વડોદરામાં ધોરણ 12ની વિધાર્થીનીએ કેમસ્ટ્રીના પેપર પહેલા જ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું

હાલ ગુજરાતની અંદર બોર્ડની પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે પરીક્ષા ચાલુ થતા જ બે વિધાર્થીઓના મોત થવાના મામલા પણ સામે આવી ચુક્યા છે, ત્યારે હવે વધુ એક મામલો વડોદરામાંથી પણ સામે આવ્યો છે, જ્યાં એક વિધાર્થીનીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના આજવા રોડ ઉપર આવેલ ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી અને ધોરણ 12 સાયન્સમાં રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરીને પરીક્ષા આપી રહેલી વિધાર્થીની 19 વર્ષીય નિશા ઉર્ફે બબુ નિલેશભાઈ દેસાઈએ આજે કેમેસ્ટ્રીનું પેપર આપતા પહેલા જ ગત રોજ સાંજે પરીક્ષાના ડરથી ડિપ્રેશનમાં આવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

વિધાર્થીનીના આપઘાત પાછળ પરીક્ષામાં નાપાસ થવાના ડરના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ બાપોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિધાર્થીનીના મૃતદેહનને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વિધાર્થીનીનો પરીક્ષા નંબર રોઝરી સ્કૂલમાં આવ્યો હતો અને આજે તેનું કેમેસ્ટ્રીનું પેપર હતું, જેના કારણે તે તેની તૈયારીઓ કરી રહી હતી. આ દરમિયાન સવારે તેની માતા તેને રૂમમાં ઉઠાડવા માટે ગઈ ત્યારે દીકરાના મૃતદેહને પંખા ઉપર ઓઢણી સાથે લટકતો જોઈને હેરાન રહી ગયા હતા.

દીકરીને આવી હાલતમાં જોઈને માતાની ચીસ નીકળી પડી હતી અને હૈયાફાટ રુદન પણ કરવા લાગ્યા હતા, જેના બાદ પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. પરિવારના સભ્યો પણ આ વાતની જાણ થતા દોડી આવ્યા અને બાપોદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હવે બાપોદ પોલીસે આપઘાતનો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel