આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 14 ડિસેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજનો દિવસ તમારા માટે ખુશીનો દિવસ છે પરિવાર અને જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે ઓફિસમાં અનેક નવા કામ તમારા હાથમાં આવશે. તમે ધારેલું કામ આજે પૂર્ણ કરી શકશો. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
બીજાને મદદરૂપ થવાની તમારી ટેવ આજે તમને અનેક ફાયદો અપાવશે. ઘણા સમય પહેલા કરેલા કામનું વળતર આજે તમને મળવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer):
જો તમે તમારું ભવિષ્ય બનાવવા માંગો છો તો સૌથી પહેલા તમારા જે પણ અંગત મિત્રો અને સ્નેહીજનો સાથે સંબંધ બગડી ગયા છે તેમને સામેથી બોલાવો, જો માફી માંગવી પડે તો માફી પણ માંગી લેવી. આજે પૈસા રોકાણ કરવા માટેની એક સુંદર તક આવશે તમારી પાસે તો વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લઈને તેમાં રોકાણ કરો. બહુ પહેલા કરેલા રોકાણનું આજે તમને સારું એવું વળતર મળશે. તમારા જીવનસાથી તરફથી પણ તમને પુરતો સહયોગ મળશે. આજનો દિવસ રોજ કરતા વિશેષ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):
તમારી માટે દરેક દિશામાંથી આજે સારા સમાચાર આવવાના છે. તમારા સંતાનો પર આજે તમને ગર્વ થશે. તમારી દરેક ખુશીમાં તમારા પરિવારજનો અને મિત્રોને સામેલ કરો. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : નારંગી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
જે પણ મિત્રો પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેઓની આજે મુલાકાત તેમના પ્રિયપાત્ર સાથે થશે. તમારે આજ સવારે માતા પિતાના આશીર્વાદ લઈને નીકળવાનું છે. આજે ઓફિસમાં તમારે વધારાનું કામ પણ કરવું પડશે. તમારી મહેનત તો વધુ થશે પણ તેનો ફાયદો તમને જરૂર દેખાશે. આજે તમારું કામ તમને લોકોની ભીડમાં અલગ તારવીને બતાવશે. આજનો દિવસ તમારા માટે સૌથી યોગ્ય સમય છે લાંબાગાળાના રોકાણ કરવા માટેનો. આજે તમારા વડીલો અને અનુભવી મિત્રોની સલાહ લઈને જ રોકાણ કરો. સાંજનો સમય મિત્રો સાથે પસાર કરો તમારો માનસિક થાક હળવો થઇ જશે.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી

7. તુલા – ર,ત (Libra):
નોકરી અને ઘરની જવાબદારીમાંથી આજે થોડો સમય કાઢીને તમારો શોખ જે બહુ પહેલા છૂટી ગયો છે એ આજે ફરી જાગૃત કરો. આજે તમારી છુપાયેલી કળા લોકો સમક્ષ આવશે જેના લીધે ઘણા લોકો તમારી વાહ વાહ કરશે. આજનો દિવસ આનંદમાં વ્યતીત કરો. જે મિત્રો લાંબા સમયથી પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમને આજે છોકરી / છોકરો જોવા જવાનો યોગ છે. આજે દિવસના અંતે આખા દિવસનો થાક તમને માથાનો દુખાવો આપશે. પણ આજના દિવસની ખુશીના કારણે તમે દરેક દર્દ ભૂલી જશો. આજનો થોડો સમય બાળકો સાથે વિતાવો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજથી વજન ઉતારવા માંગતા મિત્રોએ શરૂઆત કરવી હોય તો સારો અને યોગ્ય દિવસ છે. તમારે બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ. આજે તબિયત બગડવાના યોગ બની રહ્યા છે. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે રોજ કરતા સામાન્ય દિવસ રહેશે. પૈસા રોકવા માટેની અનેક તક આવશે તમારી સામે પણ કોઈપણ નિર્ણય કરતા પહેલા તેમાંથી ભવિષ્યમાં કેટલું નુકશાન અને ફાયદો થવાનો છે તેની પુરતી ચકાસણી કરજો. આજે બહુ પહેલા કરેલી કોઈ ભૂલ તમારી સામે આવશે. તેની અસર તમારા વર્તમાન જીવન પર પડશે. તમારા મિત્રોની સલાહ અને મદદથી તેમાંથી તમે આસાનીથી બહાર આવી જશો. આજે તમારા જીવનસાથી અને પરિવારજનો તરફથી પુરતો સહયોગ મળશે. દિવસનો અંત શાંત સંગીત સાંભળીને કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn):
આજે કોઈપણ પ્રકારની મુસાફરી કરવાનો વારો આવે તો તેને હમણાં ઇગ્નોર કરજો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. બહારનું ખાવામાં અને તીખું તળેલું ખાવામાં પણ કંટ્રોલ રાખજો. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે બહુ મોટી ખુશખબરી તમારી માટે રાહ જોઈ રહી છે જેના લીધે ઘરમાં તહેવાર જેવું વાતાવરણ રહેશે. આજે બહુ નાહકનો અને વધારાનો ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. આજે પરિવારમાં દરેક સભ્ય તમારા દરેક કામની સરાહના કરશે. તમારો આખો દિવસ આજે ખુશનુમા જશે. જીવનસાથીનો અદ્ભુત અને ના જોયેલો સ્વભાવ આજે તમને જોવા મળશે. આજની સાંજ પરિવાર અને બાળકો સાથે શાંતિથી વિતાવો, જૂની અને ના ગમતી વાતો પરિવાર સમક્ષ કરશો જ નહિ. આજની રાત તમને તમારા લગ્નજીવનની પહેલી રાત જેવી બની રહેશે.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે પૈસાની સારી એવી આવક થશે પણ પૈસાની આવક સાથે તમારો ખર્ચ પણ વધશે. ઘરની જરૂરીયાત વાળી વસ્તુઓ અને બાળકોને આનંદ થાય તેની પાછળ ખર્ચ વધશે. કોઈપણ નકામી વસ્તુ પાછળ વધુ ખર્ચ કરતા નહિ. તમારે આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવાનો છે. ક્યાંક તમારો ઉતાવળે લીધેલો નિર્ણય તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના નાખી દે તેનું ધ્યાન રાખજો. આજે ઘરમાં થોડું તણાવવાળું વાતાવરણ રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.

કૌટુંબિક-પારિવારિક – વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here