરા યુનિવર્સિટી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગની સ્નાતક છે. તે સૌથી યુવા સોફ્ટવેર એન્જિનિયર તરીકે સ્પેસએક્સમાં જોડાવા માટે વોશિંગ્ટન જશે.

તેને માત્ર નવ વર્ષની ઉંમરે,લાસ પોસિટાસ કોમ્યુનિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો.કેરન કાઝી લાસ પોસિટાસ ખાતે STEM ટ્યુટર પણ હતો અને ટ્યુટરિંગ સ્ટાફના સૌથી વધુ ઇચ્છિત સભ્યોમાંના એક હતા. કેરન કાઝીએ ઉચ્ચતમ વિશિષ્ટતા સાથે એસોસિયેટ ઓફ સાયન્સ (ગણિત) ડિગ્રી મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kairan Quazi (@thepythonkairan)

ઇન્ટેલ લેબ્સમાં ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ રિસર્ચ લેબના ડિરેક્ટર લામા નાચમેન સાથે જનરેટિવ AI પર કામ કરીને, તેની કારકિર્દીનો માર્ગ બદલી નાખ્યો. કેરન કાઝીને ફોર્ચ્યુન 100 ટેક્નોલોજી કંપનીમાં બહુ-વર્ષીય સહકાર અને સાયબર ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપમાં સમર ઇન્ટર્નશિપ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો અનુભવ છે.

Niraj Patel