12 જુલાઇથી ચતુર્માસનો આરંભ: 4 મહિના નહીં થઇ શકે શુભ કામ, આ વાતનું જરૂર રાખો ધ્યાન

0

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 12 જુલાઈના રોજ દેવશયની એકાદશીથી ચતુર્માસ શરુ થાય છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર, આ ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં રહે છે, જેથી આ ચાર માસ દરમ્યાન કોઈ પણ શુભ કામ નથી કરી શકાતા. આ દરમ્યાન દરેક માંગલિક કામો અટકી જાય છે, એટલે કે લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો કરવાનું ટાળવામાં આવે છે.

Image Source

અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસથી ચાર મહિનાનો સમય ભગવાન વિષ્ણુ પોઢી જાય છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન ક્ષીર સાગર અનંત શૈયા પર શયન કરે છે. જેથી કોઈ પણ શુભ કામ કરી શકાતા નથી. એ પછી ત્યારથી લઈને દેવઉઠી અગિયારસ એટલે કે કારતક મહિનાની શુક્લ પક્ષની આગિયારસના રોજ પ્રભુ નિંદ્રામાંથી જાગે છે.

તો આજે જાણીએ કે આ ચાર મહિના દરમ્યાન શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ –

Image Source

આ ચતુર્માસ દરમ્યાન જમીન પર ઊંઘવું અને સૂર્યોદય પહેલા ઉઠી જવું, મોટેભાગનો સમય મૌન રહેવું અને ઉપવાસ રાખવો શુભ માનવામાં આવે છે. બની શકે તો દિવસમાં એક જ વાર જમવું. આ દિવસોમાં આમળા યુક્ત જળથી સ્નાન કરવાથી અને મૌન રહીને ભોજન કરવાનું શુભ માનવામાં આવે છે.

આ ચતુર્માસ દરમ્યાન સહવાસ ન કરવો અને જુઠ્ઠું ન બોલવું, ઉપરાંત માંસાહાર અને મદિરાના સેવનથી દૂર રહેવું જોઈએ.

Image Source

ચતુર્માસ દરમ્યાન ખાવા-પીવામાં ધ્યાન રાખવાનું કારણ એ પણ છે કે આ સમયે વરસાદ હોવાના કારણે હવામાં ભેજ વધી જાય છે. ભેજ વધવાના કારણે બેક્ટેરિયા, કીડા, અને જીવ-જંતુઓ વધી જાય છે. જેનાથી બચવા માટે કહેવામાં આવે છે કે કેટલીક વસ્તુઓ ન કરવી જોઈએ અને કેટલીક વસ્તુઓ ન ખાવી જોઈએ.

આ ચાર મહિનામાં કેટલાક ખાસ કાર્યો કરવાથી પુણ્ય મળે છે. કારણ કે આ સમય દરમ્યાન કોઈ પણ પુણ્યનું કામ કર્યું હોય તો એનું ફળ જરૂર મળે છે.

Image Source

આ ચાર મહિના દરમ્યાન જે વ્યક્તિ રોજ ભગવાનને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવે છે એ લોકોને સ્વર્ગમાં જઈને ઇન્દ્ર જેવું સુખ ભોગવે છે. ધૂપ, દીવો, નૈવૈદ્ય અને ફૂલોથી ભગવાનની પૂજા કરનારને સુખ મળે છે અને મનુષ્ય જન્મ જન્માંતરો સુધી શ્રીમંત રહે છે. તુલસીના પાનથી કે તુલસીના મંજારથી ભગવાનની પૂજા કરવાથી પરમગતિ પ્રાપ્ત થાય છે.

આ ચાર મહિના દરમ્યાન ફળોનુ દાન કરવાથી નંદન વનનુ સુખ મળે છે. જો કોઈ આ ચાર મહિના દરમ્યાન મંદિરની સફાઈ કરે અને મંદિરની કાચી જગ્યાને ગોબરથી લીંપે તો તેમને બ્રાહ્મણ યોનિમાં જન્મ મળે છે.

Image Source

રોજ પીપળાના ઝાડને પાણી ચઢાવવું, પીપળની પરિક્રમા કરવી, અને પીપળાના વૃક્ષો વાવવાથી જીવનમાં કોઈ વસ્તુની કમી નથી આવતી. આ સિવાય આ ચાર મહિના દરમ્યાન ગોપીચંદનનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ઉપવાસ દરમ્યાન મંદિરમાં ઘંટડી ચઢાવવી, બ્રાહ્મણોનું સન્માન કરવું, દાન આપવું, ગાયનું દાન કરવું, આમ કરનાર લોકોના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થાય. આ સિવાય ચાંદીના વાસણમાં મધ ભરીને કે તાંબાના વાસણમાં ગોળ ભરીને દાન પણ કરી શકાય. આ સિવાય મીઠું, સત્તુ, લાલ વસ્ત્ર, હળદર, જૂતા, તલ, છત્રીનું દાન કરનાર પણ સુખી રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here