13 વર્ષની બહાદુર દીકરીએ નદીમાં ડૂબી રહેલા ત્રણ બાળકોને બચાવી લીધા, પરંતુ ચોથા બાળકને બચાવવાના ચક્કરમાં ચાલ્યો ગયો જીવ

નદી કે કેનાલની અંદર ઘણા લોકોના ડૂબી જવાના કારણે મોત થતા હોવાની ખબરો સામે આવતી રહે છે, ત્યારે આવી જ એક ખબર હાલ સામે આવી છે જેમાં 5 બાળકો નદીની અંદર ફુલરિયા વિસર્જન માટે ગયા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તે ડૂબી ગયા, જેમાંથી 2 બાળકોના મોત થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં નાના નાના પાંચ બાળકીઓ 23 ઓગસ્ટના રોજ પાર્વતી નદીની અંદર ફુલરિયા વિસર્જન કરવા માટે ગયા હતા. જેમાંથી બે બાળકીઓના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઇ ગયા હતા. બંને બાળકીઓના શબને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેની સૂચના મનિયા પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે.

આ દુર્ઘટનામાં સૌથી મહત્વની વાત એ હતી કે સૌથી મોટી બાળકી 13 વર્ષીય અનુષ્કાએ ત્રણ બાળકીઓને જીવનદાન આપ્યું પરંતુ તેની કાકાની દીકરી છવિને બચાવવા જતા તે પોતે પણ પાણીમાં સમાઈ ગઈ અને જેમાં અનુષ્કા અને છવિનું પણ મોત થયું. બાળકીઓના મોતના કારણે આખા ગામની અંદર શોકનો માહોલ ફરી વાળ્યો છે.

Niraj Patel