જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 12 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 6 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ખુદમાં વિશ્વાસ વધશે. ભાગ્ય પ્રબળ હોવાને કારણે કામ થઇ જશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.
પ્રેમભરી વાતો કરીને એકબીજાના દિલમાં જગ્યા બનાવશો. પ્રેમી પંખીડા આજના દિવસે રોમેંટિક અંદાજમાં નજરે આવશે. ખર્ચ પર ધ્યાન રાખવાની જરૂર છે. વિરોધીઓ આજના દિવસે તમારા પર ભારે પડી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. ખર્ચમાં વધારો થવાથી ચિંતામાં વધારો થશે. આવક સારી રહેશે છતાં પણ ખર્ચા પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસે ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે, કોઈ વાતને લઈને લડાઈ-ઝઘડાથી બચો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે, આજના દિવસે આવક સારી રહેશે જેનાથી મનમાં ખુશી થશે. મિલકત મામલે સફળતા મળશે. કામને લઇને મજબૂતી જોવા મળશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન માટે આજનો દીવસ સારો રહેશે. સંબંધમાં સમજદારી વધશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને કરેલા પ્રયાસ સફળ રહેશે જેનાથી તમને ખુશી મળશે, જમીન-મિલ્કત સંબંધિત મામલે ઘણો સમય વીતી જશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ જોવા મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડું સાવધાન રહેવાની જરૂર છે.
5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ભાગ્ય ઘણું પ્રબળ રહેશે જેનાથી તમારી ઈચ્છાઓ પુરી થશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. એક બીજા પ્રત્યે આકર્ષણ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ઘરે લગ્નની વાત થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. કોઈ કારણ વગરની ચિંતા તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો નહીં તો ઇજા થઇ શકે છે. ઘરમાં સુખ શાંતિ રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ જોવા મળી શકે છે. જીવન સાથી આજના દિવસે વધુ જવાબદારી નિભાવશે. પ્રેમી પંખીડા આજના દિવસે નિરાશ થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આજનો દિવસ આ રાશિના જાતકો માટે સારો રહેશે. ધંધામાં લાભ થશે. ઘરમાં રીનોવેશન કામ કરાવી શકો છો. તમારો મજાકીયો અંદાજ લોકોને પસંદ આવી શકે છે. ખર્ચમાં વધારો થશે. આવક ઠીકઠાક રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમારા પ્રિય વ્યક્તિના દિલમાં આજે જગ્યા બનાવી શકશો. કામને લઈને આજનો દિવસ સારો રહેશે.
8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ જોવા મળશે. પ્રેમ પંખીડા આજના દિવસે સંબંધમાં પરેશાની મહેસુસ કરશે. એક બીજા વચ્ચે દુરી વધી શકે છે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે પરંતુ કામમાં ધ્યાન આપવાની જરુર છે. હળવા ખર્ચ પણ થઇ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજનો દિવસ આ રાશિના જાતકો માટે સારો રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે, આજના દિવસે તમારા સંતાનને લઈને ઘણા પ્રસન્ન રહેશો. જે લોકો પ્રેમી પંખીડા છે તે આજના દિવસે ઘણા ખુશ નજરે આવશે કારણે આજના દિવસે તમારું પ્રિય વ્યક્તિ મીઠી-મીઠી વાત કરશે સાથે જ એકબીજાના દિલમાં પ્રેમ વધશે. કામને લઇને આજનો દિવસ સારો છે. સરકાર તરફથી કોઈ લાભ મળી શકે છે. જમીન મકાન સાથે જોડાયેલા મામલામાં સારી સફળતા મળશે. સ્વાસ્થ્ય મજબૂત રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જવાબદારી સમજીને પરિવાર માટે કંઈક વિચારશો. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી બુદ્ધિથી કામમાં સફળતા મળશે. આજના દિવસે બગડેલા કામ પણ થશે જેનાથી હોંસલો વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હળવા ખર્ચ થશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજનો દિવસ આ રાશિના જાતકો માટે મધ્યમ રહેશે. મિત્રો સાથે વાતો થશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. જેથી સાવધાની રાખો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજે સંબંધ આગળ વધારવાનો વિચાર કરશો. કામને લઈને દિવસ મધ્યમ રહેશે જેથી થોડી સાવધાની રાખો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજે સારું રહેશે. સંબંધમાં રોમાન્સ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પૈસાની આવક થશે જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ ગુસ્સા પર કાબુ રાખવો પડશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન તણાવ ભર્યું રહેશે જેથી સાવધાની રાખો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે જેનો ફાયદો થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.