જાણવા જેવું જીવનશૈલી

ભારતની આ 12 ઓફિસમાં કામ કરવા માટે લોકો તડપી રહ્યા છે, પગારના કારણે નહિ પરંતુ આ છે કારણે, તસીવીરો જોઈને તમે પણ તડપી ઉઠશો

નોકરીમાં જોડાતા મોટાભાગના લોકો પગારના કારણે જ જેતે જગ્યાએ જોડાઈ રહેલા હોય છે. કામ ના ગમતું હોય, આસપાસનું વાતાવરણ ના પસંદ હોય, ઓફિસની અંદરનો માહોલ ના અનુકૂળ હોય તે છતાં પણ મજબૂરીના કારણે આપણે એ જગ્યાએ જોડાઈ રહેવું પડે છે. કારણ કે આજના સમયમાં સારા પગારવાળી નોકરી મળવી ખુબ જ મુશ્કેલ હોય છે. ઓફિસ જતા મોટાભાગના લોકો રવિવારની રજાની જ રાહ જોતા હોય છે.

Image Source

પરંતુ ઘણી ઓફિસો એવી હોય છે કે જે પોતાને ત્યાં નોકરી કરતા લોકોની પણ સારી દેખરેખ રાખે છે, તેમને ઓફિસમાં કંટાળો ના આવે અને જેતે કામ માટે તે લોકો જોડાયા છે એ કામમાં પણ તેમની રુચિ બની રહે એ માટે કેટલાક અવનવા આયોજનાઓ પણ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને જે 12 ઓફિસ વિશે જણાવવાના છીએ એ ઓફિસમાં કામ કરવું દરેક વ્યક્તિનું સપનું રહેલું છે, માત્ર પગારના કારણે નહિ પરંતુ ઓફિસનું વાતાવરણ અને તેની ડિઝાઇન જ એવી છે જેને જોઈને કોઈને પણ એ જગ્યાએ કામ કરવાનું મન થઈ જાય. આ ઓફિસમાં કામ કરતી વખતે ના શનિવારની ચિંતા હોય છે ના સોમવારે જવાની આળસ. રવિવારે પણ આ ઓફિસમાં જવાની ઈચ્છા થઇ જાય છે.

Image Source

ચાલો જોઈએ ભારતની એવી 12 ઓફિસ:

Image Source
 1. દ બાયા પાર્ક,દાદર મુંબઈ:
  ફોટામાં તમે જે જોઈએ રહ્યા છો તે તો માત્ર આ ઓફિસનો મિટિંગ રિમ છે જેને પંક્ષીઓના માળાથી સજાવવામાં આવ્યો છે તો વિચારો આખી ઓફિસની ડિઝાઇન કેવી હશે?

  Image Source
 2. વ્હાઇટ કેનવાસ, બેંગ્લોર:
  આ કોઈ શો રમ નહિ પરંતુ ઓફિસ જ છે. વ્હાઇટ કેનવાસ એક જાહેરાત કરતી કંપની છે જની ઓફિસમાં કામ કરતા લોકો માટે પણ અભિવ્યક્ત થવા માટે પૂરતી છૂટ આપવામાં આવે છે.

  Image Source
 3. મિન્ત્રા, બેંગ્લોર:
  મિન્ત્રા એક ફેશન બ્રાન્ડ છે. ટીવીમાં આપણે તેની જાહેરાત નિહાળતા જ હોઈએ છીએ, આ કંપનીની ઓફિસ પણ તેના કપડાંની માફક રંગબેરાગી છે. જ્યાં કામ કરવામાં નવો રોમાન્સ અનુભવાય છે.

  Image Source
 4. બુકીંગ ડોટ કોમ, મુંબઈ:
  9500 સ્વેર ફિટમાં ફેલાયેલી બુકીંગ ડોટ કોમની નવી ઓફિસ સેન્ટ્રલ મુંબઈનું દિલ છે, કારણ કે આ ઓફિસની અંદર અલગ અલગ થીમ રાખવામાં આવ્યા છે મુંબઈનું દર્શન કરાવે છે.

