જો તમે પણ એ લોકોમાંના એક છો જેઓને પહેલાથી જ પોતાની રજામાં ફરવા જવાનો પ્લાન કરવાનું પસંદ છે તો આવનારું વર્ષ 2020 તમારા માટે ખુબ ઉત્સાહપૂર્વક થવાનું છે.
વર્ષ 2020 માં તમને 12 લોન્ગ વિકેન્ડ મળશે અને તે રજાઓમાં તમારે શું કરવું, ક્યાં ફરવા જવું વગેરેની જાણકારી વિશે તમને જણાવીશું. કોઈ સમસ્યા વગર તમે તમારી રજાઓમાં ફરવા જવાની યોજના બનાવી શકશો. આજે અમે તમને ભારતમાં જ આ લોન્ગ વિકેન્ડ પર ફરવા જવાના લિસ્ટ વિશે જણાવીશું.
1. જાન્યુઆરી:

જાન્યુઆરીમાં તમને ત્રણ દિવસનું લોહરીના તહેવારનું વિકેન્ડ મળી શકે તેમ છે. પંજાબના અમૃતસર અને લુધિયાનામાં ખુબ જ જોર-શોરમાં લોહરી ઉજવવામાં આવે છે. એવામાં તમે આ રજાઓમાં પંજાબ ફરવા માટે જઈ શકો છો ત્યાંની લોહરીની ઉજવણી જોઈને તમે પણ ઉત્સાહમાં આવી જશો. તમે તમારા વર્ષ 2020 ના પહેલા વિકેન્ડની શરૂઆત પંજાબથી કરો.
2. ફેબ્રુઆરી:

ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રીના સમયે તમને લોન્ગ વિકેન્ડ મળી શકે તેમ છે. એવામાં મંડીના ભૂતનાથ મંદિરમાં લોકો શિવરાત્રીની પૂજાનો લાભ લેવા માટે આવે છે. ભારતમાં સૌથી ધામધૂમથી શિવરાત્રીની પૂજા આ મંદિરમાં જ કરવામાં આવે છે. અહીં પૂજાનો સમારોહ જોયા પછી તમે અમુક બર્ફીલા ઝીલોની આસપાસ ટ્રેકિંગની મજા પણ લઇ શકો તેમ છો.
3. માર્ચ:

માર્ચ મહિનામાં હોળીના તહેવાર નિમિતે તમને લોન્ગ વિકેન્ડ મળી શકે તેમ છે. ઇતિહાસ સાથે જોડાયેલા હમ્પી શહેરમાં તમને ત્યાંની સઁસ્કૃતિ અને રીત-રિવાજોની સાથે સાથે નવા જમના પ્રમાણે હોળીના તહેવારનું ફ્યુઝન પણ જોવા મળશે. એટલે કે તમને અહીં ઢોલ પણ જોવા મળશે અને ટેક્નોલોજી સાથે જોડાયેલું મ્યુઝિક પણ. 2020 ની હોળી તમે હમ્પીના નવા અંદાજમાં વિદેશીઓની સાથે પણ મનાવી શકશો. કેમ કે ત્યાં દેશ-વિદેશથી લોકો આ સ્થળની મુલાકાતે આવે છે.
4. એપ્રિલ:

એપ્રિલ મહિનામાં રામ નવમી અને મહાવીર જયંતિની રજાઓ આવશે અને વચ્ચે એક રવિવાર, અને શુક્રવારની રજા લઈને તમે 5 દિવસની રજાઓ મેળવી શકશો. 2020 નું આ લાંબુ વિકેડ તમારે દૂરની જગ્યા પર વિતાવવું જોઈએ માટે તમે સિક્કિમના પેલિન્ગ શેહરની યાત્રા કરી શકો તેમ છો. હર્યું ભર્યું વાતાવરણ, હિમાલય પર્વતથી ઘેરાયેલા ઝીલથી વહેતુ પાણી તમને રોમાચિંત કરી દેશે. પેલિન્ગ જઈને તમે પ્રકૃતિના અદ્દભુત નજારાનો આનંદ મેંળવી શકશો.

