SURAT MINOR GIRL RAPED : ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં તો પીડિતા સગીર વયની પણ હોય છે. ત્યારે હાલમાં સુરતના કુંભારીયા ખાતે રહેતી એક 13 વર્ષની બાળકીને યુવક લગ્નની લાલચ આપી અને તેનું અપહરણ કરી તેને ભગાડી લિંબાયતમાં આવેલા તેના રૂમ પર લઈ ગયો અને ત્યાં તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો.

આ મામલે પોલિસ ફરિયાદ નોંધાતા લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી મુજબ કુંભારીયા ખાતે રહેતી 13 વર્ષીય બાળકીના માતા-પિતા ન હોવાથી તે તેના દૂરના મામાના ઘરે રહેતી હતી અને ત્રણેક દિવસ પહેલા તેના ગૂમ થયાની જાણ પરિવારને થતા તેમણે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે સુરતના લીંબાયતનો ઈકબાલ બાબુખાન તૈલી બાળકીનું અપહરણ કરી તેને ભગાડી ગયો હતો અને તેને લીંબાયત ખાતે તેના રૂમ પર લઇ જઇ લગ્નની લાલચ આપી ત્યાં ત્યાં તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જ્યારે પરિવાર રૂમ પર પહોંચ્યો ત્યારે બાળકી રૂમમાં એકલી હતી. બાળકીએ પોતાની આપવીતી જણાવતા જ પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આને આધારે પોલોસે ઈકબાલ સામે પોકસો અને બળાત્કારનો ગુનો નોંધ્યો અને તેની ધરપકડ કરી.

પોલિસ અધિકારી અનુસાર, પીડિત બાળકી તેના મામા સાથે રહેતી હતી અને તેના ગુમ થયા બાદ પરિવાર ચિંતાતુર થતા તેમને જાણ થઈ કે છેલ્લા કેટલાક સમયથી તે એક યુવકના સંપર્કમાં હતી. જે બાદ ફરિયાદીએ ભાણીની શોધખોળ કરી તો તે મળી મળી આવી. તે બાદ પીડિતાએ તેના મામાને જણાવ્યું કે તેની સાથે અપહરણકર્તાએ દુષ્કર્મ આચર્યું છે.