13 જુલાઈ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે રેગ્યુલર ઇન્કમ કરતા વધારાની ઇન્કમ કમાવવા માટે સારા રસ્તાઓ ખુલશે. આજે તમારા ઓપોઝિટ જેન્ડરથી તમને ધનલાભ થશે. પરિવારના સુખ અને સુવિધાઓ માટે લોન લઇ શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત ખાસ કરીને માતા પિતાની તબિયત બગડી શકે છે. આજે લગ્નજીવનને સૌથી સારું બનાવી શકશો. પતિ પત્ની એકબીજાની સાથે મળીને આજે પરિવારના અમુક મહત્વના નિર્ણય લઇ શકશો. આજે નોકરી કરતા મિત્રોને તેમના નસીબનો સારો સાથ મળશે. વિદ્યાર્થી મિત્રો તેમની સાથે કોમ્પિટિશનમાં રહેલા વિદ્યાર્થી કરતા સારો દેખાવ કરી શકશે. વેપારી મિત્રો નવા વેપારની શરૂઆત કરવા માંગતા હોય તો તેમની માટે આજનો દિવસ સારો છે. આર્થિક ઉન્નતી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ટ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
મિત્રોએ આજે ખુબ સાવધાની પૂર્વક કામ કરવાનું છે કોઈપણ પ્રકારની ચીટીંગ કરવાની નથી નહીતો આજે તમારું બનતું કામ બગડી શકે છે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. ટૂંકી ધાર્મિક મુસાફરી બની શકે છે. આજે ધનલાભ પણ થઇ શકે છે પણ પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો જ.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
પૈસા લેવડ દેવડનું કોઈ જોખમ લેવું નહિ. આજે ઉતાવળે કોઈપણ નિર્ણય લેવાનો નથી. આજે મહત્વના લોકો સાથે મુલાકાત થશે. આજે તમારી નજીકના લોકો તમારી મદદ માંગશે તો કોઈપણ સંકોચ રાખ્યા વગર જો થઇ શકે તો મદદ કરજો. આજે જીવનસાથી સાથે કોઈ વાતે તકરાર થઇ શકે છે. આજે દિવસના અંતે તામારા સંબંધો મજબુત થઇ જશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. આજે સ્વાસ્થ્ય તમને સામાન્ય લાગશે પણ નિયમિત ડોક્ટરની મુલાકત કરવી અને ચેકઅપ કરાવવું. નોકરી કરતા મિત્રો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે કોઈની વાતથી તમને ખોટું લાગી શકે છે, તેમની વાતોને પોઝીટીવ લઈને તમારા કામમાં બદલાવ કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ
4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારા પ્રિયપાત્ર સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):
એક્સ્ટ્રા ઇન્કામ માટેના સોર્સ મળશે પણ કોઈપણ જાણકારી કે અનુભવ વગર ઉતાવળે કોઈપણ કામ કરવું નહિ. આજે અમુક મિત્રો તમને ગેરમાર્ગે કે પછી શોર્ટકટ અપનાવવા માટે કહેશે પણ તમારે આજે તમારી સમજદારીથી કામ કરવાનું છે. આજે પરણિત મિત્રોના જીવનની સમસ્યા દૂર થઇ જશે. તમારા જીવનસાથી સાથે આજે વાત કરતા તકેદારી રાખવી. ગુસ્સો કરતા વ્યક્તિઓએ પોતાના સ્વભાવમાં થોડી નરમાશ લાવવાની જરૂરત છે. સોફ્ટવેર અને ટેકનોલોજી સાથે જોડાયેલ મિત્રોને ફાયદો થશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. જમીન અને મકાન લે વેચ માં તકેદારી રાખવી.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
જો આજે સવારથી જ તમારું મન વિચલિત છે અને બહુ જ ગુસ્સો આવી રહ્યો હોય તો ઘરેથી નીકળતા પહેલા મંદિરે માથું નમાવીને જજો. તમારા બાળકો આજે તમારી મદદ માંગશે. આજે જે પણ મિત્રો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટ કરતા પહેલા ભવિષ્યમાં થનારા લાભ અને નુકશાન વિષે વિચારી લેવું જોઈએ. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
