આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 14 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
વધુ વજન વાળા મિત્રોને આજે થોડી તકલીફ થશે. બહારનું ખાવાનું અને તીખું તળેલું ખાવાનું આજે ઇગ્નોર કરજો. જો તમે વજન ઘટાડવા માટે આજથી પ્રયત્ન કરશો તો તમને સફળતા જરૂર મળશે. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો.

બની શકે તો આજે પ્રયત્ન કરો કે બહારની અને વધારાની નાહકની વાતોમાં ધ્યાન આપો નહિ. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
વધુ વજન વાળા મિત્રોને આજે થોડી તકલીફ થશે. બહારનું ખાવાનું અને તીખું તળેલું ખાવાનું આજે ઇગ્નોર કરજો. જો તમે વજન ઘટાડવા માટે આજથી પ્રયત્ન કરશો તો તમને સફળતા જરૂર મળશે. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. બની શકે તો આજે પ્રયત્ન કરો કે બહારની અને વધારાની નાહકની વાતોમાં ધ્યાન આપો નહિ. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે તમારે માનસિક અને શારીરિક રીતે મજબુત થવાની જરૂરત છે. આજે મહત્વના નિર્ણય લેવાનો અવસર આવશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. ઘરની કિમતી વસ્તુઓ અને મહત્વના કાગળ સાચવીને રાખવા, તમારી આસપાસ ચોરી થવાની સંભાવના છે. લગ્ન કરવા માંગતા મિત્રોની મુલાકાત આજે ખાસ લોકો સાથે થશે. આજે જીવનસાથીની તબિયત બગડી શકે છે. પેટમાં થતા નાના મોટા દુખાવાને ઇગ્નોર કરશો નહિ. વિદ્યાર્થીઓને મનપસંદ પરિણામ મળશે. આજે ભવિષ્ય માટે બચત કરવા માંગતા હોવ તો કોઈ સારી અને લાંબા ગાળાની સ્કીમમાં પૈસા રોકો. નિષ્ણાત અને અનુભવી મિત્રોની સલાહ લેજો.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ, હ (Cancer):
આજે કોઈપણ સાથે વાત કરો તો તમારા વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. આજે તમારા વર્તનના કારણે તમારો સૌથી નજીકનો મિત્રો તમારાથી દુઃખી થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો. આજે શરીરમાં નાની મોટી તકલીફ પણ થવાના ચાન્સ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ, ટ (Lio):
જો તમે કોઈ શારીરક કે માનસિક તકલીફથી પસાર થઇ રહ્યા છો તો તમારે આજથી યોગ અને આસન કરવાની જરૂર છે એનાથી તમારા મનને શાંતિ મળશે. આજે રોકાણ કરવા માટેની કોઈપણ તક તમારી સામે આવે તો તેને બે વાર ચકાસી લેજો પછી જ એમાં રોકાણ કરજો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે જુના મિત્રો સાથે મુલાકાત પણ થઇ શકે છે જેનાથી તમે આજે ખુબ ખુશ રહેશો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજનો દિવસ તમારા માટે ખુશીનો દિવસ છે પરિવાર અને જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે ઓફિસમાં અનેક નવા કામ તમારા હાથમાં આવશે. તમે ધારેલું કામ આજે પૂર્ણ કરી શકશો. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી

7. તુલા – ર, ત (Libra):
તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
બીજાને મદદરૂપ થવાની તમારી ટેવ આજે તમને અનેક ફાયદો અપાવશે. ઘણા સમય પહેલા કરેલા કામનું વળતર આજે તમને મળવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):
આજે કોઈ બહારના લોકોના ઝઘડામાં તમારે પડવાનું નથી. ક્યાંક બહારના ઝઘડા તમારા ઘરમાં ના આવી જાય એની તકેદારી રાખજો. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે કોઈની પર આંધળો વિશ્વાસ મુકવો એ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. લોટરી, શેર અને કોમોડિટીથી નુકશાન થઇ શકે છે. પરિવારમાં સમય થોડો સંઘર્ષ વાળો રહેશે. આજે માતાની તબિયત બગડી શકે છે. દાંપત્યજીવન વિષે જણાવીએ તો તમારી બંનેની વચ્ચે સારી સમજદારી હશે. એકબીજાના સહકારથી સારો સમય પસાર કરી શકશો. વિદેશ જવા માંગતા મિત્રોની મુલાકાત આજે યોગ્ય અને નિષ્ણાત વ્યક્તિ સાથે થશે. વિદેશમાં કામ કરતા મિત્રોને ધનલાભ થશે. આજે નોકરી અને વેપારને લીધે લાંબી મુસાફરી કરવાના યોગ છે. જરૂરી કાગળ અને વસ્તુઓ સાચવીને રાખવા. આજે કામના થાકને લીધે માનસિક તણાવમાં વધારો થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસામાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.

કૌટુંબિક-પારિવારિક – વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.