જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 13 એપ્રિલ : ગણપતિ બાપ્પાની કૃપાથી મંગળવારનો આજનો દિવસ 7 રાશિના જાતકો માટે રહેશે શુભ, થશે પ્રગતિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજના દિવસે સ્વાસ્થ્યની સમસ્યાઓથી તમે પરેશાન રહેશો અને તમે બીમાર પડી શકો છો. કામમાં તમને સફળતા મળશે. કામને લઈને તમને સારા પરિણામ મળશે. આજના દિવસે પૈસા પાછળ દોડવાને બદલે, પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. જેથી પરિવારનો પ્રેમ પણ તમે પામી શકો. પરણિત લોકોના જીવનમાં જીવનસાથી સાથે આજે મનમેળ સારો રહેશે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને દિલમાં રહેલી કોઈ વાત શેર કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓ ભરેલો રહેશે. આજના દિવસે તમારે તમારા આત્મવિશ્વાસને બતાવવાની જરૂર છે જેનાથી તમારા કામ પર પૂર્ણ ધ્યાન આપવાથી તમને સારા પરિણામો મળશે. પ્રિયા પાત્ર સાથે આજે વધારે સમય વિતાવવાના કારણે તમને તમારા પ્રિયજનના હૃદયમાં રહેલા પ્રેમની પણ અનુભૂતિ થશે. પરણિત લોકો માટે પણ આજનો દિવસ પોતાના પાર્ટનર સાથે વિતાવવા માટે સારો દિવસ છે. આજે તમે પણ તેમના દિલમાં ઘર કરી ગયેલી કેટલીક ભાવનાઓ જાણી શકશો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. તમારા કામની બાબતમાં ધ્યાન આપવું જરૂરી રહેશે. કોઈ તમારી નબળાઇનો લાભ લઈ શકે છે. આજના દિવસે તમે લાંબી મુસાફરી કરી શકો છો અથવા વિદેશ જઈ શકો છો. કોઈ જૂના મિત્રને મળવા અને કેટલાક નવા લોકોની મિત્રતા કરવામાં હૃદયને ખુશ કરશે. આજે તમારા માટે કંઈક ખરીદવાની તૈયારી છે. પ્રેમના મામલામાં દિવસ નબળો રહેશે. વિવાહિત જીવન માટે દિવસ સામાન્ય રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવારનો પૂરો સહયોગ મળશે. ઘરના ખર્ચની કાળજી લેશે. આવકમાં વધારો થવાને કારણે મન પ્રસન્ન રહેશે. કામને લઈને સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા વ્યવસાયને વેગ મળશે. જીવનની દ્રષ્ટિએ પ્રેમનો દિવસ આનંદકારક રહેશે. આજે તમારા પ્રેમિકા કંઈક એવું કહેશે કે જેનાથી તમારું મન પ્રસન્ન કરશે. વિવાહિત જીવન માટે દિવસ પણ સારો છે, પરંતુ અભિમાનમાં આવીને કડવાશ ન બોલો, નહીં તો જીવનસાથી દુખી થઈ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખર્ચ વધારે થશે. પરિવારનો માહોલ સારો રહેશે. ઘર પરીવારમાં ધ્યાન આપવાનું રહેશે. કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે ઉધાર પૈસા લેવાથી બચો. આજના દિવસે બેંક લોન ચૂકવી શકો છો. આજના દિવસે પ્રેમી પંખીડા માટે સારા પરિણામ મળશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવા જશો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે નોકરી કરતા લોકોને સારા પરિણામ મળશે. આજના દિવસે જૂનું દેણું પુરી કરી શકે છે. આજના દિવસે કામને લઈને કરવામાં આવેલો વ્યવહાર સારું રહેશે. પરિવારનો માહોલ સારો રહેશે. ક્રોધથી બચવાનું રહેશે. આજનો દિવસ પ્રેમી પંખીડા માટે દિવસ સારો રહેશે. આજના દિવસે રોમાન્સ કરવાનો અવસર મળશે. પ્રેમ મહેસુસ કરશે. પરણિત લોકોના આજના દિવસે તણાવનો સામનો કરવો પડી શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજનો દિવસે સારો રહેશે. આજના દિવસે મનમાં જે આવશે તે કરશો. આજના દિવસે તમને કોઈની પરવાહ નહીં હોય. પરંતુ કામમાં ધ્યાન આપશો. આજના દિવસે તમે મુશ્કેલીમાં પડી શકો છો. પ્રેમી પંખીડાએ આજના દિવસે જ ચૂપ રહેવામાં ભલાઈ છે અન્યથા ઝઘડો થઇ શકે છે. પરણિત લોકો તેના જીવનસાથીના મનમાં ચાલી રહેલી વાતને સમજવાની કોશિશ કરે. આવકના મામલામાં આજનો દિવસ સારો છે. આજના દિવસે કંઈક નવું પ્રદાન કરશો. કોર્ટ કચેરીથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે તેના મિત્રો સાથે લાંબો વાર્તલાપ કરશે. આજના દિવસે ટ્રાવેલિંગ પણ થઇ શકે છે. આજે કરવામાં આવેલો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જેનાથી તમે ભવિષ્યમાં સારા સંપર્ક સ્થાપિત્ત કરી શકો છો.આ સંપર્કમાં આવવાથી ઘણો ફાયદો થશે. જો તમે પરિણીત છો તો તમારી વાણીમાં મીઠાશ આવશે જેનાથી તમારા જીવનસાથી ઘણા ખુશ થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે કામમાં પોઝિટિવિટીથી આગળ વધશો. આજે તમારી નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે પરિવાર સાથે બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો. પરિણીત લોકોએ આજના દિવસે ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા ઝઘડો થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ઈમાનદારીથી બધી વાત કહી દેશે, જેનાથી મનમાં ઇજ્જત વધશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં પ્રગતિ થશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખો. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો આજના દિવસે ધાર્મિકમય રહેશે. આજના દિવસે પૂજા-પાઠમાં મન લાગશે અને પોતાના જ્ઞાનથી લોકોને પ્રભાવિત કરશે. પરિણીત લોકોએ ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પૂરું ધ્યાન આપવું પડશે, જીવન સાથીને કોઈ પણ રીતે ખુશ કરવામાં કોઈ કસર છોડવી નહીં. કામને લઈને દિવસ મજબૂત રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો આજના દિવસે ચિંતામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે જેનાથી તેનો સમય વ્યર્થ જશે. ખર્ચમાં વધારો થશે. આજના દિવસે કોઈ ધાર્મિક કાર્યમાં પૈસા ખર્ચ થશે.કામને લઈને આજનો દિવસ સફળ રહેશે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને ચિંતા થઇ શકે છે.