7. તુલા – ર,ત (Libra):
આજે તમારા જુના મિત્રો તરફથી તમને સપોર્ટ મળશે જેનાથી તમે આજે તમારી આવકમાં વધારો કરી શકશો. પ્રેમીઓનો ખર્ચ આજે વધી શકે છે.. જીવનસાથી તરફથી આજે તમને ભેટ મળી શકશે, આજનો દિવસ પરિણીત મિત્રો માટે મહત્વનો રહેશે. સંતાન સંબંધિત કોઈ નિણર્ય લેવાનો રહેશે. પ્રોપર્ટીના કામ સાથે જોડાયેલ મિત્રોને આજે રોજ કરતા વધુ મહેનત રહેશે પણ તેનાથી ભવિષ્યમાં તમને નાણાકીય લાભ મળશે. આજે માનસિક શાંતિ અને ખુશી પ્રાપ્ત થશે. પરિવારમાં સારા પ્રસંગ બનવાના દિવસો હવે આવશે. નોકરી કરતા મિત્રોને આજે સારી ઓફર આવશે. જે વિદ્યાર્થી મિત્રો ભણવા માટે વિદેશ જવા માંગે છે તેમની માટે સારા સમાચાર આવશે. પરીક્ષાનું રીઝલ્ટ પોઝીટીવ આવવાથી પરિવારમાં બધા ખુશ હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
જેમનું પણ બેઠા બેઠા કામ કરવાની નોકરી છે તેમણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાનું છે. આજનો દિવસ તમારે કોઈ જરૂરિયાત વાળા લોકોની મદદ કરવાની છે. જે મિત્રો ઘણી કોશિશ કરવા છતાં પણ પૈસા બચાવી શકતા નથી તેમણે પોતાના ઘરમાં તિજોરીમાં માતા લક્ષ્મીના નાના ફોટો સાથે એક અરીસો મુકવાનો છે. આમ કરવાથી ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે વધારે પડતો શ્રમ કરવાનું ટાળો વધારે વજન ઉચકવા વાળા કામ કરવાનું ટાળો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી
10. મકર – જ, ખ (Capricorn):
આજે તમે જો શરમમાં રહેશો તો એ તમને નુકશાનકારક છે માટે કોઈપણ વાત કે વસ્તુમાં શરમ કે સંકોચ રાખશો નહિ. વધારે પડતું બિન્દાસપણું તમને તમારા પરિવારજનોથી દૂર લઇ જશે માટે તેઓને પણ હંમેશા સાથે રાખો આજે કોઈપણ પૈસાના વ્યવહારમાં તમારા વડીલો અને મોટેરાઓની સલાહ લેશો તો સારું રહેશે. કોઈપણ પગલું ઉતાવળમાં ભરસો નહિ. તમારે થોડું ધ્યાન તમારા લગ્નજીવન પર આપવાની જરૂરત છે તો બહારના લોકો અને મિત્રોના કામમાંથી થોડો સમય તમારા જીવનસાથીને આપો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે ધાર્મિક પ્રસંગ તરફ જુકાવ વધારે હશે, મનની શાંતિ માટે આજે પરિવાર સાથે મંદિરની મુલાકાત જરૂર લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સપોર્ટ મળશે જેનાથી તમે તમારી દરેક મુશ્કેલીઓ સુલઝાવી શકશો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખજો. આજે ઘરે રહીને કામ કરતા લોકો માટે ફાયદાકારક દિવસ છે. વેપારી મિત્રોને આજે ભાગીદારીમાં સારો ફાયદો મળશે. જો તમે એકલા વેપાર કરવા માટે વિચારી રહ્યા છો તો આજે સારો દિવસ છે. વિદ્યાર્થી મિત્રો માટે આજે થોડી મુસીબત આવશે, મિત્રોની મદદથી તમને સરળ રસ્તો મળશે. માતા પિતાને આજે તમારા સાથની જરૂરત છે. તમારી સમજદારીથી ઘરમાં શાંતિ બની રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે ખાવા પીવાની બાબતમાં તમારે ઘણી કેર કરવાની જરૂરત છે. વધારે પડતું તીખું અને તળેલું ખાવાનું ઇગ્નોર કરો. સંબંધોના વહેણમાં એટલા પણ ના વહી જશો કે ત્યાંથી પાછું આવવું મુશ્કેલ થઇ જાય. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. દિવસનો અંત પરિવાર સાથે વિતાવો. મગજ પર વધુ દબાણને કારણે તમને માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here