પોતાના બાળકને સ્વિમિંગ પુલમાં મોકલતા પહેલા ચેતજો, રાજકોટમાં પરિવારે ગુમાવ્યો એકનો એક દીકરો, પરિવારમાં છવાયો માતમ

દરકે વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું બાળક પ્રતિભાશાળી બને, તે ખુબ જ ટેલેન્ટેડ હોય, તે બીજા બાળકોની જેમ સ્વિમિંગ, કરાટે અને સ્પૉર્ટ્સમાં એક્ટિવ હોય. પરંતુ ઘણીવાર માતા પિતાનું આવું પ્રેશર બાળકો માટે જોખમ કારક પણ બની શકે છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 13 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે.

આ બાબતે મળી રહેલા માહિતી અનુસાર નિકેશભાઈ વિઠલાણી તેમના પરિવાર અને મિત્ર સાથે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે ફરવા માટે ગયા હતા. જ્યાં નિકેશભાઈનો 13 વર્ષનો પુત્ર મૌર્ય અને તેમાં મિત્ર ચંદ્રેશ ભાઈના બંને પુત્રો સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે ગયા હતા.

બાળકોને તરત ના આવડતું હોય તેમને ટ્યુબના સહારે સ્વિમિંગ પુલમાં જંપલાવ્યું હતું. પરંતુ આકસ્મિક રીતે મૌર્યના હાથમાંથી ટ્યુબની પકડ છૂટી જતા તે પાણીમાં ડૂબી ગયો હતો. તેના પરિવારજનો તાબડતોબ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવારના એકના એક દીકરાના આમ અચાનક નિધન થવાના કારણે પરિવાર માથે પણ દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો,  વિઠલાણી પરિવાર દીકરાના મોતથી આઘાતમાં સરી પડ્યો છે. હાલ લોધીકા પોલીસે મૃતદેહનો પોસ્ટમોટર્મ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel