આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-12ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
તમારી માનસિક ઊર્જા એક ઉચ્ચ લેવલ પર જ હશે. આજે પારિવારિક જીવનમાં સરળતા રહેશે. તમે પરિવાર સાથે કોઈ મુસાફરી કરવા જઈ શકો છો. તમારા કામના સ્થળે પણ તમને લાભ મળશે. આજે સ્વાસ્થ્ય થોડી બગડવાની શક્યતા છે. આજે અમુક કામો પૂર્ણ કરવામાં તમને ઘણી મુશ્કેલીઓ આવશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો મુશ્કેલી ભર્યો હશે. ભણવામાં મન લાગશે નહિ. વેપારી મિત્રો આજે પોતાનો બિઝનેસ વધારવામાં સફળ રહેશે. આજે આર્થિક સ્થિતિ મજબુત બનશે. સાંજના સમયે બાળકો સાથે વાતો કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
નોકરી કરતા મિત્રોને તેમના અટકેલા પૈસા પરત મળશે, પગાર વધારો પણ થઇ શકે છે. આજે સ્થાયી કે અસ્થાયી મિલકત ખરીદવાના યોગ છે. તમારી અને પરિવારની સુખ સુવિધા પાછળ ખર્ચ થશે. જો તમે ભવિષ્ય માટે પૈસા બચાવવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે સારો દિવસ છે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, બહારનું ખાવા-પીવાનું ટાળવું. થોડા સમય પહેલા કરેલા સારા કામનું ફળ આજે તમને મળશે. વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ અચાનક ધનલાભ થવાનો દિવસ બની રહેશે. આજથી પૈસા બચાવવાની કોઈ સારી સ્કીમમાં પૈસા રોકી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
વેપારમાં રોકાયેલ પૈસા પરત મળશે. લોટરીથી તમને સારો ફાયદો મળશે. જો કોઈ કોર્ટ કે કચેરીનો કેસ છે તો તેમાં સફળતા મળવામાં હજી સમય લાગી શકે છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. આજે તમારા વાણી અને વર્તનથી કોઈનું મન દુભાય નહિ તેની ખાસ તકેદારી રાખજો. સંતાન અને જીવનસાથીની તબિયત આજે બગડી શકે છે. આજે પરિવારમાં બધાએ ખાવા પીવા પર ધ્યાન રાખવું તબિયત બગડવાના યોગ છે. વિદેશ જવાવાળા મિત્રો માટે સારા સમાચાર આવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી
4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી
5. સિંહ – મ,ટ (Lio):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે. તમારી માતાનું ધાર્મિકતા તરફ વધારે જુકાવ રહેશે. માતાની તબિયત થોડી નરમગરમ રહેશે. પારિવારિક જીવન અનુકુળ રહેશે. તમે બંને એકબીજાને સમજી શકશો, દરેક સમસ્યા તમે બંને મળીને સુલઝાવી શકશો. જીવનસાથી કોઈ નોકરી કે વેપાર કરી રહ્યા છે તેમને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત થશે. આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. આજે કોઈપણ નાની વાતે તમને ગુસ્સો આવી શકે છે પણ તમારે તમારા ગુસ્સા પર અને વાણી વર્તન પર કાબુ રાખવાનો રહેશે. નોકરી અને વેપાર એર્થે મુસાફરી કરવાની થશે જે તમને લાભ આપશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
7. તુલા – ર,ત (Libra):
આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમારે તમારામાં પોઝીટીવ એનર્જી બનાવી રાખવાની છે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, બની શકે તો પુરતો આરામ અને યોગ્ય ભોજન લેવાનું રાખો. વેપારી મિત્રો આજે પોતાના મહત્વના કામ પૂર્ણ કરી શકશે, તમારા કર્મચારીઓની મહેનત આજે રંગ લાવશે. ધનલાભ થવાના યોગ છે. શેર માર્કેટમાં પૈસા રોકવા માટે સારો દિવસ છે. જે પણ મિત્રો તેમની એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે સારા સમાચાર છે. આજે જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
બને એટલું જલ્દી તમારું વજન ઓછું કરવા માટેના પ્રયત્નો શરુ કરો નહિ તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે અને એ ખુબ ખર્ચાળ પણ રહશે. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી
10. મકર – જ, ખ (Capricorn):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
પરિવાર અને મિત્રોના સહકારથી આજે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : સોનેરી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.
સ્વાસ્થ્ય – વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.
નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.
કૌટુંબિક-પારિવારિક – જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here