જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 14 જાન્યુઆરી : મકરસંક્રાંતિ આ 7 રાશિના જીવનમાં લઈને આવશે નવીન બદલાવ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મકરસંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકોના મનમાં આજના દિવસે બધા માટે પ્રેમ આવશે. આજના દિવસે તમે કામ ઓછા સમયમાં પૂરું કરી શકો છો. ઘરમાં કોઈ સરકારી કામને લઈને વાતચિત પ્રબળતાથી થશે. આજના દિવસે તમારું મન ઘરમાં નહીં લાગે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે તમને સૂકુન મળશે. અને તમારું પ્રિય વ્યક્તિ તમારા દિલની નજીક આવશે. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીં તો તબિયત ખરાબ થઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): મકરસંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકોના પરિવારમાં કોઈ ધાર્મિક કામ થશે. જીવનસાથી તરફથી માનસિક તણાવ જોવા મળશે. આજે તે ઘણા ગુસ્સામાં જોવા મળશે. આજે કોઈ વાતને લઈને ગુસ્સો સાતમાં આસમાને હશે. આજના દિવસે તમને ઘણો ખર્ચ થશે. ખરીદી કરવા જવું તમારું મજબૂરી હશે. પરિવારમાં ખુશીઓ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં ખુશ રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મકરસંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકોએ સંતુલન રાખવું પડશે. આજના દિવસે ગૃહસ્થ જીવનને લઈને ઘણા સજાગ રહેશો. આજના દિવસે કોઈ તકલીફ ચાલી રહી હોય તો તેમાંથી છુટકારો મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં ખુશ રહેશે. આજના દિવસે તેના પ્રિય વ્યક્તિના દિલની વાત જાણવાની કોશિશ કરશે. કામને લઈને આજના દિવસે તમારે થોડું ટ્રાવેલિંગ કરવું પડી શકે છે. ખર્ચ પર ધ્યાન રાખવાની જરૂર છે.

4. કર્ક – ડ, હ (Cancer): મકરસંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકો માટે થોડો કમજોર છે. આજના દિવસે બહુ જ ધ્યાનથી કામ કરો. આજના દિવસે તમે આળસ દૂર કરીને કામ કરશો તો સારું રહેશે. આજના દિવસે લગ્નની વાત થતા મન ખુશ થશે. અંગત જીવનને લઈને દીવસ થોડો કમજોર રહેશે. કોઈ પણ સંબંધમાં વાદ-વિવાદને મહત્વ ના આપો.પરણિત લોકો માટે આજનો દિવસ સારો વીતશે. પ્રેમી પંખીડાઓ કોઈ વાતને લઈને મૂંઝવણ અનુભવશે.

