12 વર્ષની બાળકી ખાધુ સ્મોક પાન, પેટમાં પડ્યુ કાણું તો કરવું પડ્યુ ઓપરેશન- જાણો કેટલું ખતરનાક હોઇ શકે
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
ભારતીય કલ્ચરમાં પાન ખૂબ જ પોપ્યુલર છે, સામાન્ય રીતે લોકો તેને ભોજન પછી માઉથ ફ્રેશનર તરીકે ખાય છે. આજકાલ લગ્નમાં કે કોઇ પાર્ટીમાં સ્મોક પાનનું ઘણુ ચલણ છે. જો કે, સ્મોક પાન બેંગલુરુમાં એક છોકરી માટે સમસ્યાનું કારણ સાબિત થયું, જેના કારણે તેને ઓપરેશન પણ કરાવવું પડ્યું. સ્મોક પાન ખાધા પછી બેંગલુરુમાં રહેતી 12 વર્ષની છોકરીને પેટમાં દુખાવો થવા લાગ્યો. જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ, ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ડોક્ટરોએ દર્દનું કારણ જાણવા તેની ઇંટ્રાઓપરેટિવ ઓજીડી સ્કોપી કરી, આ તપાસમાં ગટ સિસ્ટમના ઉપરના ભાગને તપાસવામાં આવે છે. જેમ કે ખાવાની નળી, પેટ અને નાના આતરડાનો કેટલોક ભાગ. આ માટે એક પાતળી ટ્યૂબનો ઉપયોગ થાય છે, જેને ગેસ્ટ્રોસ્કોપ કહેવાય છે. સાથે જ બાળકીની લેપ્રોટમી પણ કરવામાં આવી. આમાં જોવા મળ્યુ કે પેટમાં દર્દ આખરે કયા કારણથી થઇ રહ્યુ છે.
સર્જરી દરમિયાન પેટના નીચેના ભાગ પર લગભગ 4×5 સેમીનો સંક્રમિત ભાગ મળ્યો, જેને નીકાળી દેવાયો. સર્જરી બાદ તેને બે દિવસ સુધી આઇસીયુમાં રાખવામાં આવી અને 6 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેને છુટ્ટી આપવામાં આવી. બાળકીનું ઓપરેશન કરનાર નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.વિજય એચ.એસ. એ2017ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. હકીકતમાં વર્ષ 2017માં ગુરુગ્રામની એક રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ સાથે આવી જ ઘટના બની હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિએ ડ્રિંકથી લિક્વિડ નાઇટ્રોજનનો ધુમાડો હટ્યા પહેલા ડ્રિંક પી લીધુ હતું. તે પીધા પછી તેને પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. હોસ્પિટલ લઈ જવા પર જાણવા મળ્યું કે વ્યક્તિના પેટમાં કાણું હતું આ બંને કેસમાં પેટનો અમુક ભાગ કાપવો પડ્યો. બંને કેસમાં દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.