ધોરણ 12ની વિદ્યાર્થીનીએ ત્રીજા માળેથી કૂદી કરી આત્મહત્યા, મચી ગયો કોહરામ

આ કારણે ધોરણ 12ની વિદ્યાર્થીનીએ ત્રીજા માળેથી કૂદી કરી આત્મહત્યા, સ્કૂલ માટે નીકળી અને…..બધા જ માં-બાપ માટે આંખ ઉઘાડનાર કિસ્સો

છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણીવાર કેટલાક પ્રેમ સંબંધમાં તો કેટલાક આર્થિક સ્થિતિથી તંગ આવી તો કેટલાક માનસિક કે શારીરિક તણાવમાં હોવાને કારણે જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે હાલમાં આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ધોરણ 12ની વિદ્યાર્થીનીએ તેના એપાર્ટમેન્ટના ટાવરના ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી. પરિવારજનો તેને લઇને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાં સુધી તેનું મોત થઇ ગયુ હતુ.

ઘટનાની સૂચના મળતા જ પોલિસ પહોંચી હતી અને લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલિસ આત્મહત્યાના કારણોની શોધ કરી રહી છે. આપઘાતની આ ઘટના CCTVમાં પણ કેદ થઇ ગઇ હતી. વિદ્યાર્થીના પરિવારજનો તરફથી પોલિસમાં કોઇ રીપોર્ટ નથી આપવામાં આવ્યો. ગોલ્ડન ટાવર ફ્લેટમાં રહેતા રોહિત પ્રોપર્ટી ડીલરનું કામ કરે છે. તેમની દીકરી અવની અગ્રવાલ ધોરણ 12ની વિદ્યાર્થીની હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે અવની સોમવારે સવારે સાડા નવ વાગ્યા આસપાસ ઘરેથી સ્કૂટીની ચાવી, હેલ્મેટ અને સ્કૂલ બેગ લઇને નીકળી હતી,

પણ તે સ્કૂલ ગઇ નહિ અને સીધી જ તેના ટાવરની છત પર ચાલી ગઇ. લગભગ સવા દસ વાગ્યે અવનીએ ટાવરની છતથી છલાંગ લગાવી દીધી. છત પરથી કૂદ્યા બાદ પરિવારજનો તેને લઇને હોસ્પિટલ પણ ગયા, પણ ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કરી દીધી. ત્યાં આ મામલે પોલિસનું કહેવુ છે કે આત્મહત્યાનું કારણ શોધવામાં આવી રહ્યુ છે. અવની પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. પરિવારજનો અને તેના મિત્રો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. પોલિસ પારીવારિક વિવાદ અને અભ્યાસના પ્રેશર ઉપરાંત કેટલાક બીજા એંગલથી તપાસ કરી રહી છે.

મૃતક અવનીના પિતાએ જણાવ્યુ કે, તેમની દીકરી અભ્યાસને લઇને તણાવમાં ચાલી રહી હતી. તેનું મનોબળ વધારવા માટે પાંચ દિવસ અમે તેને બહાર ફરવા પણ લઇ ગયા હતા, પણ પરીક્ષાના ડરથી દીકરીએ મોકને ગળે લગાવી લીધી. અવનીનો એક નાનો ભાઇ પણ છે. અવની તેના માતા-પિતાની લાડલી હતી. દીકરીની જીદ પર તેના પિતાએ તેને સ્કૂલ જવા માટે સ્કૂટી અપાવી હતી. સ્કૂટી પર હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું પણ શીખવ્યુ.

Shah Jina