જ્યોતિષ શાસ્ત્ર

13 ઓગસ્ટ 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

1. મેષ – અ,લ,ઈ (Aries):
આર્થિક પરિસ્થિતિ પહેલા કરતા મજબુત બનશે. પૈસાને કારણે અટકી ગયેલ કામ આજે પુરા કરી શકશો. નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ સારો છે. પારિવારિક જીવન સંતોષમય રહેશે. તમારા નાના મોટા ઘરના કામ બહુ સરળતાથી પૂર્ણ થશે. પરણિત મિત્રોને જીવનસાથી સાથે ચાલી રહેલ વિવાદનો અંત આવશે. જીવનસાથી તરફથી આજે સપોર્ટ મળશે તમે તમારું કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. બહારનું ખાવાનું અને ફાસ્ટફૂડથી દૂર રહો. આજે કોઈપણ કામ કે નિર્ણય કરવામાં ઉતાવળ કરવાની નથી. આજે વિદ્યાર્થી મિત્રો માટે પ્રગતિશીલ દિવસ છે. પરીક્ષાનું તમે પોઝીટીવ પરિણામ મળશે. વેપાર કરતા મિત્રોને જોઈએ એવી સફળતા મળશે. નોકરી કે વેપાર કરતા મિત્રોએ આજે કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા પુરતી તપાસ કરી લેવી.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
વેપાર વધારવા માટે આજે ખાસ વ્યક્તિઓ તરફથી તમને મદદ મળશે. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે. માનસિક શાંતિ માટે આજે ધાર્મિક અને આધ્યાત્મિકતા તરફ તમારું મન વળશે. આજે નોકરી શોધતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે. નોકરી કરતા મિત્રોએ તેમનું કામ આજે ઈમાનદારી અને સમજદારીથી કરવાનું છે. વેપારી મિત્રોને આજે ભાગીદાર સાથે કોઈ ગેરસમજ થઇ શકે છે. આજે જીવનસાથી તરફથી તમને બોલચાલ થઇ શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : કાળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારે તમારા વર્તન અને બોલી પર વિશેષ ધ્યાન રાખવાનું છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારા વડીલો અને પરિવારજનો તરફથી તમારે નારાજગી સહન કરવી પડશે. આજે ઓફીસના કામમાં પણ તમારું મન લાગશે નહિ. તમારા અટકી પડેલા પ્રોજેક્ટ પર ફરીથી તૈયારી કરો અને જે પણ યોગ્ય લાગે એ નિર્ણય કરો. તમારે આજે સાંજે ઘરે બધાને ખુશ કરવા માટે થોડો ખર્ચ કરો અને તેમને તમારી પરિસ્થિતિ સમજાવો તમને તમારો પરિવાર સાથ જરૂર આપશે. કામ કરવામાં પણ થોડી સાવધાની રાખો કોઈ તમારું કામ બગાડે નહિ એ ધ્યાન રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ
4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી
5. સિંહ – મ,ટ (Lio):
હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો
7. તુલા – ર,ત (Libra):
તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ
10. મકર – જ, ખ (Capricorn):
વેપાર વધારવા માટે તમને અમુક ખાસ લોકોની મદદ મળશે. કોઈને આપેલ પૈસા પરત મળી શકે છે. ધાર્મિક સ્થળની મુલાકાત કરી શકો. સંતાનની પ્રગતિથી તમને ગર્વ થશે. સંબંધોમાં આજે વધારે વિચારવા જેવું નથી. તમારા ફાયદા માટે કોઈનો ઉપયોગ કરવો એ હિતાવહ નથી. તમારી બોલચાલ અને વર્તન પર કાબુ રાખો. દેવ પૂજા, મંત્ર આરાધના અને યોગથી મનની શાંતિ મેળવી શકશો. નોકરી શોધતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે. નોકરી બદલવા માટે પણ સારા ઓપ્શન મળશે. વિદ્યાર્થી મિત્રોને આજે સીનીયર મિત્ર તરફથી સારી ટીપ્સ મળશે. વેપારીઓને ભાગીદાર સાથે વાદ વિવાદ થઇ શકે છે. કોઈપણની વાતમાં આવીને ઉતાવળે નિર્ણય કરવો નહિ.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજનો દિવસ તમારા માટે ખુશીનો દિવસ છે પરિવાર અને જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે ઓફિસમાં અનેક નવા કામ તમારા હાથમાં આવશે. તમે ધારેલું કામ આજે પૂર્ણ કરી શકશો. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે અમુક જુના મિત્રો અને જુના પડોશીઓને મળવાનું થશે. આજે ખર્ચ પણ વધી શકે છે. પરિવારમાં પ્રસંગનું વાતાવરણ હશે. આજે જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે. સંતાનની ચિંતા તમને સતાવશે. આજે કામના ભારણને લીધે સાંજના સમયે માથાનો દુખાવો થઇ શકે છે. કોઈપણ પ્રકારનું વ્યસન ધરાવતા મિત્રો માટે એ વ્યસન છોડવા માટે આજનો દિવસ યોગ્ય છે. આજે નોકરી કરતા મિત્રોને પગારવધારો કે પ્રમોશન મળી શકે છે. પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માટે આજનો સાંજનો સમય યોગ્ય છે તમને જવાબ પોઝીટીવ મળશે. વેપારી મિત્રોને ધનલાભ થવાના યોગ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

નોકરી-ધંધો – જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.