જ્યોતિષ શાસ્ત્ર

14 ઓગસ્ટ 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

1. મેષ – અ,લ,ઈ (Aries):
ધનલાભ માટે આજનો દિવસ યોગ્ય છે. કોઈ મિત્રને આપેલ પૈસા આજે પરત મળશે. નવા મિત્રો બનાવશો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. આજે સ્વાસ્થ્ય વિષે ખાસ તકેદારી રાખવાની છે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
જો તમે સફળ થવા માંગો છો તો તમારે તમારા જુના વિચારો છોડીને પરિવર્તન અપનાવવાની જરૂર છે. આજે કોઈપણ મહત્વનો નિર્ણય કરો તો તમારે તમારી લાગણીઓને વચ્ચે નથી લાવવાની. ઓફિસમાં તમારા કામની સરાહના થશે. આજે રોકાણ કરવા માટે યોગ્ય દિવસ છે તો કોઈપણ લલચાવનારી સ્કીમથી દૂર રહેવું. આજનો દિવસ મહિલાઓ માટે થોડો ભારે રહેશે. તબિયત બગડી જવાના યોગ છે તો યોગ્ય આરામ અને યોગ્ય દવાઓથી શરીરની માવજત કરો. સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : કાળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી પડશે નહિ. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે. થોડા સમય પહેલા શેર માર્કેટમાં રોકેલા પૈસાથી તમને આજે ધનલાભ થશે. નોકરી કરતા મિત્રોના જીવનમાં આજે પરિવર્તન આવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમે જેટલું કામ ધાર્યું છે એટલું પૂરું કરવા માટે સવારથી જ મહેનત કરો તમારા કામ માં ઘણા ઈર્ષાળુ વ્યક્તિઓ અડચણ બનશે પણ તેમને ધ્યાનમાં ના લેતા તમારું દરેક કામ ઈમાનદારીથી પૂરું કરો. આજે તમારા મિત્રો જે મુશ્કેલીમાં હોય તેની મદદ અચૂક કરજો. એ જ મિત્ર તમને તમારા મુશ્કેલીના સમયમાં સાથ આપશે. આજે સવારે ઘરેથી માતા પિતાના આશીર્વાદ લેવાનું ચુકતા નહિ તમારા દરેક કામ આસાનીથી પૂર્ણ થશે. અએ સાંજના સમયે પરિવાર સાથે વિતાવો તેઓ તમારી મૂંઝવણનો રસ્તો બતાવી શકશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
5. સિંહ – મ,ટ (Lio):
વેપારી મિત્રોને પોતાનો વેપાર વધારવા માટે અમુક લોકોની મદદની જરૂરત પડશે. આજે નાના વેપારી મિત્રોને માટે સારો દિવસ છે, કોઈપણ નવા કામની આજે શરૂઆત કરી શકશો. નોકરી કરતા મિત્રોને ઓફિસમાં બોલચાલ થઇ શકે છે. કોઈપણની વાત પર જલદી ભરોસો કરવો નહિ. કોઈપણ મુશ્કેલી આવી જાય તમારા જીવનસાથી સાથેના સંબંધો બગાડશો નહિ એક એ જ એવી વ્યક્તિ છે જે આજે તમને સાથ આપશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
સવારથી મન થોડું વ્યથિત જણાશે. બપોર સુધીમાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઓફિસમાં નાની નાની વાતે ગુસ્સે થવાનું ટાળજો નહિ તો કોઈ મહત્વના કામમાં સુધારો કરવા જતા એ કામ બગડી જશે. આજે તમને તમારા પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે, આજે ભવિષ્યમાં ઘણો ફાયદો થાય તેવી રોકાણ કરવાની સ્કીમ તમારી સામે આવશે. ઉપરી અધિકારી અને વડીલોની સલાહથી આગળ વધો. દિવસનો અંત આજે ખુબ સુખદ હશે. તમારા જીવનસાથી સાથે આજે પ્રેમભરી વાતો કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી
7. તુલા – ર,ત (Libra):
