આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 13 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
સ્વાસ્થ્ય પ્રત્યે આજે થોડી સાવધાની રાખવાની જરૂરત છે કોઈ જૂની સમસ્યા તમને આજે પરેશાન કરશે. તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે બને એટલા લોકોને મળવું પડે તો આજે મુલાકાત કરી લેજો. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. જો આજનો દિવસ તમારે સુધારવો હોય તો તમારે આજે વર્ષો થી જે મિત્ર તમારી સાથે નથી બોલતો તેને મનાવી લેવાનો છે અને જૂની વાતો યાદ કરીને આનંદ ઉઠાવવાનો સમય છે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે તમારે કોઈ અજાણ્યાને મદદ કરવાનું બની શકે છે પણ તેમની સાથે એટલા પણ સંબંધ ના બનાવો કે ભવિષ્યમાં તમે તેમને કોઈ કામ માટે ના કહી શકો નહિ. કોઈપણ સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા તમારા વડીલો કે પછી ઉપરી અધિકારીની મદદ કે સલાહ સુચન લેવાનું રાખજો. આજે તમારે લાંબા સમય માટે પૈસા રોકવા માટે સારો સમય છે. આજે તમારી દરેક વસ્તુઓને સાચવીને રાખો ક્યાંક મુસાફરી કરવાનું પ્લાનિંગ હોય તો સામાનનું વિશેષ ધ્યાન રાખજો. તમારી નાનકડી બેદરકારી તમને મોટું નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ, હ (Cancer):
આવકમાં વધારો થશે. મિત્રો દ્વારા નવું કામ કે નવી નોકરી માટે ઓફર મળશે. આજે પ્રેમી મિત્રો કોઈ મનપસંદ વ્યક્તિને પ્રેમ પ્રસ્તાવ આપવા માંગતા હોય તો આજે સારો દિવસ છે. જવાબ પોઝીટીવ મળશે. આજે તમને મહત્વના પ્રોજેક્ટમાં સફળતા મળશે. વેપારી મિત્રોને વિદેશથી ધનલાભ થવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો છે, ટીચર અને વિદ્યાર્થીમિત્રોની મદદથી દરેક સવાલના જવાબ મળી શકશે. સ્વાસ્થ્યને લઈને બેદરકાર બનવું નહિ, કોઈ ગંભીર સમસ્યા ઉભી થઇ શકે છે. વેપારી મિત્રોને કોઈ કાયદાકીય મુદ્દો ચાલી રહ્યો છે તો તેમને આજે થોડી મુશ્કેલી આવી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ, ટ (Lio):
શેર માર્કેટમાંથી આજે સારા પૈસા બનાવી શકશો. આજે લોટરી કે શરતી સ્કીમથી દૂર રહો. આજે પરિવારમાં બધાની વચ્ચે થોડી તણાવ ભરી પરીસ્થિતિ ઉભી થશે.આજે માતા, સંતાન અથવા જીવનસાથીની તબિયત નરમગરમ રહેશે. આજે તમારા પ્રેમ સંબંધોમાં કોઈ બહારનું વ્યક્તિ આવશે. આજે વાતાવરણ અનુસાર ભોજન કરવામાં કોઈ તકલીફ નથી. નોકરી કરતા મિત્રોને પ્રમોશન અને પગારવધારો મળશે. વિદ્યાર્થી મિત્રોને ભણવામાં આવતી દરેક તકલીફ આજે દૂર થઇ જશે. વેપારી મિત્રો આજે પોતાનો બિઝનેસ મજબુત બનાવી શકશે. આજે વેપાર અર્થે કરવામાં આવેલ મુસાફરીમાં તમને ફાયદો મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે માનસિક ઊર્જા એક અનોખા લેવલ પર હશે. આજે નાના વેપારીઓને પૈસા બનાવવા માટેના સારા અવસર મળશે. પારિવારિક જીવનમાં પોઝીટીવ પરિવર્તન આવશે જે તમારું જીવન બદલી દેશે. નોકરી કરતા મિત્રોને કામને કારણે ઘરથી દૂર જવાના યોગ છે. નોકરી બદલવા માટે કોઈ પ્લાન કરી રહ્યા છો તો આજે થોડો સમય રાહ જોવી જોઈએ, સામેથી કોઈ સારી કંપનીમાંથી ઓફર આવશે. આજે કોઈપણ કારણ અને જરૂરિયાત વગર વધારાનો ખર્ચ થશે. કોઈપણ પાસેથી પૈસા લેતા અને પૈસા આપતા તકેદારી રાખજો. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. સાંજનો સમય જીવનસાથી સાથે પસાર કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : નારંગી

7. તુલા – ર, ત (Libra):