આ સિવાય આ મહિનામાં જ ગુડ ફ્રાઈડેની રજામાં પણ વિકેન્ડ મળી શકશે. આ રજામાં તમે યરકૌડ ફરવા જઈ શકશો. 1600 મીટરની ઊંચાઈ પર વસેલું આ હિલ સ્ટેશન ઋતુના સ્વાગત માટે સૌથી સુંદર જગ્યા છે. ચેન્નઇથી અમુક જ કલાકોના અંતરે આ હિલ સ્ટેશ પર તમે ઠંડી હવાઓ અને વિશાળ પહાડોની વચ્ચે સૂર્યાસ્તનો આનંદ લઇ શકશો.
5. મૈં:

મૈં મહિનામાં વીકેન્ડમાં તમે ભયંકર ગરમીથી બચવા માટે દાયરા બુગ્યાલના હર્યા ભર્યા વાતાવરણ અને ઠંડી હવાનો લુપ્ત ઉઠાવી શકશો. ગરમીની ઋતુમાં ફરવા માટે આ જગ્યા એકદમ બેસ્ટ છે.
6. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર:
આ મહિનાઓમાં વિકેન્ડના વધારે દિસવો નથી મળતા પણ તમે કોઈક નજીકના સ્થળો પર તમારા રવિવારની રજા વિતાવી શકશો.
7. ઓક્ટોબર:

ઓક્ટોબરમાં ગાંધી જ્યંતી નિમિતે તમને લોન્ગ વિકેન્ડ મળી શકે તેમ છે. આ દિવસોમાં તમે કોટા અને રાવતભાટા ફરવા માટે જઈ શકાશે. કોટામાં ઘણા પ્રકારની ઝીલ અને જંગલ છે અને અહીં દશેરાના એક મહિના પહેલા જ પુરા દેશમાં સૌથી મોટો મેળો પણ હોય છે. એવામાં તમે આ મેળાની મજા અને સાથે સાથે કોટાના પ્રસિદ્ધ 7 અજુબો વાળા પાર્કની મજા પણ માણી શકશો. આ સિવાય દશેરાના વીકેન્ડમાં તમે ભીડભાડથી દૂર કન્નુરમા નદી કિનારે સમય વિતાતવો તમારા માટે ગજબનો અનુભવ રહેશે.
8. નવેમ્બર:

નવેમ્બર મહિનામાં ઈદ-એ-મિલાદ નું લોન્ગ વિકેન્ડ મળશે. જો તમે પરફેક્ટ મૌસમમાં સમય વિતાવવા માંગો છો તો ભિતાર્કનિકા તમારા માટે એકદમ બેસ્ટ રહેશે. માઇગ્રેટરી પક્ષીઓ, સુંદર દરિયા કિનારા અને સ્વચ્છ હવા તમારું મન મોહી લેશે.

આ સિવાય દિવાળીના વીકેન્ડમાં તમે ગોવા જઈને કંઈક ખાસ અનુભવી શકશો કેમ કે ગોવામાં નરકાસુર પર વિજયની ખુશીમાં નરક ચતુર્દશી ઉજવવામાં આવે છે. જેમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે અને દેશના ખૂણે ખૂણેથી લોકો ખાસ આ સમારોહનો હિસ્સો બનવા માટે આવે છે. આ સિવાય ગુરુ નાનક જન્મ જયંતિ વખતે પણ તમે જો ઠંડીમાં હલકા હલકા તડકાની મજા માણવા માંગો છો તો જેસલમેર જઈ શકો છો.
9. ડિસેમ્બર:

ડિસેમ્બર મહિનામાં ક્રિસ્મસનું છેલ્લું વિકેન્ડ તમારે અંડમાનમાં વિતાવવું જોઈએ. કોશિશ કરો કે થોડી લાંબી રજાઓ લઈને તમે ડિસ્મેબર મહિનામાં અંડમાનની પ્રકૃતિની મજા મેળવી શકો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.