આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 14 નવેમ્બર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
સ્વાસ્થ્ય પ્રત્યે આજે થોડી સાવધાની રાખવાની જરૂરત છે કોઈ જૂની સમસ્યા તમને આજે પરેશાન કરશે. તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે બને એટલા લોકોને મળવું પડે તો આજે મુલાકાત કરી લેજો. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. જો આજનો દિવસ તમારે સુધારવો હોય તો તમારે આજે વર્ષો થી જે મિત્ર તમારી સાથે નથી બોલતો તેને મનાવી લેવાનો છે અને જૂની વાતો યાદ કરીને આનંદ ઉઠાવવાનો સમય છે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
વેપાર વધારવા માટે તમને અમુક ખાસ લોકોની મદદ મળશે. કોઈને આપેલ પૈસા પરત મળી શકે છે. ધાર્મિક સ્થળની મુલાકાત કરી શકો. સંતાનની પ્રગતિથી તમને ગર્વ થશે. સંબંધોમાં આજે વધારે વિચારવા જેવું નથી. તમારા ફાયદા માટે કોઈનો ઉપયોગ કરવો એ હિતાવહ નથી. તમારી બોલચાલ અને વર્તન પર કાબુ રાખો. દેવ પૂજા, મંત્ર આરાધના અને યોગથી મનની શાંતિ મેળવી શકશો. નોકરી શોધતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે. નોકરી બદલવા માટે પણ સારા ઓપ્શન મળશે. વિદ્યાર્થી મિત્રોને આજે સીનીયર મિત્ર તરફથી સારી ટીપ્સ મળશે. વેપારીઓને ભાગીદાર સાથે વાદ વિવાદ થઇ શકે છે. કોઈપણની વાતમાં આવીને ઉતાવળે નિર્ણય કરવો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : કાળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારે કોઈ અજાણ્યાને મદદ કરવાનું બની શકે છે પણ તેમની સાથે એટલા પણ સંબંધ ના બનાવો કે ભવિષ્યમાં તમે તેમને કોઈ કામ માટે ના કહી શકો નહિ. કોઈપણ સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા તમારા વડીલો કે પછી ઉપરી અધિકારીની મદદ કે સલાહ સુચન લેવાનું રાખજો. આજે તમારે લાંબા સમય માટે પૈસા રોકવા માટે સારો સમય છે. આજે તમારી દરેક વસ્તુઓને સાચવીને રાખો ક્યાંક મુસાફરી કરવાનું પ્લાનિંગ હોય તો સામાનનું વિશેષ ધ્યાન રાખજો. તમારી નાનકડી બેદરકારી તમને મોટું નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. નોકરી કરતા મિત્રોને એક્સ્ટ્રા ઇન્કમ મળશે. વેપારી મિત્રોને પણ આર્થિક લાભ થવાની સંભાવના છે. કોઈ મિત્ર અને નજીકના સંબંધીને લીધે આજે પરિવારમાં તણાવનું સર્જન થશે. માતાનું સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડી પરેશાની ભરેલો હશે. આજનું કામ આજે જ પૂર્ણ કરો, આવતીકાલ પર ભરોસો રાખવો નહિ. મકાન, જમીન, પ્લોટ દરેક સંબંધિત કાર્ય પૂર્ણ કરવા માટે આજે સારો દિવસ છે. બેંકનું કામ અને ટેક્સ સંબંધિત કામમાં પુરતું ધ્યાન આપી શકશો. દિવસની શરૂઆત સામાન્ય હશે પણ પછી ચિંતાઓ વધતી જશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો
5. સિંહ – મ,ટ (Lio):
આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે મિત્રો તરફથી તમને પુરતો સહયોગ મળશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો. આજનો દિવસ મિશ્ર પરિણામ વાળો રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : વાદળી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી
7. તુલા – ર,ત (Libra):
આજ સવારથી તમને પૈસા કમાવવા માટેના સારા સંકેત મળશે. જો કોઈ જગ્યાએ પૈસા રોકવા માંગો છો તો તમે સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો જેથી ભવિષ્યમાં તમને યોગ્ય વળતર મળી રહે. આજે તમને તામ્ર જીવનસાથી તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈ સારો પ્રસંગ લેવાય એવું વાતાવરણ બનશે. આજે ઘરમાં કોઈની તબિયત બગડવાના યોગ છે નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખજો. જો તમારા પરિવારમાં કોઈના જીવનમાં કોઈ પરેશાની હોય તો એમની મદદ કરો અને તેમની તકલીફ ઓછી કરી ખુશ કરી શકો છો. દરરોજના પ્રમાણે આજનો દિવસ નોર્મલ રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
નવું વાહન ખરીદી શકો છો, તમારી અને પરિવારની સુખ સુવિધા પાછળ ખર્ચ થશે. આજે તમારે બજેટમાં રહીને ખર્ચ કરવાની જરૂરત છે. પારિવારિક સ્થિતિ ચિંતાજનક રહેશે. ગ્રહોની ખરાબ સ્થિતિને કારણે તણાવ વધશે. પરણિત મિત્રોને આજે અનેક સરપ્રાઈઝ મળવાની છે. આજે કોઈપણ સાથે વાત કરતા ધીરજ અને શાંતિ રાખવી. આજે ઘૂંટણમાં તકલીફ અને સાંધામાં દુખાવો થઇ શકે છે. સવારે નિયમિત કસરત કરવી અને ખાવા પીવામાં ધ્યાન આપવું જરૂરી છે. શેર માર્કેટમાં લાંબા સમય સુધી પૈસા રોકવા માટે સારો દિવસ છે. આર્થિક પરીસ્થિતિ મજબુત રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. ઓફિસમાં જો કોઈ મુશ્કેલ કામ આવશે તો તમારા સહકર્મચારી તમને મદદ કરશે. તેમનો આભાર માનવો ભૂલશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે. આજે સામાજિક કામોમાં થોડા વ્યસ્ત રહેશો જેના કારણે સાંજે થાક વધુ લાગશે અને માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો
10. મકર – જ, ખ (Capricorn):
આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

નોકરી-ધંધો – જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.