12 જુલાઈ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમારી મુલાકાત કોઈ ઉચ્ચ હોદ્દા અધિકારી સાથે થશે. તેમની સાથે વાત કરો ત્યારે સાવધાની રાખજો ક્યાંક તમારા વાણી વર્તનના કારણે ક્યાંક તમારી ઇમ્પ્રેશન બગડી ના જાય. આજે જો મૂંઝવણમાં હોવ તો જુના મિત્રોનો સંપર્ક કરો અને મિત્રતાના એ દિવસો યાદ કરો. જૂની વાતો યાદ કરીને મન આજે રાહતનો અનુભવ કરશે. તમારા કામનો બોજ પત્નીના સાથના કારણે ઓછો થઇ જશે. રોકાણ કરવા માટેની અનેક તકો આજે આવશે તમારી સામે પણ ખુશીમાં અને ખુશીમાં તેની પુરતી ચકાસણી કરવાનું ભૂલતા નહિ તમને આર્થિક નુકશાન થઇ શકે છે. દિવસનો અંતિમ સમય પરિવાર સાથે વિતાવો જેનાથી તમે સાચો આનંદ માણી શકશો.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં અપમાનનો સામનો કરવો પડશે જો તમારારથી કોઈ ભૂલ થઇ ગઈ છે તો સામેથી માફી માંગી લો અને તે કામને ફરીથી સુધારીને ઈમાનદારીથી કરો. આજે કોઈની અચાનક મળેલી મદદથી તમારું બગડેલું કામ સુધરી જશે. જીવનસાથી સાથે આજે વિવાદમાં ઉતરશો નહિ. આવનારો સમય તમારી માટે ગણપતિની સાથે અનેક ખુશીઓ લઈને આવશે. આર્થીક પરીસ્થિતિ જરૂર સારી થશે બાજ જરૂરત છે તમારે ફક્ત થોડી ધીરજ અને શાંતિની. તમારા જુના મિત્રો સાથે કોન્ટેક્ટ કરો અને જુના દિવસો યાદ કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આજે સારો દિવસ છે. આજે અટકી ગયેલા પૈસા પરત મળશે. આજે તમારા જીવનમાં પ્રેમ અને સહાનુભૂતિની ઉણપ જણાશે. આજે અમુક વિદ્યાર્થી મિત્રો માટે થોડી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. સાંજના સમયે પરિવાર સાથે સમય વિતાવી શકો છો. આજે દિવસ દરમિયાન ખાવા પીવાને લીધે પેટમાં દુઃખાવો જેવી તકલીફ થઇ શકે છે. આજે બહારનું ખાવાનું અવગણજો. આજે પૈસા સંબંધિત કામમાં કોઈની ઉપર ભરોસો કરવો નહિ. આજે ભાગીદારીથી તમારા કામમાં નુકશાન થશે. આજે અમુક વિદ્યાર્થીઓને તેમના મનગમતા કોલેજમાં પ્રવેશ મળશે. આજે સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે. આજે સમાજમાં પણ તમારી નામના થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
નોકરી કરતા મિત્રોને આ વખતે પગાર મોડો મળવાના કારણે થોડી તકલીફ પડશે. એ મુશ્કેલીઓમાંથી નીકળવા માટે તમારા જીવનસાથીની સલાહ લેજો. બાળકો પાછળ આજે થોડો વધુ ખર્ચ થશે. આજે ગમે તેવી પરિસ્થતિ આવે પણ તમારે તમારી વાણી અને વર્તન પર કાબુ ગુમાવવાનો નથી. જો તમે શરીર થી સક્ષમ નહિ હોય તો કામ પણ બરોબર નહિ થઇ શકે તો બની શકે એટલું વધારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બની શકે તો સાંજના સમયમાં પરિવાર સાથે શાંત જગ્યા પર આવેલા મંદિરની મુલાકાત જરૂર લેજો. સંત અને મહંતનું સાંનિધ્ય મનને શાંતિ આપશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):
તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. તમારી આ એક ભૂલના કારણે આજે તમારે કોઈ મિત્ર સાથે મત ભેદ થવાની શક્યતાઓ છે. આજનો દિવસ છે મહાદેવજીને અર્પણ તો પછી આજથી મનની શાંતિ અને તનની સુરક્ષા માટે બની શકે તો ઉપવાસ કરો અથવા તો મહાદેવજીના મંદિરે આવેલા પીપળાને જળ અર્પણ કરો. આજે ધનલાભ પણ થઇ શકે છે પણ પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો જ.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે તમારી મુલાકાત એવા લોકો સાથે થશે જે તમને તમારા બાળપણની યાદ અપાવશે. તમારા મામાના ઘરે વિતાવેલા દિવસો યાદ કરીને આનંદ થશે. આજે તમારા બાળકો સાથે અટેચમેન્ટ વધશે. ઓફિસમાં આજે તમારા દ્વારા આપવામાં આવેલા નવા આઈડીયાથી તમારા બોસ તમારાથી ખુશ થશે અને તમને પ્રમોશન આપશે. મહિલા મિત્રો આજે સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખજો. બાળકો સાથે સમય વિતાવાથી તમારો દિવસભરનો થાક ઉતરી જશે બની શકે તો બાળકોને ભણવામાં મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો
7. તુલા – ર,ત (Libra):
તમારામાં રહેલી નકારાત્મકતા તમને આગળ વધતા રોકે છે. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે. તમારા પરિવાર સાથે વાત કરો તેઓ આજે તમારી ખુબ મદદ કરી શકશે. કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમને ખબર પડશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે. કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે દિવસ થોડો નિરાશાજનક છે તો જરા સાવધાન રહેવાની જરૂરત છે. આજે તમારા ઉપરી અધિકારી અને તમારા સાથી કર્મચારી તમારાથી નારાજ થઇ શકે છે. કોઈપણ અજાણ્યા પર વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચાર કરજો. કોઈપણ પ્રકારનું રોકાણ આજે જોખમી સાબિત થઇ શકે છે. માટે જ્યાં સુધી બધી જ ચકાસણી જેમકે ફાયદાની અને નુકશાનની વાત જોઈ ના લો ત્યાં સુધી કોઈપણ નિર્ણય લેવાનો નથી. પરિવારમાં આજે નાની નાની વાતો મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ ના કરે તેની તકેદારી તમારે રાખવાની છે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો
10. મકર – જ, ખ (Capricorn):
લાંબા ગાળાના રોકાણ માટે આજે સારો દિવસ છે તમે ઈચ્છો તો સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો. અનુભવી અને તમારા ઉપરી અધિકારને તમારા કોઈપણ મહત્વના નિર્ણયમાં સાથે રાખજો. તમારા પરિવાર તરફથી આજે તમને એક ઉત્સાહજનક સરપ્રાઈઝ મળશે જે તમને તમારી સફળતા સુધી પહોચવામાં મદદ કરશે. આજે તમને ના ગમતા વ્યક્તિઓ પણ તમારી આસપાસ હશે જેના લીધે તમને થોડો માનસિક ત્રાસ લાગશે. નોકરિયાત મિત્રો માટે આજનો દિવસ બહુ સારો છે. તમે પહેલા કરેલા ઈમાનદાર કામથી આજે તમને ઘણો ફાયદો થશે. આજનો દિવસ બની શકે એટલી શાંતિ રાખીને પસાર કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here