આ પટેલ દીકરીએ મરતા મરતા પાંચ વ્યક્તિને આપ્યું જીવનદાન
સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે જેનાથી એવું સાબિત થાય છે કે દુનિયામાંથી હજુ પણ માણસાઈ ખતમ નથી થઇ. સુરતની 12 વર્ષીય કિશોરીનું અકસ્માતમાં બ્રેઈનડેડ થઇ હતી, જેના પરિવારે તેના 5 અંગોનું દાન કરીને 5 વ્યક્તિઓને નવું જીવન આપીને માનવતા મહેકાવી હતી. ચોથા માળેથી નીચે પટકાઇને બ્રેઇન ડેડ થયેલી વરાછાની 12 વર્ષની કિશોરીના ઓર્ગન ડોનેટ કરાયા હતા અને ફાની દુનિયા છોડી ગયેલી આ કિશોરી 5ને નવજીવન આપીને જીવન મહેંકાવી ગઇ હતી. તેણીના કીડની અને લીવર અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા.
9 માર્ચના રોજ યેશા સ્કુલેથી આવ્યા પછી પોતાની સહેલીઓ સાથે સાંજે 6.15 કલાકે હીરાબાગ ગંગેશ્વર સોસાયટી, ડેરી ડોન આઈસ્ક્રીમ પાસે રમતા રમતા ચોથા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી.

તેથી વધુ સારવાર માટે યેશાને વિનસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી. જ્યાં યેશાને બ્રેઇનડેડ જાહેર કરી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યેશાની પિતરાઈ બેન અવની સાથે રહી યેશાના માતા-પિતા ભરતભાઈ અને સંગીતાબેન, મોટા પપ્પા રસીકભાઈ, પિતરાઈ ભાઈ હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઇકેડીઆરસી માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 357 કિડની, 144 લીવર, 7 પેન્ક્રીઆસ, 25 હૃદય, 4 ફેફસાં અને 262 ચક્ષુઓ મળીને કુલ 799 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 735 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
सूरत में 12 साल की ब्रेन डेड बच्ची येशा के अंगों ने दिया 3 लोगो को नया जीवन।
सूरत से अहमदाबाद के बीच करीब 300 km का ग्रीन कॉरिडोर तैयार करके ऑर्गन्स को महज ढाई घण्टे में पहुंचाया गया अहमदाबाद @indiatvnews@GujaratPolice@dgpgujarat@CP_SuratCity@AhmedabadPolice@IPS_Association pic.twitter.com/WsdVUBPGRf— Nirnay Kapoor (@nirnaykapoor) March 13, 2020