અમદાવાદમાં યુવકે રંગીન રાતો ગુજારી ને 12 લાખ રોકડ અને 30 તોલા સોનુ પડાવ્યું, યુવતીની હાલત ખરાબ કરી દીધી

અમદાવાદમાં લફરાં કરતા પહેલા ચેતી જજો: યુવતીની ઈજ્જત સાથે લાખો રૂપિયા લૂંટી લીધા અને છેલ્લે તો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે  દુષ્કર્મ થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણી યુવતીઓને ઘણા યુવકો અને પરણિત પુરુષો દ્વારા પોતાના પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે સંબંધો બાંધી તરછોડી દેવામાં આવે છે. તો ઘણા કિસ્સાઓમાં અતરંગી સંબંધોના વીડિયો બનાવીને બ્લેકમેઇલ પણ કરવામાં આવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જેમાં અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતી એક 19 વર્ષની યુવતીને એક યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને સંબંધો બાંધ્યા હતા. જેના બાદ તેમની વચ્ચે બંધાયેલા અતરંગી સંબંધોનો વીડિયો બનાવી યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

યુવકે યુવતી સાથેના દુષ્કર્મનો વીડિયો બનાવી તેની પાસેથી 12 લાખ રૂપિયા રોકડા અને 30 તોલા સોનુ પડાવી લીધું હતું અને આખરે તેને લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના બાદ યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલા દુષ્કર્મ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર અમદાવાદના કાંકરિયાના વિસ્તારમાં એક યુવતી તેના ત્રણ ભાઈ અને બે બહેનો સાથે રહે છે. વર્ષ 2020માં તેના માતા પિતા દારૂના ગુન્હામાં મોસ્ટ વૉન્ટેડ છે. આ દરમિયાન યુવતી રાજેન્દ્ર  ઉર્ફે રાજો ચુનારા નામના પરણિત વ્યક્તિના સંપર્કમાં આવી હતી. જેના બાદ રાજેન્દ્ર તેની પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈને યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી સંબંધો બાંધતો હતો.

આ દરમિયાન રાજેન્દ્ર યુવતીને આસ્ટોડિયાના એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયો અને ત્યાં તેની સાથે સંબંધો બાંધ્યા હતા અને વીડિયો પણ બનાવી લીધો હતો. જેના બાદ તે યુવતીને ધમકી આપવા લાગ્યો હતો કે તું મને એક લાખ રૂપિયા આપ નહિ તો તારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. જેના બાદ ગભરાયેલી યુવતીએ તેને એક લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ રાજેન્દ્ર તેને સતત બ્લેકમેઇલ કરવા લાગ્યો અને કુલ 12 લાખ રૂપિયા ઉપરાંત 30 તોલા સોનુ પણ પડાવી લીધું હતું.

યુવતી પાસેથી પૈસા અને સોનુ પડાવીને રાજેન્દ્ર રાજસ્થાન ભાગી ગયો હતો, અને ત્યાંથી યુવતીને ફોન કરી તેની સાથે લગ્ન નહિ કરવા અને તેની પત્નીને છૂટાછેડા પણ નહિ આપે તેવું જણાવ્યું હતું, જેના કારણે આઘાતમાં આવેલી યુવતી રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા માટે ગઈ હતી, જ્યાં પોલીસે તેને બચાવી લીધી હતી. જેની જાણ રાજેન્દ્રને થતા તેને યુવતીની માફી માંગી અને ફરીથી લગ્નની લાલચ આપી હતી, પરંતુ ફરી લગ્નની ના પાડતા યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Niraj Patel