5. સિંહ – મ, ટ (Leo): મકરસંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકોને જીવનમાં લક્ષ્યો હાંસલ કરવું ખૂબ જ સરળ છે. આજે તમારી સાથે પણ આવું થશે. ખાસ ઉદેશ્ય માટે આજનો આખો દિવસ લાગશે સાંજ સુધીમાં સફળતા મળશે. કામને લઈને દિવસ મૂંઝવણ ભર્યો રહેશે. યોગ્ય સમયે યોગ્ય કામ કરવું તમને થોડું મુશ્કેલ લાગશે, . અંગત જીવન આજે તમને ખુશીઓ સાથે આગળ વધવાની પ્રેરણા આપશે. તમારા ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): મકરસંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકો માટે મુસાફરી કરવી સારી નથી તેથી ટાળવાની કોશિશ કરો. આમ છતાં પણ તમારે કોઈ જગ્યાએ જવાનું થાય તો સામાનનું લિસ્ટ રાખો કારણકે આજના દિવસ સામાન ખોવાઈ શકે છે. માનસિક તણાવ દૂર થશે. આજે તમે ઘણા મજબૂત અને આત્મબળથી પરિપૂર્ણ નજરે આવશે. આજના દિવસે કામમાં સફળતા મળશે. અંગત જીવન માટે દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra):  આ રાશિના મકરસંક્રાંતિનો દિવસ ખૂબ સારો તો ના કહી શકાય પરંતુ સાંજ સુધીમાં સ્થિતિ એકદમ ઠીક થઈ જશે. આજે માનસિક દબાણ રહેશે અને તમે કામનું દબાણ પણ રહેશે. આ કારણે તમારે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરવી પડશે. કયું કામ પહેલા થવું જોઈએ પછીનું કામ કયારે થવું જોઈએ. તેના પર ધ્યાન આપવું પડશે. હળવા ખર્ચ થશે. પરિવારમાં સંપત્તિને લઈને કોઈ વિવાદ ઉભો થઈ શકે છે. વૈવાહિક જીવનની પરિસ્થિતિઓ ખૂબ સારી રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): મકરસંક્રાંતિનો દિવસે આ રાશિના જાતકોને સંપત્તિને લગતી બાબતો આજે તમારું ધ્યાન આકર્ષિત કરશે તેમાં સફળતા મળશે. નોકરીમાં સારા કામ કરવા બદલ તમારું સન્માન થઈ શકે છે. તમે આજે અંગત જીવનને લઈને ખૂબ જ હતાશ થઈ શકો છો. ખર્ચમાં વધારો થશે પરંતુ આજે એક વસ્તુ તમને ખુબ ખુશી આપે છે. તે છે તમારા પિતા પાસેથી કંઈક કામ શીખવા મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): મકરસંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકો માટે સારો રહેશે. તહેવારના કારણે આજે તમે ખુશી અનુભવશો. આજના દીવસે ક્યાંય પણ રોકાણ કરવાનું ટાળો નહીં તો પૈસાનો વેડફાઈ શકે છે. વધારે પૈસાના ચક્કરમાં પરિવારની ઉપેક્ષા કરવી નુકસાનકારક રહેશે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજે તમને ભાગ્યનો સાથ મળશે. સમાજમાં કોઈ એવું કામ કરવાથી સફળતા મળશે જેનાથી તમને નામ મળશે. અંગત જીવનને લઈને આજે તમે સંતુષ્ટ નજરે આવશો.

10. મકર – જ, ખ (Capricorn): મકરસંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકોને સંતાનને લઈને થોડી સમસ્યા આવી શકે છે. આજના દિવસે કોઈ સાથે એવો ઝઘડો થઇ શકે છે જેનાથી તમને પરેશાની થશે. આજે ઘરમાં સાફ-સફાઈ પર ધ્યાન આપો. આજના દિવસે ઘરની ચીજવસ્તુનો સામાન ખરીદશો. આવકને લઈને સ્થિતિ સારી રહેશે જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે ધાર્મિક ગતિવિધિઓમાં શામેલ થવાનું મન થશે. કામને લઈને સ્થિતિ સારી રહેશે

11. કુંભ – ગ, શ, સ (Aquarius): મકરસંક્રાંતિનો દિવસે આ રાશિના જાતકો તેના માતા-પિતા સંબંધિત કોઈ વાત તમારું ધ્યાન આકર્ષણ કરશે. આજના દિવસે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આજના દિવસે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આજે કામને લઈને તમારો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે કરેલી મહેનત સફળ. થશે આજે કામને લઈને સરાહના સાંભળવા મળશે. આજે એવા લોકો પણ તારીફ કરશે જેની તમે ક્યારે પણ ઉમ્મીદ ના રાખી હોય. ગૃહસ્થ જીવનમાં શાંતિ રહેશે. અંગત જીવનમાં આજના દિવસે ખુશીના સમાચાર મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મકરસંક્રાંતિના દિવસે ભાવુકતામાં આવીને કોઈ નિર્ણય લેવાથી નુકસાન થઇ શકે છે. આજના દિવસે સાવધાનીથી કોઈ કામ હાથમાં લો. રોકાણને લઈને દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કોશિશ કરો કે કોઈ રોકાણ ના કરો. આજે તમને આવક વધારવાની તક મળી શકે છે જેને હાથથી જવા ના દો. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજે તમારા ટ્રાન્સફરના યોગ બની શકે છે.