જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 12 જૂન : હનુમાન દાદાની કૃપાથી શનિવારના દિવસે આ 7 રાશિઓના જીવનમાં આવશે મહત્વના બદલાવ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મિત્રો સાથે સાંજ સારી રહેશે પરંતુ વધારે ખાવાથી બચવું કેમ કે તમારી આગામી સવાર નહીં તો ખરાબ થઈ શકે છે. રોકાણને લઈ મહત્વના નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવા કોઈ દૂર રહેતા સંબધી આજે તમારો સંપર્ક કરી શકે છે. આજે સારા પૈસા બનાવી શકો છો, પરંતુ તે હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખવું. આજે તમારો તણાવ મિત્રો સાથે રહેવાથી દુર થશે. વ્યવસાયીક કામમાં ભાગીદારનો સારો સાથ સહકાર મળી રહે. આજે ભવિષ્ય માટે કોઈ યોજના બનાવવા માટે સારો દિવસ છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજે બાળક જેવો ભોળો સ્વભાવ તમારા પર છવાયેલો રહેશે. સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં અચાનક કોઈ સારા સમાચાર મળતા પરિવારમાં ખુશી ફેલાઈ શકે છે. આજે સંપત્તિ વધારવા માટે તમારી પાસે ક્ષમતા અને સમજ બંને રહેશે. આજે તમારૂ દિમાગ તેજ રહેશે. સંબંધીઓ તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે. સાવધાન રહેવું નહીં તો ઠગાઈ થઈ શકે છે. મહત્વપૂર્ણ કરાર સમયે કોઈના દબાણમાં ન આવવું, સમજી વિચારીને નિર્ણય લેવો. જીવનસાથી સાથે મજાનો દિવસ.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હિમ્મત ન હારવી અને ઈચ્છીત ફળ માટે વધારે મહેનત કરો. નિષ્ફળતાને પ્રગતિનો માર્ગ બનાવવો. મુશ્કેલ પરિસ્થિતિમાં સંબંધિઓ કામ આવશે. નવા કરાર ફાયદાકારક રહેશે, પરંતુ આશા પ્રમાણે લાભ નહીં અપાવે. જેથી ઉતાવળમાં કોઈ નિર્ણયો ન લેવા. ખર્ચમાં વધારો થવાથી માનસિક શાંતી ભંગ થઈ શકે છે. સંબંધીઓના કારણે પણ તણાવ રહી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તી કરવાથી તણાવથી દુર રહી શકશો.

4. કર્ક – ડ, હ (Cancer): જરૂરત કરતા વધારે ખાવાથી બચવું અને અને તંદુરસ્ત રહેવા રોજ કસરત કરવી. નાણાકીય અનિશ્ચિતતા તમને માનસિક તણાવ આપી શકે છે. તમે જેના પર વિશ્વાસ કરો છો, તે તમને સત્ય ના બતાવે એવું બની શકે છે. બીજા લોકોની ખુશ કરવાની ક્ષમતા આગામી મુશ્કેલ સમયમાં તમારા માટે કારગર સાબિત થશે. ભાગીદારી અને ચાલાકીભરેલી આર્થિક યોજનામાં રોકાણ ન કરવું. બાળકો અભ્યાસના મામલામાં નિરાશ કરી શકે છે. વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવાથી બચવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. તમે કોઈ પણ નિર્ણ લો તો પરિવાર સાથે શેર કરો, ફાયદો થશે.

5. સિંહ – મ, ટ (Leo): પોતાના સ્વાસ્થ્યને લઈ વદારે ચિંતા ન કરો કેમ કે, તેનાથી તમારી બીમારી વધશે. રોકાણ કરવા અને અનુમાનના આધારે પૈસા લગાવવા માટે સારો દિવસ નથી. સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે. કોઈ પણ મામલો શાંત દિમાગ રાખી ઉકેલવો. ભાગ-દોડવાળો દિવસ તમારા મગજને ખરાબ કરી શકે છે, મનને શાંત રાખવું. કોઈ નવો વિચાર આર્થિક રીતે ફાયદો કરાવશે. વિવાદ, મતભેદ, કોઈની ભૂલને નજરઅંદાજ કરો. કાર્યસ્થળ પર કામનું દબાણ વધારે રહી શકે છે. મિજાજ પર કાબુ રાખવો, અને બોલવામાં મર્યાદા રાખવી, નહીં તો એક ભૂલ મોટુ નુકશાન કરાવી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): સારી જિંદગી માટે તંદુરસ્ત રહેવું અને વ્યક્તિગત સુધાર કરવાની કોશિશ કરો. તમે બીજા લોકો પર વધારે ખર્ચ કરી શકો છો. પરિવારના લોકોનું તમારા જીવનમાં વિશેષ મહત્વ રહેશે. પ્રેમી કે પ્રેમિકાની બીનજરૂરી માંગ આગળ નમવું નહીં. આજે રોમાંચક રહેશો, જે તમને આર્થિક ફાયદો કરાવશે. આજે ચિંતામુક્ત થઈ ખુશીથી દિવસ પસાર કરશો. નવી-નવી વસ્તુ શીખવાની તમારી આદત તમને મનોબળ પુરૂ પાડશે. જીવનસાથીવાદ વિવાદથી દુર રહેવું, બોલવમાં કોઈ ભૂલ થવાની સંભાવના છે. જે સબંધમાં કડવાશ ઉભી કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): જિંદગી તરફ ઉદાર વલણ રાખો. પોતાની પરિસ્થિતિની ફરિયાદો કરવાથી કઈં નહીં મળે. તમે આજે બીજો લોક પર વધારે ખર્ચ કરી શકો છો. પરિવાર સાથે હોવ ત્યારે કોશિશ કરો કે કોઈ તમારાથી નારાજ ન થાય અને પરિવારની જરૂરિયાત પુરી કરો. ઉતાવળમાં લીધેલો નિર્ણય પરેશાની ઉભી કરી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઠંડા દિમાગથી વિચારવું. