દેશભરમાં લોકડાઉન લાગુ છે ત્યારે આ લોકડાઉનમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પ્રસાશન જાણે ઊંઘતું ઝડપાયું, અને જેલના તાળાં તોડીને 13 કેદીઓ ફરાર થઇ ગયા હતા, અને પછી સમગ્ર તંત્ર દોડતું થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના તાલુકાની સબ જેલમાંથી રાતો રાત એકસાથે 13 કેદીઓ ફરાર થઇ જતા લોકડાઉનના કડક અમલના દાવા પોકળ સાબિત થયા છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સબ જેલમાંથી ગુરૂવારે મોડી રાત્રે 13 કેદી ભાગી જતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કેદીઓ ભાગી જતા દાહોદ જિલ્લા પોલીસ વડા લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો દેવગઢ બારિયા સબ જેલ ખાતે પહોંચી ગયો હતો અને કેદીઓ કેવી રીતે ભાગ્યા છે, તે અંગે તપાસ હાથ ધરી છે. આ 13 કેદીઓ બે બેરકમાંથી ત્રણ તાળા તોડી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

13 કેદીઓ ફરાર થઇ જતા સમગ્ર જિલ્લા તેમજ રાજ્યમાં નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા પણ 7 ફેબ્રુઆરણના રોજ જેલમાંથી 2 કેદીઓ ફરાર થઇ ગયા હતા જે પૈકી એક કેદીને ઝડપી પાડવામાં આવ્યો હતો, અને એક કેદી ફરર હતો અને હવે આ બીજા 13 કેદીઓ ફરાર થઇ જતા તંત્ર અને પોલીસ પ્રસાશનની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.