અજબગજબ ખબર

હિન્દ મહાસાગરમાં મળ્યો 14 પગ વાળો વંદો, તસવીરો જોઈને તમને પણ વિશ્વાસ નહીં થાય

દરિયામાંથી અવાર નવાર વિચિત્ર જીવો મળતા હોય છે જેનો જોઈને શોધકર્તાઓથી લઈને સામાન્ય લોકો પણ આશ્ચર્યમાં પડી જતા હોય છે, આ દરમિયાન હિન્દ મહાસાગરમાંથી એવો જ એક વંદો (કોક્રોચ) મળી આવ્યો છે, જેને 14 પગ છે અને તેનો આકાર પણ ખુબ જ મોટો છે.

Image Source

આ દરિયાઈ વંદાને સિંગાપુરના એક શોધકર્તાએ પકડ્યો છે. જેને 14 પગ છે. સામાન્ય તરીતે વંદાને 6 પગ હોય છે. હિન્દ મહાસાગરમાંથી પહેલીવાર આવી પ્રજાતિ મળી આવી છે. જેના કારણે તેને જોઈને સૌ કોઈ હેરાન છે.

Image Source

આ કોક્રોચ નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપુરના પીટર એનજી અને તેમના સહયોગીને રિસર્ચ દરમિયાન મળ્યો છે. અજીબો ગરીબ બનાવટ વાળા આ કોક્રોચની ઓળખ એક નવી પ્રજાતિના રૂપમાં કરવામાં આવી છે. આ પ્રજાતિનું બાયોલોજીકલ નામ “બાથિંઓમસ રક્સસા” રાખવામાં આવ્યું છે. જોકે આ કોક્રોચનો ડીપ સી કોક્રોચ અથવા જાયન્ટ સી કોક્રોચ પણ કહેવામાં આવે છે. આ કોક્રોચ સમુદ્રના ઊંડા ભાગમાં રહે છે.

Image Source

આ કોક્રોચ વર્ષ 2018માં ઇન્ડોનેશિયાના પશ્ચિમી જાવામાં બૈનટેનના તટ પાસે જોવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ક્યારેય જોવામાં નથી આવ્યો, આને હાલમાં તે પાછો જોવા મળ્યો છે.

Image Source

નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપોરની રિસર્ચ ટીમે ઇન્ડોનેશિયાના વેસ્ટ જાવા તટના ઊંડા સમુદ્રની અંદર 14 દિવસનું એક અભિનયન શરૂ કર્યું હતું, આ અભિયાનમાં ટિમ દ્વારા 12000થી પણ વધારે સમુદ્રી જીવી પકડવામાં અવાય હતા. જની અંદર આ કોકોર્ચ પણ મળી આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.