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક રહેશે. આજનો દિવસ ખુશીઓથી ભરપુર રહેશે. મિત્રો સાથે સંભાળીને વાત કરવી, સંબંધ બગડી શકે છે. બીજા લોકોને એવું કામ ન કરવાનું કહો, જે કામ તમે સ્વયં કરવા ના ઈચ્છતા હોય.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):  જો તમે જરૂરી આરામ નહીં કરો તો તમે વધારે થાકનો અનુભવ કરશો અને તમને વધારે આરામની જરૂરત પડશે. આજે રોકાણ માટેના જે અવસર મળે તેના પર વિચાર કરવો. પરંતુ રોકાણ ત્યારે જ કરવું જ્યારે તેના વિશે તમામ માહિતી તમારી પાસે હોય. તમારો ઉદાર સ્વભાવ ખુશીની પળ લાવી શકે છે. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવાથી બચવું. પાડોશીઓ સાથે ઝગડો મૂડ ખરાબ કરી શકે છે, પરંતુ પોતાનું સંતુલન ગુમાવવું નહીં. તમે કોઈનો સહયોગ ન કરો તો તમારી સાથે ઝગડો થઈ શકે છે, બધા સાથે સંબંધ બનાવી રાખવાની કોશિશ કરો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):  આજના દિવસે એવી વસ્તુ કરવાની જરૂરત છે જે તમારી તબીયતમાં સુધાર લાવે. રોકાણ માટે અનુમાનના આધારે પૈસા લગાવવા માટે સારો દિવસ નથી. કોઈ જુનો મિત્ર સાંજના સમયે તમને ફોન કરી જુની યાદો તાજા કરાવી શકે છે. કોઈ જુના મિત્ર સાથે મુલાક તમારૂ મન ખુશ કરી દેશે. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડથી સાવધાન રહો. પરિવારના સભ્યો અથવા જીવનસાથી તણાવનું કારણ બની શેક છે. અન્ય દિવસની અપેક્ષાએ આજે તમારા સહર્મીઓ તમને વધારે સમજવાની કોશિશ કરી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):  મદીરાપાનથી દુર જ રહેવું. કેમ કે, તેનાથી તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે. પોતાના રોકાણ અને ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો. સંયમ અને હિંમતને રાખો, ખાસ કરીને ત્યારે જ્યારે અન્ય લોકો તમારો વિરોધ કરે. આજનો દિવસ એવો છે કે જ્યારે વસ્તુઓ તમે ઇચ્છો તે રીતે નહીં થાય. જીવનસાથીને કારણે તમને માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. તારાઓ નિર્દેશ કરે છે કે આજે તમે તમારો દિવસ ટીવી જોવા માટે વિતાવી શકો છો. કોઈની સાથે તુરંત મિત્રતા કરવા ટાળો, કારણ કે આનો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): મારે એ કામ કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય અને સૌંદર્યમાં સુધાર કરવામાં મદદ કરે. ભાગીદારીની યોજનાઓ અને ચાલાકીભરેલી યોજનામાં રોકાણ કરવાથી દુર રહેવું. પારિવારીક મામલે તમે વધારે ખુશ નહી રહો, તમને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. રસ્તા પર કાર ચલાવવામાં સાવધાની રાખો. તમારા જીવનસાથીના સારા વર્તનના કારણે, તમે ફરી એકવાર તેમના પ્રેમમાં પડી શકો છો. તમારો પરિવાર તમને તેમની સાથે ક્યાંક લઈ જશે. જોકે તમને શરૂઆતમાં ખાસ રસ નહીં હોય, પરંતુ પછીથી તમે તે અનુભવનો ખૂબ આનંદ લઈ શકો છો. ફૂલ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરો. જીવનના ઉતાર-ચઢાવમાં પરિવારને સાથે મળીને ટેકો આપો. તમારી બદલાયેલી વર્તણૂક તેમના માટે ખુશીનું કારણ સાબિત થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):  એવી ગતિવિધિઓમાં સામેલ થાઓ જે રોમાંચક હોય અને તમને સુકુન આપે. આજે માત્ર બેસી રહેવાને બદલે કઈં એવું કરો જે તમારી આવકમાં વધારો કરી શકે. મિત્રો અને પરિવાર સાથે મજાનો સમય પસાર થશે. આજે તમે ફરી એકવાર જુના સમયમાં પાછા આવી શકો છો અને લગ્નના શરૂઆતના દિવસોનો પ્રેમ અને રોમેન્ટિક અનુભવી શકો છો. અઠવાડીયાની એક રજા અને આ દિવસે સ્માર્ટફોનની સ્ક્રીન પર બોસનું નામ જોવાનું કોને પસંદ છે? પરંતુ આજે તમારી સાથે આવું કઈંક થઈ શકે છે. એકતરફી પ્રેમ પ્રસંગમાં તમારો સમય બગાડો નહીં. પ્રેમ સંબંધોમાં આજે તમે સારૂ વર્તન રાખો.