ખબર

સુરતના ધોરણ 12ના વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં બિલ્ડિંગ પરથી ઝંપલાવ્યુ, માતાએ આંખે જોયા હ્રદયદ્વાવક દ્રશ્યો

ગુજરાતમાંથી છાસવારે અનેક આત્મહત્યાના કિસ્સાઓ સામ આવે છે. ઘણા સમયથી કેટલાક વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે, આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં ધોરણ 12ના એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. તેણે કોમ્પલેક્સની છત પરથી પડતુ મૂક્યુ હતુ. આ આપઘાત પાછળનું પ્રાથમિક કારણ માનસિક તણાવ સામે આવ્યુ છે. હાલ તો આ મામલો અડાજણ પોલિસ તપાસ કરી રહી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના અડાજણમાં રાજહંસ વ્યૂ કોમ્પલેક્સમાં ધોરણ 12નો વિદ્યાર્થી કે જેનું નામ શૌર્યમન અગ્રવાલ છે, તે તૈયારી કરતો હતો. આ પરીક્ષા નજીક હોવાના કારણે તે તણાવમાં રહેતો હતો ત્યારે 10 ફેબ્રુઆરી ગુરુવારના રોજ સવારે દસેક વાગ્યાની આસપાસ તે લિફ્ટમાં બેસી બિલ્ડિંગની અગાશી પર ગયો, તેને આવી રીતે જોતા તેની માતાએ પણ પાછળ દોટ લગાવી હતી.

વિદ્યાર્થી બિલ્ડિંગ પરથી કૂદવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની માતાએ તેને જોયો કે તરત જ બૂમ પાડી પરંતુ તેની માતા નજીક આવે તે પહેલા જ તે ઉપરથી નીચે કૂદી ગયો હતો. આ દ્રશ્ય જોઇને માતા હેબતાઇ ગઇ હતી. તેને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકના પિતા રઘુકુળ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેને એક નાનો ભાઇ પણ છે. તેના પિતા મૂળ રાજસ્થાનના વતની છે.