અજબગજબ

માત્ર 13 વર્ષની ઉંમરમાં જ બાપ બન્યો હતો આ છોકરો પરંતુ DNA ટેસ્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

DNA ટેસ્ટ રિપોર્ટ જોઈને ઉડી ગયા બધાના હોંશ

વાત બ્રિટેનની વર્ષ 2009 ની છે. બ્રિટેનમાં રહેનારો ‘એલ્ફી’ નામનો છોકરો માત્ર 13 વર્ષની ઉંમરમાં જ પિતા બની ગયો હતો.જ્યારે આ ખબર લોકોની સામે આવી તો દરેક કોઈ તેને જાણીને હેરાન જ રહી ગયા હતા. 13 વર્ષના એલ્ફીની 15 વર્ષની પ્રેમિકા સેન્ટલે એક દીકરીને જન્મ આપ્યો હતો.

Image Source

રિપોર્ટ અનુસાર ઇસ્ટ એસ્કેસના ઇસ્ટબોર્નમાં રહેનારા 12 વર્ષનો એલ્ફી સ્કૂલમાં ભણી રહ્યો હતો ત્યારે તેની મુલાકાત 14 વર્ષની સેન્ટ્લ સાથે થઇ હતી અને બંનેને એકબીજા સાથે પ્રેમ પણ થઇ ગયો અને 13 વર્ષની ઉંમરમાં તે એક દીકરીનો બાપ પણ બની ગયો હતો,જેનું નામ ‘મૈસી’ રાખ્યું હતું.

Image Source

એલ્ફીની એક તસ્વીર જેમાં તે પોતાની બાળકીને હાથમાં પકડીને બેઠેલો છે, તે સમયમાં ખુબ ચર્ચાનો વિષય બની હતી.વર્ષ 2009 માં સેન્ટલે ત્રણ કિલોની હેલ્દી બાળકીને જન્મ આપ્યો હતો,ત્યારે એલ્ફિએ કહ્યું કે તેની દીકરી પોતાના કરતા પણ મોટી દેખાય છે.એલ્ફીની ઉંમર નાની છે છતાં પણ તે પોતાનું આખું જીવન પોતાની દીકરીની સાથે વિતાવવા માટે તૈયાર છે.

Image Source

સેન્ટલ પણ પોતાની બાળકી અને એલ્ફી સાથે બે વર્ષ સુધી રહી હતી પછી અચાનક જ સેન્ટલ એલ્ફિને દગો આપીને કોઈ અન્યની સાથે લગ્ન કરી લીધા.પોતાની પ્રેમિકાના દગાથી એલ્ફિને ઊંડો આઘાત લાગ્યો કે તે નશાની લતમાં પડી ગયો.આ સિવાય આટલી નાની ઉંમરમાં આવી ખરાબ આદતને લીધે તે જેલ પણ જઈ ચુક્યો છે.

Image Source

આ સિવાય જયારે એલ્ફિને જાણ થઇ કે તેની પ્રેમિકા ગર્ભવતી છે તો પોતાની પ્રેમિકાને સપોર્ટ કરતા કહ્યું કે તે આ બાળકીને જન્મ આપશે, અને પોતાની પ્રેમિકાને કહ્યું કે તે એક પિતાની જવાબદારી લેશે.એલ્ફિને પણ એ વાતની બિલકુલ પણ ચિંતા ન હતી કે લોકો શું કહેશે.

Image Source

જો કે એલ્ફીના અનુસાર આટલી નાની ઉંમરમાં એલ્ફિએ પોતાની પ્રેમિકા સાથે માત્ર એક જ વાર સંબંધ બનાવ્યા હતા.એલ્ફિને લાગ્યું કે આ બાળક ક્યાંક બીજાનું તો નથી ને?એવામાં સેન્ટલના પણ ચાલ્યા જાવાથી એલ્ફિને લાગવા લાગ્યું કે આ બાળકીના પિતા પોતે નહિ પણ બીજું કોઈક જ છે.

Image Source

એવામાં એલ્ફિની માં નિકોલાએ જયારે તેનું ડીએનએ ટેસ્ટ કરાવડાવ્યું તો જાણ થઇ કે જેને એલ્ફી પોતાનું બાળક સમજી રહ્યો હતો, વાસ્તવમાં તે કોઈક બીજાનું છે.રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી ટેલર બેકર નામનો છોકરો સામે આવ્યો જે બાળકીના જન્મના સમયે પણ 13 વર્ષનો હતો. તેમણે કહ્યું કે તેણે પહેલી વાર સેન્ટલે સાથે સંબંધ બનાવ્યા હતા અને તે તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી.ટેલરે જણાવ્યું કે સેન્ટલના ઘણા યુવકો સાથે શારીરિક સંબંધ હતા.

Image Source

ચાર વર્ષ પહેલા 18 વર્ષે એલ્ફિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સેન્ટલની સાથે સંબંધ બનાવવા તેની સૌથી મોટી ભૂલ હતી, આ નાની એવી ભૂલને લીધે તેને ઘણું બધું સહન કરવું પડ્યું હતું અને તેને પોતાનો સ્કૂલનો અભ્યાસ પણ છોડવો પડ્યો હતો.તે સમયે બ્રિટેનના પીએમને પણ આ બાબત વિશે પોતાનું મંતવ્ય આપવું પડ્યું હતું અને દરેક માતા-પિતાને પણ આ બાબત વિશેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી હતી.