સોનું ખરીદવાની સુવર્ણ તક : આજે ફરી સસ્તુ થયુ સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

જો તમે પણ અખાત્રીજ પર સોનું ખરીદવાનુ વિચારી રહ્યા છો તો સારી તક છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

MCX પર સોનાના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સોનું 47,918 રૂપિયા 10 ગ્રામ જ્યારે ચાંદી 71,364 રૂપિયા કિલો પર આવી ગયુ છે.

બુધવારે MCX પર સોનુ 47548 રૂપિયા 10 ગ્રામ થયુ હતુ. મંગળવારે સોનાનો ભાવ 47640 રૂપિયા હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1832.76 ડૉલર તેમજ ચાંદી 27.47 ડૉલર રહ્યો. આજનો ચાંદીનો ભાવ 71500 રૂપિયા એક કિલો થઇ ગયો છે.

Shah Jina