  Image Source
 5. પરિમલ એન્ટરપ્રાઇઝ, મુંબઈ:
  આ ઓફિસની અંદર પોતાના કર્મચારીઓ કામની સાથે સાથે હળવા પણ થઇ શકે તે માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ઓફિસના કર્મચારીઓ ઘરના આંગણામાં બેઠા હોય તે રીતે આરામ કરી શકે છે અને ચર્ચાઓ પણ કરી શકે છે સાથે આ ઓફિસમાં ઓપન લાઈબ્રેરી પણ બનાવવામાં આવી છે.

  Image Source
 6. માઈક્રોસોફ્ટ, મુંબઈ:
  માઈક્રોસોફ્ટ તેના નામથી જ જાણીતું છે. તો તેની ઓફિસ પણ એટલી જ ભવ્ય અને આલીશાન છે. આ ઓફિસમાં કામ કરવાથી જ હૃદય અને મન પ્રફુલ્લિત થઇ જાય.

  Image Source
 7. ફ્રેશ ડેસ્ક, ચેન્નઈ
  આ ચિત્ર જોઈને તમને એમ લાગશે કે આ ઓફિસનો કોઈ મિટિંગ રમ કે બેઠક રમ હશે પરંતુ આ કર્મચારીઓનું કાર્યક્ષેત્ર છે જ્યાં CEOથી લઈને કર્મચારીઓ એક જ જગ્યાએ બેસી સાથે કામ કરે છે.

  Image Source
 8. ગુગલ, હૈદરાબાદ:
  હૈદરાબાદની અંદર સૌથી સારા ઓફિસ કેમ્પસ આવેલા છે જ્યાં ઇન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ પણ છે, પરંતુ આ બધાની સાથે ગુગલી ઓફિસ પણ ધ્યાન ખેંચે તેવી છે.

  Image Source
 9. હાર્લી ડેવિસન, ગુરગાંવ:
  બાઈકની દુનિયામાં પોતાનું આગવું નામ ધરાવતી કંપની હાર્લી ડેવિસનની ઓફિસ પણ ખુબ જ મઝાની છે. આ ઓફિસના ઇન્ટિરિયરમાં બાઇકના સ્પેરપાર્ટનો ઉપયોગ કરીને આકર્ષક બનાવવામાં આવી છે.

  Image Source
 10. ફેસબુક, હૈદરાબાદ:
  ફેસબુકનની ઓફ્સ જોતા એમ લાગે કે આ કોઈ રેસ્ટોરન્ટ હશે કારણ કે આજકાલ આધુનિક રેસ્ટોરન્ટની અંદર જ આ પ્રકારના થિમ્નો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ ફેસબુકની ઓફિસ છે. જણે સુંદર રીતે અવનવા થીમદ્વારા શણગારવામાં આવી છે.

  Image Source
 11. જનરલ મોટર, ગુરગાંવ:
  આ ઓફિસની અંદરની ડિઝાઇન જોઈને એવું લાગે જાણે આપણે કોઈ કારની અંદર જ સફર કરી રહ્યા હોય, જનરલ મોટર વિશ્વમાં કાર બનાવવા માટે એક મોટું નામ ધરાવે છે ત્યારે તેને ઓફિસને પણ એજ પ્રકારે સજાવી છે.

  Image Source
 12. સ્પ્રિન્કલર, બેંગ્લોર:
  આ ઓફિસને જોઈને કોઈ ફિલની કેન્ટીન યાદ આવી જાય, પરંતુ આ કોઈ કેન્ટીન નહિ પરંતુ સ્પ્રિન્કલરની ઓફિસ છે. જેને કોલેજ કેન્ટીનની જેમ જ બનાવવામાં આવી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.