ઘણા લોકો ઉંમર સાથે પોતાની નિવૃત્તિ જાહેર કરી લેતા હોય છે, અને જાણે એવું માની લે કે તેમની ઉંમરની સાથે તેમનો સાહસ પણ પૂરો થઇ ગયો હોય. ઘણા લોકોની વિચાર સરણી પણ એવી હોય છે કે વૃદ્ધ થયા બાદ વ્યક્તિ કોઈ કામનો નથી, પરંતુ આ બધી વાતોનો જવાબ નાસિક મહારાષ્ટ્રના આ 12 વૃદ્ધોએ આપ્યો છે.

નાસિકથી નીકળેલા 12 વૃદ્ધોએ સ્વચ્છ નર્મદા બધાની જ જવાબદારી છે એવો સંદેશ લઈને સોમવારના રોજ ઓમકારેશ્વરથી મા નર્મદાની પરિક્રમા માટે 2000 કિલોમીટરની સાઇકલ યાત્રાની શરૂઆત કરી. આ દળમાં મોટાભાગે 60થી 70 વર્ષના વૃદ્ધો જ હતા.
આ પ્રવાસ ઉપર નીકળેલા વૃદ્ધોનું કહેવું છે કે દેશની અન્ય પ્રમુખ નદીઓની તુલનામાં વર્તમાનની અંદર નર્મદા નદીની અંદર સ્વચ્છતા બરકરાર છે. નર્મદાની હાલત પણ અન્ય નદીઓના જેવી ના થાય અને નર્મદા સદા નિર્મળ અને સ્વચ્છ બનેલી રહે એ ઉદ્દેશ્ય સાથે જ પરિક્રમા શરૂ કરી છે.

આ વૃદ્ધો 2000 કિલોમીટરની યાત્રા દરમિયાન સાઇકલ ઉપર જ પંક્ચર કરવાનો સામન પણ સાથે રાખે છે. આ ઉપરાંત ફોમની પથારી, સાઈડ બેગ અને આઈકાર્ડ પણ સાથે રાખે છે. બધા જ પાસે ગિયર વાળી સાઇકલ છે. તેમનું કહેવું છે કે સાઇકલ યાત્રા ઉપર જવા માટે તેમને દોઢ મહિના સુધી પ્રેક્ટિસ કરી હતી.
આ લોકો રોજ 90થી 100 કિલોમીટર જેટલી યાત્રા કરે છે. રસ્તાની અંદર લોકોને નર્મદાની સ્વચ્છતાને લઈને જાગૃતતા સંદેશ પણ આપે છે. તો આ ઉપરાંત સાઈકલિંગ કરીને કોરોના સંક્ર્મણ સામે સામનો કરવા રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો સંદેશ પણ આપે છે.

આ વૃદ્ધોએ જણાવ્યું કે તે નાસિક સાઇકલિસ્ટ ફાઉન્ડેશનના સદસ્યો છે. તેમના ક્લબની અંદર બે હજારથી પણ વધારે સદસ્યો છે. જેની અંદર બાળકો, યુવા અને વૃદ્ધો પણ સામેલ છે. તેમના ક્લબના વૃદ્ધ સદસ્યો પણ 80થી 100 કિલોમીટ સાઈકલિંગ કરે છે. હાલમાં જ ક્લબના યુવા સદસ્ય ઓમ મહાજને શ્રીનગરથી કન્યાકુમારી સુધી સાઈકલિંગ યાત્રા 8 દિવસ સાત કલાક અને 40 મિનિટમાં પૂર્ણ કરી.