ભણવામાં ખુબ હોશિયાર 12 મુ ભણતી દીકરીએ કરી આત્મહત્યા, પિતા છે શિક્ષક…સ્યુસાઇડ નોટમાં મોટો ખુલાસો કરતી ગઈ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને તો કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ અન્ય કારણોને લઈને આપઘાત જેવા પગલાં ભરતા હોય છે. તો ચેલાલ થોડા જ સમયમાં નાની ઉંમરમાં પણ આપઘાત કરવાનું પ્રમાણ વધ્યું છે. સ્કૂલ-કોલજેમાં ભણતા છોકરા છોકરીઓ પણ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કે કોઈ અન્ય કારણે લઈને આપઘાત કરતી લેતા હોય છે.

ત્યારે ત્રણેક દિવસ પહેલા રાજકોટમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી હતી. જેમાં ધોરણ 12માં ભણતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી દેવાંશી સરવૈયાએ ગળેફાંસો ખાઇ લીધો હતો, જેના કારણે પરિવાર સહિત અન્ય વિદ્યાર્થિનીઓ પણ આઘાતમાં સરી પડી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને તપાસ કરી હતી.

આપઘાત બાદ વિદ્યાર્થીની પાસેથી પોલીસે સુસાઇડ નોટ પણ જપ્ત કરી હતી. જેમાં તેણે લખ્યું હતુ પપ્પા સોરી મને માફ કરી દેજો, ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો. ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે. મને કાંઈ જ વાંધો નથી પણ મને માથું બહુ દુખે છે. પપ્પા તમે ટેન્શન ન લેતા અને સોરી પપ્પા મને માફ કરી દેજો. આ ઉપરાંત તેણે તેના ભાઇને કહ્યુ હતુ કે, ભાઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. બાય, આઇ લવ યુ મોમ ડેડ એન્ડ ભાઇ.

ત્યારે મામલે હવે સામે આવ્યું છે કે દેવાંશી ભણવામાં ખુબ જ હોશિયાર હતી. પરંતુ તે માઈગ્રેનની બીમારીથી પીડાતી હતી અને તેના કારણે તેના માથામાં પણ સતત દુખાવો રહેતો હતો. આ દુખાવાને દેવાંશી જીરવી ના શકી અને તેનાથી કંટાળીને તેને બોર્ડની પરીક્ષા પહેલા જ આપઘાત જેવું કઠિન પગલું ભરી લીધું. દેવાંશીના પિતા જેતપુરની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેને એક મોટો ભાઈ પણ છે.

 

Niraj Patel