Rajkot Rape With Murder Case : હાલમાં જ રાજકોટમાં 13 વર્ષિય એક સગીરાની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હોવાનો મામલો ઘણો ચર્ચામાં છે, ત્યારે હવે આ કેસના આરોપીની પોલિસે ધરપકડ કરી લીધી છે. આરોપી સગીરાના પરિવારથી પરિચિત અને તેમના ઘરે આવતો જતો હોવાનું સામે આવતા પરિવાર તો આઘાતમાં છે. પોલીસ તપાસ અનુસાર, આરોપી જયદીપ પરમાર લાકડા વીણવા ગયેલી સગીરાને જોઇ કારખાનામાં પહોંચ્યો અને સગીરા સાથે દુષ્કર્મ બાદ પોતાનું પાપ છુપાવવા લોખંડના સળિયા વડે તેની હત્યા કરી.
આ ઉપરાંત તે સગીરાના પરિવાર સાથે મળી તેને શોધવા માટે નાટક પણ કરી રહ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં જ્યારે સગીરાનો પરિચિત જ હત્યારો નીકળતાં તેમને ઘેરો આઘાત લાગ્યો હતો. આ મામલે હાલ પોલીસે વધુ વિગતો માટે તપાસ હાથ ધરી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે સગીરાના ઘરે આવતો જતો હતો. જ્યારે સગીરા ગુમ થઈ તે દિવસે તે બંધ કારખાનામાં લાકડા વીણવા ગઈ હતી અને આ જોઇ આરોપી કારખાનામાં પહોંચી ગયો અને સગીરા પર દુષ્કર્મ આચર્યુ. જે બાદ તેણે સગીરાની હત્યા કરી નાખી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો. 27 જૂને પીડિતા અને મૃતક ગુમ થઈ હતી અને 29 જૂને તેનો મૃતદેહ મળી આવ્યા બાદ ચકચારી મચી ગઇ. આ કેસમાં ત્રણ દિવસની સઘન તપાસ બાદ પોલીસે એક શખ્સની ધરપકડ કરી અને તેણે કબૂવ્યુ કે તેણે સગીરાને ફોસલાવી તેના પર પહેલા દુષ્કર્મ આચર્યુ અને પછી પકડાઈ જવાના ડરથી તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે સગીરા પર દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યા બાદ તે સગીરાના પરિવાર સાથે તેને શોધવા નીકળ્યો હતો.
જયદીપ ઉર્ફે જયુ પરમારને પોલીસે બાતમીને આધારે દબોચ્યો હતો. 27 જૂને સગીરાના પરિવારે આજીડેમ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દીકરીની ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને 29 જૂને રાત્રે અમૂલ ઈન્ડસ્ટ્રીઝના વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો. સગીરા પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના આ કેસને ઉકેલવા માટે પોલીસ કમિશનરે SITની રચના કરી. આ મામલે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યુ કે સગીરા ગુમ થઈ ત્યારથી પોલીસ ફરિયાદ કરવા સુધી સગીરાના પરિવારજનો સાથે રહેલો જયદીપ ઉર્ફે જયુ કે જે સગીરાના કાકાનો મિત્ર હતો તે ગાયબ હતો.
જેના કારણે આ હત્યા પાછળ જયદીપ જવાબદાર હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ. તે બાદ પોલીસે શંકાના આધારે મોબાઇલ લોકેશન અને બાતમીદારોનું નેટવર્ક ઉભું કરી આરોપી રીક્ષાચાલક જયદીપને પકડ્યો. જયદીપના પકડાતા જ આ કેસનો પર્દાફાશ થયો અને તેણે પોતે દુષ્કર્મ અને હત્યાની કબુલાત પણ કરી.