ખબર

ચીની મોબાઈલ કંપની વિવોનું ભોપાળું છતું થયું, એવો કાંડ કરી દીધો કે પોલીસ ફરિયાદ થઇ ગઈ

આજે મોબાઈલ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે, મોટાભાગે હવે લોકો સ્માર્ટ ફોન વાપરવા લાગી ગયા છે. મોબાઈલની પણ એક આઈડી હોય છે તેને આપણે આઇએમઇઆઇ એટલે કે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્યુપમેન્ટ આઇડેન્ટી તરીકે ઓળખીએ છીએ, કોઈપણ કંપની એક મોબાઈલને એક જ ઇએમઆઇ નંબર આપતી હોય છે પરંતુ નવાઈની વાત એ છે કે દેશભરના 13 હજાર 500 મોબાઈલની અંદર એક જ ઇએમઈઆઇ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અને આજ મામલે ચાઈનીઝ કામની વિવો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ મેરઠ મેડિકલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, પોલીસ આ બાબતે પોતાની તપાસ પણ શરૂ કરી દીધી છે.

Image Source

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જયારે અપર પોલીસ મહાનિર્દેશક મેરઠના કાર્યાલયમાં ફરજ બજાવનાર આશારામ પાસે વિવો કંપનીનો મોબાઈલ હતો અને તેની સ્ક્રીન તૂટી જવા ઉપર તેમને 24 સપ્ટેમ્બર 2019માં મેરઠ દિલ્હી રોડ ઉપર આવેલા વિવો સર્વિસ સેન્ટર ઉપર આપ્યો હતો. મોબાઈલની બેટરી, સ્ક્રીન અને એફએમ બદલી અને તેમને સર્વિસ સેન્ટર દ્વારા ફોન આપી દેવામાં આવ્યો પરંતુ થોડા દિવસ બાદ ડિસ્પ્લે ઉપર એરર આવવાનું શરૂ થઇ ગયું.

Image Source

આ બાબતે સાઇબર ક્રાઇમ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા અને તપાસમાં સામે આવ્યું કે જયારે આશારામે મોબાઈલ ખરીદ્યો હતો તે બોક્સ અને મોબાઈલમાં રહેલી આઇએમઇઆઇ નંબર મેચ નથી થતા. સર્વિસ સેન્ટરમાં આ બાબતે જાણ કરવામાં આવી ત્યારે તેમના તરફથી જણાવવાં આવ્યું કે આઇએમઇઆઇ બદલવામાં નથી આવ્યો.

Image Source

આ મોબાઈલની અંદર જિઓ કંપનીનું સિમ કાર્ડ હતું તેના કારણે સાઇબર સેલ દ્વારા આઇએમઇઆઇ ટેલિકોમ કામનો પાસેથી ડેટાની માંગણી કરી,  ત્યાંથી રિપોર્ટમાં આવ્યું કે 24 સપ્ટેમ્બર 2019ની સવારે 11થી 11:30 વાગ્યા સુધી દેશના અલગ અલગ રાજ્યોમાં 13557 મોબાઈલમાં આજ ઇએમઈઆઇ રન કરી રહ્યું છે.

Image Source

સાયબર સેલ દ્વારા આ બાબતે વિવો ઇન્ડિયા નોડેલ અધિકારીને 91સીઆરપીસી દ્વારા નોટિસ આપવામાં આવી છે. નોટિસના જવાબમાં પણ લોકીસ સંતુષ્ટ નથી થઈ.  તે એ નથી જણાવી રહ્યા કે ટ્રાયના ક્યાં નિયમ અનુસાર એક કરતા વધારે મોબાઈલની અંદર એક જ આઇએમઇઆઇ સક્રિય છે. સાયબર સેલ દ્વારા એમ માનવામાં આવ્યું છે કે આ ટ્રાયના નિયમોનું ઉલ્લંઘન છે અને મોબાઈલ કંપનીની લાપરવાહી છે.

Image Source

આ મામલો સુરક્ષાને લઈને પણ ખતરો પેદા કરી શકે છે કારણ કે એ આઇએમઇઆઇ વાળા નંબર દ્વારા જ ગુન્હો કરવામાં આવ્યો તો પોલીસ અપરાધીને પકડી પણ નહિ શકે. આ મામલે કેસ દર્જ કરાવવામાં આવ્યો છે. કંપની સાથે વાત કરવામાં આવશે કે આ કેવી રીતે બન્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.