ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે.*આપણો સદીઓનો ગૌરવપૂર્ણ ઈતિહાસ ગવાહી આપે છે, ભારત સોનાની ચિડિયા ગણાતું હતું ત્યારે પણ વિશ્વ કલ્યાણની ભાવના જ સર્વોપરી હતી. આ સદીના આરંભે Y2k સંકટથી વિશ્વ ગભરાતું હતું ત્યારે ભારતીયોએ એ સંકટનો સામનો કર્યો હતો. આપણે શ્રેષ્ઠ ઉત્પાદનો કરીશું, ગુણવત્તા સુધારશું, સપ્લાય ચેઈનને આધુનિક બનાવીશું. જે આપણે કરી શકીએ છીએ અને આપણે એ કરીશું. મેં કચ્છમાં ભૂકંપ જોયો છે. ચારે તરફ બધું ધ્વસ્ત હતું. મારી આંખે મેં એ કાટમાળ જોયો છે. એ વખતે કોઈ વિચારી પણ ન્હોતું શકતું કે કચ્છ કદી બેઠું થશે. પણ એ શક્ય બન્યું. આજે કચ્છ સમૃદ્ધિ છે.

આખી દુનિયામાં ભારતના પ્રસંશા કરવામાં આવી રહી છે. જેનું દરેક ભારતીયને ગર્વ હોવું જોઈએ. ભારતનું કાર્ય સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવ્યું છે. ભારતની તમામ ગતિવિધિઓની દુનિયાભરમાં અસર પડે જ છે. જીવન મરણ વચ્ચે ઝઝુમતી દુનિયા વચ્ચે ભારતની દવાઓ આશાનું કિરણ બન્યું છે. વિશ્વ યોગા દિવસની ઉજવણી પણ વિશ્વમાં ચર્ચામાં છે.
આત્મનિર્ભર ભારતની ભવ્ય ઈમારત પાંચ પીલર પર ઊભેલી છે.

1. અર્થવ્યવસ્થાઃ એક એવી વ્યવસ્થા જે ક્વોન્ટમ જમ્પ આપે.
2. માળકાગત સુવિધા, જે આધુનિક ભારતની ઓળખ બને.
3. સિસ્ટમ, જે એકવીશમી સદીના સપનાને સાકાર કરતી ટેક્નોલોજી ડ્રિવન હોય.
4. ભારતીય લોકતંત્ર, જે દુનિયામાં સૌથી મોટી છે.
5. ડિમાન્ડ, જે સપ્લાયની સાથે તાલમેલ વધારેવિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે
કેન્દ્ર સરકારે આર્થિક પેકેજની જાહેરાત. 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી.ભારતના જીડીપીના લગભગ 10 ટકાછે આ પેકેજ.
2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે. લેન્ડ,લેબર, લિક્વિડીટી અને લો દરેક માટે કામ કરશે કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે.
દેશના એ શ્રમિકો, કિસાનો માટે આ પેકેજ છે જે દેશવાસીઓ માટે દિન-રાત પરિશ્રમ કરે છે. આવતીકાલથી કેટલાંક દિવસ સુધી નાણામંત્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન સંબંધિત પેકેજની વિશેષ જાણકારી આપવામાં આવશે.
દેશને લોકલ લોકોએ જ બચાવ્યો છે. લોકડાઉન બાદ સ્થાનિક વસ્તુઓની ખરીદી કરવી અને તેને અન્ય લોકોને સ્થાનિક વસ્તુ ખરીદવા પ્રેરજો. 18 મેં સુધીમાં નવી જાણકારી આપવામાં આવશે