બોરસદના ખેતરમાં પ્રાણીઓથી પાકને બચાવવા લગાવેલું ઝટકા મશીન બન્યું 12 વર્ષના માસુમના મોતનું કારણ, બોર ખાવા ગયો હતો અને કરંટ લાગતા જ….

આણંદમાં બોર ખાવા માટે વાડીમાં ગયેલા 12 વર્ષના છોકરાનું દર્દનાક થયું મૃત્યુ, જાણીને રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ છાસવારે સામે આવતી રહે છે, જેમાં કેટલાય લોકોના મોત પણ નિપજતા હોય છે, ત્યારે હાલ બોરસદમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક 12 વર્ષનું માસુમ બાળક વાડીએ બોર ખાવા માટે ગયું હતું અને કરંટ લાગવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જેના બાદ આખા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

આ ઘટના સામે આવી છે બોરસદમાં આવેલા કિંખલોડ ગામમાંથી. જ્યાં ખેતરમાં એક 12 વર્ષનું બાળક બોર ખાવા માટે ગયું હતું. પરંતુ ખેતર માલિકે ખેતરમાં પાકને નુકશાન ના થાય તે માટે થઈને ખેતરની ફરતે તારની વાડ લગાવી હતી અને તેમાં ઝટકા મશીન પણ લગાવ્યું હતું. જેના કારણે પાકને નુકશાન કરવા ખેતરમાં ઘુસનારા પ્રાણીઓને કરંટનો ઝટકો લાગતા જ તે દૂર જતા રહે.

પરંતુ આ માસુમ બાળક જયારે બોર ખાવા માટે ગયું ત્યારે મશીન ચાલુ જ હતું અને આ દરમિયાન બાળકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ થતા જ પરિવારના સભ્યો તેમજ ગ્રામજનો પણ ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા અને આ અંગે બાળકના પરિવારજનો દ્વારા આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ત્યારે પોલીસ દ્વારા હવે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

ત્યારે બાળકના મોત બાદ પરિવારનું પણ આક્રંદ સામે આવ્યું હતું. આ વિસ્તારમાં નીલગાય અને ભૂંડનો વધુ ત્રાસ હોવાના કારણે ખેતરમાં તારની વાડ કરીને ઝટકા મશીન લગાવવામાં આવે છે.  જેના કારણે પ્રાણીઓને કરંટ લાગતા જ તે ખેતરની અંદર પ્રવેશ કરવાના બદલે ત્યાંથી ભાગી જતા હોય છે, પરંતુ આ ઝટકા મશીન કારણે તો હાલ એક માસુમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Niraj Patel