સુરતમાં સંબંધો થયા શર્મસાર, 12 વર્ષની કિશોરી બની ગર્ભવતી, બાપનું નામ જાણીને તમને આવી જશે ચકકર

કળયુગ પણ શરમાઈ જાય, સાસરિયાઓએ કહ્યું- ‘રૂપિયા ન આપો તો નાની બહેનને મોકલો, પછી આ સંબંધીએ કિશોરીને ચૂંથી-ચૂંથીને…’

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા અને યુવતી ઉપરાંત સગીરાઓ સાથે પણ દુષ્કર્મ બનવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. થોડા સમય પહેલા જ સુરતમાંથી એક સગીરા ગર્ભવતી બનવાની ખબર આવી હતી ત્યારે હવે આવી જ એક બીજી ખબર પણ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. જ્યાં એક 12 વર્ષની કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સિંગણપોરમાં રહેતા પરિવારની 12 વર્ષની કિશોરી બે દિવસથી પેટામાં દુખાવો થતા તેને સારવાર માટે પરિવાર સુરત લઈ આવ્યો હતો જેમાં મેડિકલ તપાસમાં કિશોરીને ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું, બનાવની જાણ થતા પરિવારના હોંશ ઉડી ગયા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સિંગણપોર વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત એક દીકરો છે અને 12 વર્ષીય દીકરી છે. દીકરો પરણેલો છે. અને તેનું સાસરિયું બાંસવાડા ખાતે છે. તેમનામાં એવો રિવાજ છે કે લગ્ન બાદ વધૂનાં માતા-પિતાને રૂપિયા આપવાના હોય, પરંતુ દીકરા પાસે રૂપિયા ન હોવાથી વાયદા કરતો હતો.

જેના બાદ તેના સાસરિયાંએ કહ્યું હતું કે જો તે રૂપિયા ન આપે તો તેની નાની બહેનને સેવા માટે રાજસ્થાન મોકલે. દીકરો તેના માટે તૈયાર થઈ ગયો હતો. પાંચેક મહિના પહેલાં દીકરાના પિતા ગામ ગયા હતા. ત્યારે તેને તેની નાની બહેનને તેનાં સાસુ-સસરાની સેવા માટે રાજસ્થાન બાંસવાડા મોકલી હતી.

પરંતુ સેવા કરવા માટે ગયેલી દીકરી સાથે શું બનવાનું છે તેનાથી સૌ કોઈ અજાણ હતું. આ 12 વર્ષની દીકરી સાથે તેના ગયાના થોડા દિવસ બાદ તેના જ ભાઈના કાકા સસરાએ દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં કોઈને પણ કાંઈપણ નહીં કહેવા માટે ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાના થોડા મહિના બાદ દીકરી સુરત આવી હતી અને અહીંયા તેને બે દિવસથી પેટમાં દુ:ખાવો થતો હતો, તેથી તેના પિતા સોમવારે સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં ખબર પડી કે દીકરી ગર્ભવતી છે. તેને ચાર મહિનાનો ગર્ભ છે.

જેના બાદ સગીરાને લઈને તેનો પરિવાર સિંગણપોર પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાં ઇન્સ્પેક્ટર આર.સી.વસાવાએ તેમના દીકરાના કાકા સસરા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી ઝીરો નંબરથી ફરિયાદ રાજસ્થાનના બાંસવાડા પોલીસ મથકે ટ્રાન્સફર કરી દીધી છે.

Niraj Patel