જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-12 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જમીન-જાયદાદ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે. વાદ-વિવાદમાં તમને સફળતા મળશે. પારિવારિક જીવનમાંથી તમને સંતોષ મળશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી પરિવારમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે. મિત્રોનો સહયોગ મળશે. કામને લઈને સખત મહેનત થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પૈસા આવશે, જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ અચાનક વધતા ખર્ચ તમારી ચિંતા વધારે છે. ખર્ચ પર ધ્યાન આપવું જરૂરી રહેશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ વધશે. કાળજીપૂર્વક કામ કરવું જરૂરી રહેશે. કામને લઈને કરેલી તમારી મહેનત રહેશે પરંતુ પરિણામો સારા નહીં આવે.પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે. કોઈ પણ બાબતને લઈને મનમાં બેચેની થશે. સ્વાસ્થ્ય સારું રહેશે આવકમાં વધારો થવાથી મન પ્રસન્ન રહેશે. પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહેશે. કામને લઈને સખ્ત મહેનત પછી તમને સારા પરિણામ મળશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ સારો રહેશે. પરસ્પર સમજણ વધશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોને નાણાકીય સ્થિતિને કારણે કોઈ મોટી મુશ્કેલી નહીં આવે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા મનમાં આનંદ થશે. દિલમાં પ્રેમની ભાવના રહેશે, જે તમારી પર્સનલ લાઇફને અસર કરશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન રોમાંસથી ભરેલું રહેશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.આજના દિવસે તમે પ્રિય વ્યક્તિ માટે તમારા કામમાંથી થોડો સમય કાઢશો. આજના દિવસે તમને નોકરીમાં સારા પરિણામ મળશે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે આવક પણ સારી રહેશે. જેનાથી કાર્યોમાં સફળતા મળશે. આજના દિવસે કેટલાક બિનજરૂરી ખર્ચ થશે. પરણિત લોકો માટે આજનો દિવસ થોડો નબળો છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિને ખુશ રાખવાનો પ્રયત્ન કરશો.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આ રાશિના જાતકો કામ પર પૂર્ણ ધ્યાન આપશે.આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. આજના દિવસે મસ્તીના મૂડમાં રહેશો. આવક સારી રહેશે. હળવા ખર્ચ થશે. પરિવારના સભ્યો સહયોગ કરશે.આજના દિવસે કોઈપણ મહત્વપૂર્ણ મુદ્દા પર વાટાઘાટો કરવામાં આવશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં બદલાવનો સમય છે. જોબમાં ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે. કામને લઈને મન નબળું રહેશે જેનાથી કામમાં ભૂલ થવાની સંભાવના વધશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આવક સારી રહેશે જેનાથી મન પ્રસન્ન રહેશે. આજના દિવસે ખર્ચ પર ધ્યાન આપવું જરૂરી રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ આવી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. માનસિક અશાંતિને લઈને આજનો દિવસ કામ માટે ખરાબ રહેશે.સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. પરંતુ વિરોધીઓથી સાવધાન રહેવું. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. વેપારને લઈને કરેલા પ્રયત્નો સફળ થશે.આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ખાવા પીવાની કાળજી લેવી પડશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે કેટલાક માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.
10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ખર્ચમાં અચાનક વધારો થતા તમારી અસ્વસ્થતામાં વધારો કરી શકે છે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. પ્રેમીપંખીડા માટે આજે સારા પરિણામ મળશે. સ્થાવર મિલકત સંબંધિત કાર્યમાં તમને સફળતા મળશે. કામકાજને લઈને દિવસ સારો છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થવાથી મન ખુશ થશે. પ્રેમિપંખીડા માટે આજનો દિવસ ખૂબ રોમેન્ટિક રહેશે. તમે તમારી મીઠી વાતોથી તમારા પ્રિય વ્યક્તિની દિલ જીતી શકશો. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ રહેશે. જીવનસાથી કોઈ બાબતે જીદ્દી થઈ શકે છે. કામને લઈને તમે કરેલી મહેનત સફળ થશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં વધઘટ થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે માનસિક તણાવ રહેશે. આજના દિવસે પરિવારના સભ્યોનો સહયોગ તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે.કામને લઈને કરેલા પ્રયત્નો સફળ થશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં શાંતિપૂર્ણ અને સારો દિવસ રહેશે.આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. જે તમારું મનોબળ વધારશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.