ખબર

ગુજરાતમાં આજે કોરોના ફાટ્યો: 2021માં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા અને…

ગુજરાતમાં કોવિડનું સંક્રમણનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યું છે. ત્યારે આજે આપણા સ્ટેટમાં ટોટલ 810 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 586 દર્દીઓ સાજા થયા છે. સાથે જ આજે બે વ્યક્તિનું અવસાન થયું છે. જો કે, અત્યાર સુધીમાં ટોટલ 2,69,361 દર્દીઓએ વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.82 થઇ ચુક્યો છે.

નવા કેસો વિશે જાણીએ તો અમદાવાદમાં 165 કેસ અને એકનું વ્યક્તિનું મૃત્યુ થયું છે.બાકી ખેડામાં નવા 17 કેસ અને આજે એકનું મોત થયું છે. સુરતમાં 241, વડોદરામાં 117, રાજકોટમાં 70 કેસ, ભાવનગરમાં 29, જામનગરમાં 6 કેસ, જૂનાગઢમાં 5, ગાંધીનગરમાં ૧૬, મહેસાણામાં 18, પંચમહાલમાં 17 કેસ, આણંદ – મોરબીમાં 13 – 13, દાહોદ – પાટણમાં 10 – 10 કેસ, સાબરકાંઠામાં 9, ભરૂચમાં 8, કચ્છમાં 7 કેસ, છોટાઉદેપુરમાં 6, અમરેલી – ગીરસોમનાથમાં 5 – 5 કેસ, મહિસાગર – નવસારીમાં 5 – 5, બનાસકાંઠામાં 3 કેસ, વલસાડમાં 3, દ્વારકા – નર્મદામાં 2 – 2 કેસ, અરવલ્લી, સુરેન્દ્રનગર, તાપીમાં એક એક કેસ નોંધાયા છે.

હવે વાત કરીએ રસીકરણની તો આજે 57,914 વ્યક્તિઓનું રસીકરણ આપવામાં આવી છે. હાલ સુધીમાં કુલ 19,77,802 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,00,635 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 42,849 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. સારી વાત એ છે કે ગુજરાતમા એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

તમને જણાવી દઈએ કે આજે 2021માં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે