જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: 13 જૂનથી 19 જૂન, આ સપ્તાહમાં 4 રાશિનો છે વિદેશ યોગ, 5 રાશિના જાતકોને મળશે શુભ સમાચાર

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશીના જાતકોને આ અઠવાડિયે સફળતાનાં નવા દ્વાર ખુલશે, બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારી મળશે. શેર બજારથી જોડાયેલા લોકોને લાભ થશે.  કેરિયર અને ધંધામાં મિત્રનો પૂરો સહયોગ મળશે. કોઈ પણ તકલીફને દૂર કરી શકશો. નોકરી બદલવાનો વિચાર કરતા લોકો માટે આ અઠવાડિયે બીજી નોકરીના સારા યોગ છે. આ અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોએ આ અઠવાડીયે ક્યાંય પ્રવાસ પર જવાના યોગ બની શકે છે. યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય અને સામાન બંનેનું ધ્યાન રાખો. નોકરી કરતા લોકો પર કામનું ભારણ વધુ રહેશે. કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા વિચારો. કોઈ મિત્રની મદદથી તમારા પરિવારજનો પ્રેમ સંબંધ પર મહોર મારી શકે છે. અઠવાડિયાના મધ્યમાં સારા લોકો સાથે મુલાકાત થશે. યુવા વર્ગને નવી યોજના પર કામ કરવાનો મોકો મળશે. અઠવાડિયાના અંતમાં સુખ-સુવિધાથી જોડાયેલી વસ્તુ પર ખર્ચ થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોનું આ અઠવાડિયું સારું અને ખરાબ પણ રહેશે.  અઠવાડીયાની શરૂઆત તમારા માટે સારી રહેશે, પણ અઠવાડિયાના અંતમાં કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. આ અઠવાડિયું તમે તમારા પરિવારજનો સાથે ખુશીથી વિતાવશો. આ અઠવાડિયે વિદેશથી આવકના યોગ બની રહ્યા છે. પ્રેમ જીવન અને લગ્નજીવનમાં મધુરતા રહેશે. તમારા પાર્ટનરની વાતો ધ્યાનથી સાંભળ્યોમ જેના દ્વારા જીવનમાં આવેલી મુશ્કેલીઓનો અંત આવી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું કરિયર અને કારોબારને લઈને સારું રહેશે. શેરબજાર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળવાની આશંકા છે. કોઈ સારા માંગલિક કામને લઈને પરિવારજનો સાથે લાંબા અંતરના પ્રવાસ પર જવું પડી શકે છે. આ પ્રવાસ તમારા માટે ખુબ જ લાભદાયક રહશે. આ સમગ્ર અઠવાડિયું થોડું ભાગદોડ ભરેલું રહેશ. પરંતુ અઠવાડિયાના અંતમાં તમને શારીરિક અને માનસિક રાહતનો અનુભવ થશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ આઠવાડિયે પ્રેમ સંબંધોમાં મધુરતા લાવવા માટે સારો દિવસ છે. પરણિત લોકો પણ પોતાની યાત્રા દરમિયાન સાથે સારો સમય વિતાવશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોને આ અઠવાડિયે કોઈ તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે તમને સારો લાભ અને સફળતા મળવાનો યોગ છે. ધંધામાં સમજી વિચારીને રોકાણ કરો. નોકરી કરતા લોકોની કામની કદર થશે. અઠવાડિયાના મધ્યમાં પ્રેમ-સંબંધોમાં થોડી સાવધાની રાખવાની જરૂરત છે. પરિવારજનોની ભાવનાના નજર અંદાજ બિલકુલ ના કરો. આ અઠવાડિયે જીવનસાથીની સલાહથી આગળ વધી શકો છો. અઠવાડીયાના અંતમાં નિર્ણયમાં મોડું થઇ શકે છે. વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં થોડો આર્થિક લાભ થશે. પરંતુ તેના કારણે તમારે મહેનત કરવાની છોડવાની નથી. આખું અઠવાડિયું જેટલી વધારે મહેનત કરશો તેટલો સારો લાભ મેળવી શકશો. આકસ્મિક લાભના યોગ બની શકે છે. આ દરમિયાન ક્યાંક પ્રવાસ પર જવું પડી શકે છે. કામને સમયસર કરવાથી આર્થિક ક્ષેત્રમાં ફાયદો થશે. ધાર્મિક કામમાં રુચિ વધશે. પરિવારજનો