સુરતમાંથી આવી ગુરુ શિષ્યાના સંબંધોને શર્મસાર કરનારી ઘટના, ચાલુ ક્લાસમાં શિક્ષક વિધાર્થીનીના અંગો ઉપર હાથ ફેરવતો અને………

સુરતમાં લંપટ શિક્ષકે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીનીના અંગો પર હાથ ફેરવ્યો…અને

આપણે ત્યાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે જ આપણે ત્યાં “ગુરુ દેવો ભવ:” કહેવામાં પણ આવે છે, પરંતુ ઘણી એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જે ગુરુ શિષ્યના સંબંધોને લાંછન પણ લગાવે છે. ઘણા લોકો ગુરુના વેશમાં પોતાની વિધાર્થિનીઓ ઉપર ખરાબ નજર રાખતા હોય છે અને તેમનો ફાયદો પણ ઉઠાવતા હોય છે.

આવી જ એક ઘટના હાલ સુરતમાંથી સામે આવી છે, જેને ગુરુ શિષ્યાના સંબંધોને તાર તાર કરી નાખ્યા છે. સુરતના કાપોદ્રા અશ્વનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના ધો.7 માં અભ્યાસ કરતી 12 વર્ષીય એક કિશોરીને છેલ્લા એક મહિનાથી ચાલુ કલાસે અડપલાં કરી રહલા વિજ્ઞાન શિક્ષકની કાપોદ્રા પોલીસે પોલીસે ધરપકડ કરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

મળી રહેલી વધુ માહિતી અનુસાર મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં અશ્વનીકુમાર રોડ ખાતે રહેતા પરિવારની 12 વર્ષીય કિશોરી કાપોદ્રામાં આવેલા અશ્વનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના ધો.7 માં અભ્યાસ કરે છે. એક મહિના અગાઉ સ્કૂલેથી બપોરે ઘરે પરત ફરેલી કિશોરીએ તેના દાદીને કહ્યું હતું કે તેની સ્કૂલમાં વિજ્ઞાન ભણાવતા નિરવ વૈષ્ણવ સર ચાલુ ક્લાસે તેની છાતીના ભાગે, સાથળ પર અને પાછળના ભાગે હાથ ફેરવે છે.

(પ્રતીકાત્મક તસવીર)

દાદીને પણ ત્યારે એમ લાગ્યું હતું કે આ કિશોરી શાળાએ નહિ જવાના બહાના કાઢી રહી છે, જેના કારણે તમેને આ વાતને ધ્યાન ઉપર લીધી નહોતી, પરંતુ કિશોરીની વારંવાર થતી ફરિયાદના કારણે દાદીએ બીજા દિવસે શાળામાં આવીને મેડમે વાત કરવાની હૈયાધારણા આપી હતી. પરંતુ કિશોરીએ મેડમને વાત ના કરવા અને સર આવું કરશે ત્યારે ફરી તેમને જણાવવા માટે કહ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટનાના બે દિવસ બાદ દાદી તેમના પિયરમાં કોઈનું શ્રાદ્ધ હોવાના કારણે ગયા હતા ત્યારે કિશોરીના પિતાએ ફોન કરી દાદીને કહ્યું કે કિશોરી સ્કૂલમાં જવાની ના પાડે છે, અને કારણ તરીકે નીરવ સર તેની સાથે અડપલાં કરતા હોવાનું અને આ વાત દાદીને કરી હોવાનું તે જણાવી રહી છે. જેના બાદ દાદીએ સુરત આવી અને કિશોરીને પૂછતાં નીરવ સરની ગંદી હરકત સામે આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ ગુસ્સે ભરાયેલા દાદી અને કિશોરીના પિતા સ્કૂલમાં દોડી ગયા હતા, જ્યાં તે દિવસે નીરવ સર આવ્યા નહોતામ પ્રિન્સિપાલ દ્વારા પણ તેમનો બચાવ કરતા તેમને સ્કૂલમાંથી કાઢી મુક્યા છે તેમ જણાવ્યું જેના બાદ દાદી અને કિશોરીની પિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવતા આરોપી શિક્ષક નીરવ વૈષ્ણવની ધરપકડ કરી હતી.

Niraj Patel