પ્રેમીઓ માટે આજનો દિવસ એકબીજાને વધુ સારી રીતે ઓળખવા માટે યોગ્ય દિવસ છે. આજે જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો. આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. ટૂંકી ધાર્મિક મુસાફરી બની શકે છે. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. આજે દરેક નિર્ણય તમારા વડીલો અને જીવનસાથીની સલાહ લઈને જ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
પરિવાર અને સમાજમાં આજે તમારું માન અને સન્માન થશે. આજે તમારી મુલાકાત એ કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે થશે. જે મિત્રોના લગ્નજીવનમાં કોઈ મતભેદ ચાલી રહ્યા છે તો તેનો અંત આવશે. આજે એક અનોખી તાજગી અને આત્મવિશ્વાસની અનુભૂતિ તમે તમારી અંદર કરી શકશો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી બદલવા માંગતા વ્યક્તિઓ માટે આજનો સમય સૌથી બેસ્ટ છે. આજે પૈસા ઇન્વેસ્ટ કરવા માંગો છો તો સોના ચાંદી અને મકાન જમીનમાં પૈસા રોકી શકો છો. આજે મિત્રો અને પરિવાર તરફથી તમને સહકાર મળશે. ઘરમાં સારા સમાચાર આવવાના યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
10. મકર – જ, ખ (Capricorn):
જે મિત્રો લગ્ન કરવા માંગે છે તેમની માટે આજનો દિવસ સારો છે. પ્રેમીઓ માટે પણ આજનો દિવસ યોગ્ય છે એકબીજા સાથે જીવનભર રહેવાનું વચન આપી શકશો. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારા ધારેલા કામમાં તમને સફળતા મળતા તમે ખુશ હશો. જે મિત્રો પ્રોફેશનલ કંપનીમાં જોબ કરી રહ્યા છે તેમની માટે પ્રમોશન કે પગાર વધારાના યોગ છે. વેપારી મિત્રોને આજે સારી ઇન્કમ થશે પણ આવક વધવાની સાથે આજે ખર્ચમાં પણ વધારો થશે. ના વિચારેલ કામમાં આજે તમારા પૈસા ખર્ચાશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે નવું ઘર કે નવી જગ્યા ખરીદવાનું બની શકે છે. આજે પરિવારમાં કોઈ નાની વાતે મતભેદ થઇ શકે છે. આજે જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. આજે તમારે કોઈપણ જાણીતા કે અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા સમયે તમારી વાણી અને વર્તન પર કાબુ કરવાની જરૂરત છે. તમારા ભવિષ્યના કોઈપણ પ્લાનની વાત આજે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સિવાય કોઈની સાથે કરતા નહિ. વેપારી મિત્રો માટે પણ આજનો સમય ઉત્તમ છે. તમારા કોમ્પીટીશનમાં રહેલ વેપારી એ તમારા કામમાં અડચણ ઉભી થશે પણ તમે તેમાંથી સરળતાથી બહાર આવી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
તમારા અટકેલા પૈસા આજે તમને પરત મળશે. નવી જગ્યાએ બિઝનેસ કરવા અને નવી સ્કીમમાં પૈસા રોકવા માટેનો સારો દિવસ છે. પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઇન્કમ વધવાની સાથે ખર્ચ પણ વધશે નાહકની અને બિનજરૂરી વસ્તુઓ પાછળ સમય અને પૈસા વેડફશો નહિ. પરણિત મિત્રો માટે આજનો દિવસ સંન્ય રહેશે. તમારા જીવનસાથીને તેમના કામમાં સફળતા મળશે. તેમની ખુશીમાં તમારો આખો પરિવાર ખુશ હશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે બહુ ખાસ દિવસ છે તેમણે દરેક નાનામાં નાની વાત પર ધ્યાન આપવાનું છે. જે મિત્રો ભણવા માટે વિદેશ જવા ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.