સુરતના વરાછામાં ધોરણ 7ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, માં-બાપ નોકરી કરવા ગયા અને દીકરીને ખબર નહિ શું થયું કે મરવાનું નક્કી કર્યું

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ તો ઘણીવાર આર્થિક તંગી તો ઘણીવાર ભણવાનું પ્રેશર અને માતા-પિતાનો છણકો કારણભૂત હોય છે. છેલ્લા ઘણા સમયમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ વધારે બની રહ્યા છે. ત્યારે હાલમાં સુરતમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં 12 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સગીરા ધોરણ 7માં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

દીકરીએ આપઘાત કરતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઇ છે. 12 વર્ષ જેટલી નાની ઉંમરે આપઘાત કરતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ તો સગીરાના આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. ફોરન્સિક રિપોર્ટ માટે લાશને હાલ પીએમ માટે સ્મીમેર હોસ્પિલમાં ખસેડવામાં આવી છે. હાલમાં જ શુક્રવારના રોજ પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો,

જેમાં સુરતના વરાછાના એ.કે. રોડ વિસ્તારમાં રહેતી એક ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિધાર્થિનીએ પોતાના માતા પિતાની ગેરહાજરીમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૂળ નેપાલનો વતની દિપક સોની પરિવાર સાથે વરાછા એ.કે. રોડ સ્થિત ઉગમ એપાર્ટમેન્ટમાં રહે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી જ્યોતિ છે. ત્યારે શુક્રવારના રોજ બપોરે તેની દીકરીની ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

જો કે, તેના પણ આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. કેટલાક સમય પહેલા સુરતના આંબા તલાવડી રસ્તા પર આવેલી જયભાવની સોસાયટીમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી તિથિ નરોલાએ આપઘાત કર્યો હોવાની ખબર સામે આવી હતી. ધોરણ 10માં અભ્યાસ કરતી તિથિએ પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપધાત કર્યો હતો.

Shah Jina