આજે આવક વધવાની સાથે સાથે ખર્ચ માં પણ વધારો થશે. જરૂરી ચીજ વસ્તુની ખરીદી સમયે ફાલતું અને નાહકની વસ્તુઓ પાછળ ખર્ચ કરતા નહિ. આજે બાળકો તરફથી તમને સહકાર મળશે નહિ જેનાથી તમારી ચિંતાઓમાં વધારો થશે. આજે જીવનસાથી સાથે સંબંધ મજબુત બનશે. આજે સફળતા તમને એક અનેરો આનંદ આપશે. માતાની તબિયત સાચવવી. ઓફિસમાં તમારી સફળતાથી અમુક લોકો ઈર્ષા કરશે પણ તમારે તમારું કામ ઈમાનદારીથી કરવાનું છે. વેપારી મિત્રોને પોતાના કાર્યસ્થળમાં ફેરફાર કરવાની જરૂરત પડશે. નવા અને અગત્યના લોકો સાથે આજે મુલાકાત થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે તમારી નજીકના કોઈ મિત્રના વ્યવહારના કારણે તમે દુખી થશો. કોઈપણ કામમાં મન લાગશે નહિ. મનને શાંત કરવા માટે આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેજો. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. જો તમે આજે કોઈ સ્થાઈ મિલકત ખરીદ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે જેનાથી તમને અચૂક લાભ થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજનો દિવસ હસી ખુશી પરિવાર સાથે આનંદ કરો. થોડા પૈસા ખર્ચો અને બધાને આનંદ કરાવો. બાળકો આજે તમારી સાથે બહુ ખુશ રહેશે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ. તમારું ઘણા સમયથી ચાલી આવતું પેન્ડીંગ કામ આજે પૂર્ણ કરો. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):
આજે દિવસની શરૂઆત તો તમારી બહુ સારી હશે પણ ઓફિસમાં તમારા ઉપરી અધિકારી દ્વારા તમે કામ પૂર્ણ નથી કર્યું એના માટે તમારે સંભાળવું પડશે. બધાની વચ્ચે તમને કહેવામાં આવેલી વાતો તમને દુઃખ પહોચાડશે. આવક વધવાની સાથે સાથે ખર્ચ પણ વધશે તો તહેવારના દિવસોમાં કોઈ બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. આજે તમારા બાકી રહેલા પ્રોજેક્ટ અને કામ ને પુરા કરવા માટેનો યોગ્ય સમય છે. તમારા સાથી કર્મચારી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. તમારા ઓફીસના કામને લીધે આજે જીવનસાથી સાથે પણ નાની નાની વાતે ગુસ્સે થઇ જશો. મન શાંત રાખો અને તમારા પરિવારને તમારી તકલીફ સમજાવો. તેમની હાજરી અને સલાહથી તમારું મન હળવું થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
ઘણા દિવસો પછી આજે ફરીથી પતિ અને પત્ની સારો સમય સાથે વિતાવી શકશો. આજે કોઈ ખુશીના સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. આજે પરિવાર સાથે વાતો અને વિચારોની આપલે થશે અને બધા જ લોકો તમારા વ્યવહારથી ખુશ હશે. તમારે આજે પૈસા એવી જગ્યાએ કે પછી એવા સ્થાને રોકવાના છે જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહે. કોઈપણ ફાલતું અને વધારાના ખર્ચથી દૂર રહો તો અને તો જ તમે બચત કરી શકશો. આજે મિત્રશત્રુથી બચતા રહેજો. આજે તમારી નજીકનું કોઈ તમને ગેરમાર્ગે દોરી જશે તો કોઈપણ કામ કરતા પહેલા તેના પરિણામ વિષે વિચારો.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. ઓફિસમાં જો કોઈ મુશ્કેલ કામ આવશે તો તમારા સહકર્મચારી તમને મદદ કરશે. તેમનો આભાર માનવો ભૂલશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે. આજે સામાજિક કામોમાં થોડા વ્યસ્ત રહેશો જેના કારણે સાંજે થાક વધુ લાગશે અને માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – પરિવારમાં આ વર્ષે થોડા થોડા સમયે બધાની તબિયત નરમ ગરમ રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત અને નિયમિત દવાનું સેવન કરાવજો. આ વર્ષે તમારે ડોક્ટરની મુલાકાત લેવાનું અવારનવાર બનતું રહેશે. થોડી તકેદારીથી એ તકલીફ પણ ઓછી થઇ જશે.

નોકરી-ધંધો – તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.