સાથે સમય વિતાવવાનો મોકો મળશે. સંતાનપક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી આ અઠવાડિયે સારો સાથ આપશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકએ આ અઠવાડિયે ભાગ્ય ઉપર બેસવાના બદલે પોતાના શ્રમથી જ સફળતા પ્રાપ્તિના પ્રયાસ કરવાનો રહેશે. આ અઠવાડિયે કામમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. શેર બજાર અને સટ્ટા સાથે જોડાયેલા લોકોને ધન હાનિના યોગ બની રહે છે. અઠવાડિયાના અંતમાં જીવનસાથીનો વ્યવહાર ખરાબ થઇ શકે છે. જેના કારણે પોતાની વાણી ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. મહિલાઓ માટે સમય યોગ્ય છે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આ અઠવાડિયાનો સમય સારો છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખુશીઓ લઈને આવશે. કામને લઈને મન પ્રસન્ન રહેશે.  આ અઠવાડિયે કોઈ મિત્ર અને પરિવારજનો સાથે લાંબા સમય બાદ મુલાકાત થશે જેના કારણે પણ આ અઠવાડિયે ખુશી મેળવી શકશો. લાંબા સમયથી ચાલી રહેલી મિત્રતા આ અઠવાડિયે પ્રેમમાં પરિણમી શકે છે. આ અઠવાડીયે કામના કારણે યાત્રામાં જવું પડી શકે છે. આ યાત્રા લાભદાયક રહેશે. આ અઠવાડિયે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડું સાચવીની ચાલવું પડશે. વિરોધીઓ આ આઠવાડિયે તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો સમજી વિચારીને આ નિર્ણય લો. કારણ કે આ અઠવાડિયે નવી નોકરીના કોઈ યોગ નથી. જમીન સંબંધિત કામમાં લાભ મળશે. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને પરિવારજનો સાથે વિવાદ થઇ શકે છે. આ દરમિયાન માતા-પિતાની જરૂરિયાત પર ધ્યાન આપો. તેમની આપેલી સલાહ જીવનમાં ખુબ જ કામ લાગશે. પ્રેમી પંખીડાઓ પાર્ટનરની ભાવનાઓને નજર અંદાજ ના કરો.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોએ આ અઠવાડિયા દરમિયાન થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે. અઠવાડિયાની શરૂઆત તમે વધુ વ્યસ્ત રહેશો. જેના કારણે પરિવારને પણ સમય નહિ આપી શકો. કામકાજને લઈને લાંબા અથવા ટૂંકા પ્રવાસ પર જઈ શકો છો. અઠવાડીયાના મધ્યમાં કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થશે. જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના વડીલોની સલાહથી આર્થિક ક્ષેત્રમાં તકલીફ દૂર થશે. સંતાનથી તરફથી તકલીફ મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આ અઠવાડિયે સફળતા મળવાના યોગ બની રહ્યા છે. નોકરી અને ધંધામાં સફળતા મળી શકે છે. આ અઠવાડિયે અચાનક જ ક્યાંકથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. વિદેશ સાથે જોડાયેલા વેપારીઓને ધંધામાં સારો લાભ થશે. અઠવાડિયાના અંતમાં તમને શાંતિનો અનુભવ થશે. તમારી પાસે બચેલો સમય તમારા પરિવારજનો પાસે વિતાવો, તેમને પણ ઘણા સમયથી તમારી જરૂરિયાત છે. થઇ શકે તો અઠવાડિયાના અંતમાં બહાર જવાનું આયોજન કરો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો આ અઠવાડિયે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. વધુ કામકાજને લઈને સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખો. ભાગ્યનો સિતારો મજબૂત હોવાથી કોઈ નવા કામનો આરંભ કરી શકશો. આ અઠવાડિયે કોઈ મોટા લોકોનું માર્ગદર્શન મળી શકે છે.  નોકરી કરતા લોકોને આ અઠવાડિયે વરિષ્ઠ અધિકારીઓને ગુસ્સો સહન કરવો પડી શકે છે. સંતાનના ભણતરને લઈને ચિંતિત થઇ શકો છો.