શું હવે ગુજરાતમાં 12 વર્ષની બાળકી પણ સુરક્ષિત નથી ? ગોંડલમાં મા-બાપ વગરની છોકરી સાથે એવું કર્યું કે જાણીને તમારું લોહી પણ ઉકળી ઉઠશે

આજનો જમાનો આધુનિક બની ગયો છે, આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે અને સ્માર્ટ ફોનની અંદર સોશિયલ મીડિયાના સહારે તે ઘરની અંદર બેસીને પણ દુનિયા સાથે જોડાઈ રહે છે. સોશિયલ મીડિયા આમ ઘણી રીતે ફાયદાકારક છે, પરંતુ તેના દુષ્પ્રભાવ પણ જોવા મળી રહ્યા છે, હાલ એવી જ એક ઘટના ગોંડલમાંથી સામે આવી રહી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના મોવિયા ગામની માત્ર 12 વર્ષની સગીરાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવેલા એક વ્યક્તિએ તેના બે મિત્રોની મદદથી તેનું અપહરણ કરી અને ગોંડલ લઇ ગયા હતા. જ્યાં આ 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જયારે અન્ય એક વ્યક્તિએ તેની સાથે અડપલાં કર્યા હતા. જે અંગેની ફરિયાદ ગોંડલ પોલીસ મથકે નોધોંઈ છે.

તો આ બાબતે પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી માતા-પિતા વિનાની સગીરાના સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલનો વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી (રહે. આસોપાલવ સોસાયટી) સંપર્કમાં આવ્યો હતો. તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી (રહે. 31 ભોજરાજપરા, પારસ રેસિડેન્સી) અને અવી મુકેશભાઈ સોલંકી (રહે. આસોપાલવ પાર્ક)એ સાથે મળી અને સગીરાનું અપહરણ કર્યું હતું.

જેના બાદ વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી હેવાનિયતની હદ વટાવી દીધી હતી. હેવાનિયત આટલેથી અટકતી ન હોય તેમ અક્ષય સોલંકીએ સગીરા સાથે અડપલા પણ કર્યા હતા. જ્યારે અવી સોલંકી અપહરણ કરવામાં પોતાની કારનો ઉપયોગ કરી તેમની મદદ કરી હતી. આ ઘટનાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ IPCની કલમ 363, 366, 376, 354 (A), 114, પોક્સો કલમ 4, 8, 17 મુજબ ગુનો નોંધી પીએસઆઇ એમ.જે. પરમાર આરોપીઓને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે, અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન દુકાન ચલાવે છે જ્યારે અક્ષય એફ.વાય.બી.કોમનો અભ્યાસ કરી રહ્યો છે. આરોપીઓએ સગીરાનનું સવારના સમયે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારી આશરે દોઢથી બે કલાક પછી પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી. બાદમાં સગીરા બસ દ્વારા પોતાના ઘરે પહોંચી હતી અને સઘળી હકીકત તેના કાકાને જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તો આ પહેલા પણ રાજકોટની અંદર એક 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજરાવાની ઘટના બની હતી અને આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં માસુમ બાળકીઓ આવા વાસનાખોરોનો શિકાર બની રહી છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શું ગુજરાતમાં હવે દીકરીઓ સુરક્ષિત નથી ?

Niraj Patel